Abhayam News
Abhayam News

ઉધના મગદલ્લા રોડ પર લાકડા પર ડિઝાઇન અને પ્લાયવૂડ ફેક્ટરીમાં ભીષણ આગ ભભૂકી…

ઉધના મગદલ્લા રોડ પર નવજીવન સર્કલ પાસે લાકડા પર ઇન્ટરનલ ડિઝાઇન અને પ્લાયવૂડ ફેક્ટરીમાં આજે વહેલી સવારે આગ ભડકી ઉઠી હતી.પ્લાયવૂડ હોવાના લીધે જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ત્યાં ઘુમાડો પણ ફેલાય ગયો હોવાથી સ્થળ ઉપર નાશભાગ મચી ગઈ હતી.

ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ ઉધના મગદલ્લા રોડ પર નવજીવન સર્કલ પાસે અંબિકા ઇન્ડસ્ટ્રીઝમાં લાકડા પર ઇન્ટિરિયર ડિઝાઇન કરવાનું અને પ્લાયવૂડ કટિંગ આ અંગે ની ફેક્ટરી આવેલી છે. આ ફેક્ટરીમાં આજે વહેલી સવારે ઈલેક્ટ્રીક શોર્ટ સર્કિટ થવાના લીધે આગ ભડકી ઉઠી હતી.

કારખાનાની અંદર મોટા પ્રમાણમાં પ્લાયવૂડ, ફર્નિચર સહિતનું સામાન હતો જેના કારણે આગ ઝડપથી ફેલાઈ જતા ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ સાથે જ ઘુમાડાના ગોટેગોટા નીકળવા માંડ્યા હતા. તેથી ત્યાં હાજર કારીગરોમાં નાશભાગ મચી ગઈ હતી.

આ અંગે ફાયર બ્રિગેડ જાણ કરતા મજુરા ગેટ, માનદરવાજા, નવસારી બજાર અને વેસુ ફાયર સ્ટેશનની ગાડી સાથે ફાયરના જવાનોનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને ફાયર જવાનોને સતત પાણીનો છંટકાવ શરૂ કર્યો હતો.

તેથી ત્યાં દોઢથી બે કલાક માં આગ પર કાબુ મેળવ્યો હતો. એવું ફાયર ઓફિસર ક્રિષ્ના મોઢે કહ્યું હતું. આગની લપેટમાં આવવાથી પ્લાયવૂડનો જથ્થો, ફર્નિચર, ખુરશીઓ, કોમ્પ્યુટર, એસી સહિત મોટા પ્રમાણ સામાન બળી જવાથી નુકશાન થયું હતું. આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ ન હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

સાયકલ શેરિંગ પ્રોજેક્ટની નીકળી હવા…

Abhayam

આ રથયાત્રા પર પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીને સાંભળશે 1 લાખથી વધુ માતાપિતા..

Abhayam

વિકલાંગ પરિવારોની વ્હારે આવતું ”મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ”..

Abhayam

Leave a Comment