કોંગ્રેસના નેતા ધીરુ ગજેરાએ વિધિવત રીતે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. સુરત ભાજપ કાર્યાલય ખાતે ધીરુ ગજેરા વિધિવત રીતે ભાજપની સાથે જોડાયા છે. વર્ષ 2007માં તેઓ ભાજપથી વિખુટા પડ્યા હતા અને હવે તેઓ ફરીથી ભાજપની સાથે જોડાઈ ગયા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ધીરુ ગજેરાને કેસરિયો ખેસ પહેરાવીને પક્ષમાં આવકાર્યા છે. ધીરુ ગજેરાની સાથે કોંગ્રેસના ઉપપ્રમુખ પ્રતાપ દરબાર, સુરત કોંગ્રેસના મહામંત્રી રાઈસંગ મોરી, સુરત કોંગ્રેસના મહિલા ઉપપ્રમુખ અમિતા અગ્રાવત અને સુરત કોંગ્રેસના મંત્રી જમન ઠેસિયાએ પણ ભાજપનો કેસરિયો ખેસ કર્યો હતો.
તેમણે કહ્યું કે, ગુજરાતનું નેતૃત્વ અમિત શાહ અને નરેન્દ્ર મોદીના હાથમાં હતું. તેમના લોકોનો વિશ્વાસ પ્રાપ્ત કર્યો. પારદર્શક વહીવટ આપ્યો. તેમણે પ્રજાને વિશ્વાસ આપ્યો તેથી આજના દિવસે ભારતીય જનતા પાર્ટી ક્યાંથી ક્યા પહોંચી ગઈ. ધીરે-ધીરે ભાજપથી અમે વિમુખ થયા હતા. ચૂંટણીઓ અમે લડ્યા પણ હારી ગયા. ભાજપનું ખૂન માત્ર ભાજપમાં જ ચાલે. અમારી પાસે નેતૃત્વ નબળું હોવાના કારણે અમે હારતા ગયા. મે તો રામાપીર બાપાને પ્રાથના કરી હતી કે, આ ત્રિરંગો મારા ખેસમાં લહેરાઈ રહે. તમને એક સંદોશો આપવા જઈ રહ્યો છું કે, આપણી પાસે નેતૃત્વ નબળું હોય એટલે આપણે સફળ થતા નથી. ભાજપનું નેતૃવ્ત મજબૂત હતું. તેથી તેઓ સફળ રહ્યા. આ સફળતા નેતૃત્વની છે. ભાજપના કાર્યકર્તા ગમેં ત્યાં હોય તેઓ અમારી જેવું પગલું ન ભરે આ ઈતિહાસ એટલે હું કહી રહ્યો છું કે, અસંતોષથી તમે ક્યારેય ભારતીય જનતા પાર્ટી છોડતા નહીં તેવી મારી વિનંતી છે.
ધીરુ ગજેરાએ ભાજપમાં જોડાવવા બાબતે અગાઉ જણાવ્યું હતું કે, મને મારા ઘરમાં જવાથી આનંદ થતો હોય છે. ભાજપ છોડવામાં હું એકલો નહોતો મારી સાથે મારા ઘણા સાથી મિત્રો હતા. ધારાસભ્યો, સાંસદ સભ્યો, માજી મુખ્યમંત્રી સહિતના અમે લોકો 2007માં જુદા પડ્યા હતા. ત્યારબાદ ધીરે-ધીરે બધા ભાજપમાં આવતા ગયા. હું ઘણો સમય બહાર રહ્યો હતો. મને ઘણી વખત મિત્રો મને કહેતા હતા કે તમે ભાજપમાં જોડાઈ જાવ. 2007થી જ તેઓ મને કહેતા હતા. હું વિધાનસભા લડ્યો, લોકસભા લડ્યો અને અંતે 2017માં મેં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને ચાર વર્ષથી એમનમ બેઠો હતો. પછી મારા શુભેચ્છક મિત્રો પણ મને કહેતા હતા કે, ધીરુભાઈ ભાજપમાં જતા રહો. એટલે મેં નિર્ણય કર્યો મારા ઘરમાં રહેવાનો. ત્યારબાદ મેં પ્રદેશ અધ્યક્ષનો સી.આર. પાટીલનો સમય લીધો. ત્યારબાદ તેમણે હાઈકમાન્ડ પાસેથી ગ્રીન સિગ્નલ મેળવ્યું. હાઈકમાન્ડે મને હા પાડી એટલે મેં ભાજપમાં જવાનું નક્કી કર્યું. આ નિર્ણયની મને ખૂશી છે અને ગર્વ છે.

તેમણે ભાજપમાં જોડાયા બાદ જણાવ્યું હતું કે, 2007માં અમે અમિત શાહ અને નરેન્દ્ર મોદી સાથે ટક્કર લીધી પણ અમે નિષ્ફળ રહ્યા. અમને 30 જેટલા ધારાસભ્યોએ કોંગ્રેસને ટિકિટ આપી હતી. તેમાંથી એક જ ધારાસભ્ય ચૂંટાયો. બધા ધારાસભ્યો હારી ગયા. ધીરે-ધીરે બધા પાર્ટીમાં જોડાતા ગયા. 11 જૂન 2007ની એક ઘટના હતી. ધારૂકા કોલેજમાં બે લાખ માણસો ભેગા કરીને આ ગુજરાતની અને આમ ગણોતો અમારા બધાની પનોતી શરૂ થઇ હતી. 30 ધારાસભ્યો, 15 માજી ધારાસભ્યો, 8 સાંસદ સભ્યો, 2 માજી મુખ્યમંત્રીઓએ પક્ષ છોડ્યો હતો. આ ભાજપ માટે કમનશીબ ઘટના હતી. હું સત્યવાત કહેતા અચકાતો નથી. આ ઘટનામાં પાર્ટીના બે ભાગ થયા. અને જેનું નેતૃત્વ મજબૂત હતું તેવા અમિત શાહ અને નરેન્દ્ર મોદી સાથે ટક્કર લીધી પણ અમે નિષ્ફળ રહ્યા. નિષ્ફળતાનો સ્વીકાર કરવો તે આવશ્યક છે. અમને 30 જેટલા ધારાસભ્યોએ કોંગ્રેસને ટિકિટ આપી હતી. તેમાંથી એક જ ધારાસભ્ય ચૂંટાયો. બધા ધારાસભ્યો હારી ગયા. ધીરે-ધીરે બધા ઘરે વાપસી થયા. ત્યારબાદ બીજી પાર્ટી રચાઈ. ત્યારબાદ પરિવર્તન રચાણુ અને 2013માં તેનું પરિવર્તન થયું ભાજપમાં.
આમ આદમી પાર્ટી બાબતે તેમણે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારમાં ભૂલ કરી અને બીજા નંબરની અંદર કોંગ્રેસે પણ ભૂલ કરી. આ બંને ભૂલોના કારણે આમ આદમી પાર્ટીનું સર્જન થયું. બાકી આમ આદમીની લોકપ્રીયતા નહોતી. ઉમેદવારો પણ સાદા અને સિમ્પલ ઘરમાંથી આવેલા હતા. આ બંનેનું નેગેટિવ મતબળનું આમ આદમી પાર્ટીમાં પ્રવેશ્યું. મહેશ સવાણીને ટક્કર આપવા માટે મને ભાજપે લીધો હોય તેવું હું નથી માનતો. કારણે કે, આમ આદમી પાર્ટી કઈ નથી. ગુજરાતમાં ચીમન પટેલ, બાબૂ પટેલ, કેશુભાઈ પટેલે પાર્ટી રચી છતાં પણ તેમની એક સીટ પણ નથી આવી. આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં એવું કામ નથી કે, તેમનું જમા પાસું નથી. એટલે ગુજરાતની જનતા કોંગ્રેસ અથવા ભાજપને જ મત આપશે. મારા અનુભવ પ્રમાણે બે પાર્ટી સિવાય ત્રીજી કોઈ પાર્ટી ગુજરાતમાં ચાલી નથી. આમ આદમી પાર્ટીનું સર્જન માત્ર ભૂલના કારણે થયું છે. જેમ અપક્ષ ભૂલથી ચૂંટાતા હોય. એવી રીતે આ અપક્ષની જેમ ચૂંટાયા છે તેવું મારે માનવું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…