Abhayam News
AbhayamEntertainmentNews

સિંઘમ અગેન:ફર્સ્ટ લુક રિલીઝ

Singham Again: First Look Released

સિંઘમ અગેન:ફર્સ્ટ લુક રિલીઝ Ajay Devgn solid look from Singham again: રોહિત શેટ્ટીએ સિંઘમ અગેનને લઇને મોટી અપડેટ આપી છે. ફિલ્મમાંથી પહેલી વાર અજય દેવગનનો લુક સામે આવ્યો છે. ફરી એક વાર અજય દેવગન બાજીરાવ સિંઘમના લુકમાં ધમાકેદાર એન્ટ્રી કરવા માટે તૈયાર છે.

Singham Again: First Look Released

સિંઘમ અગેન:ફર્સ્ટ લુક રિલીઝ

સિંઘમ અગેનની ફેન્સ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. સિંઘમ ફ્રેન્ચાઇઝની બધી ફિલ્મો લોકોને પસંદ પડી હતી. જો કે હવે ફરી એક વાર સિંઘમનો ત્રીજો પાર્ટ આવવાનો છે. આ એક મલ્ટી સ્ટારર ફિલ્મ છે. ફિલ્મ મેકર્સ સતત ફિલ્મના પાત્રો સાથે જોડાયેલી પોસ્ટ કરી રહ્યા છે. કરિના કપૂરના લુક પછી અજય દેવગનનો લૂક જારી કર્યો છે.

જો કે અજય દેવગનનો આ લેટેસ્ટ લુક જોઇને ફેન્સ પણ વિચારમાં પડી ગયા છે. અજયનો આ લુક ધમાકેદાર છે. અજય દેવગન બાજીરવા સિંઘમના અવતારમાં પહેલાંની જેમ સોલિડ લાગી રહ્યા છે. ફિલ્મ મેકર રોહિત શેટ્ટીએ ઘાંસૂ પોસ્ટર લોકો માટે શેર કર્યુ છે.

રોહિત શેટ્ટીએ શેર કરેલા આ પોસ્ટમાં અજયનો સોલિડ લુક જોઇને તમે પણ ખુશ થઇ જશો. અજયનો આ લુક જોઇને ફેન્સ મુવી ક્યારે રિલીઝ થશે એની રાહ જોઇને બેઠા છે. આ પહેલાં તમે ક્યારેય પણ અજય દેવગનને આ લુકમાં જોયો નહીં હોય.

રોહિત શેટ્ટીએ પોસ્ટર શેર કર્યુ

રોહિત શેટ્ટીએ અજય દેવગનનો ગ્રાફિક લુક ઇન્સ્ટાગ્રામ પર એક શાનદાર અંદાજમાં શેર કર્યો છે. આ સાથે કેપ્શનમાં લખ્યુ છે કે રોહિત શેટ્ટીએ લખ્યુ છે કે..’શેર આતંક મચાતા હૈ ઔર જખ્મી શેર તબાહી! હર કિસી કા પસંદીદા પુલીસ વાલા બાજીરાવ સિંઘમ વાપસ આ ગયા હૈ.  ફરીથી ફેન્સ સિંઘમનો આ લુક જોઇને ખુશ થઇ ગયા છે. આ સાથે ફૂલ ટૂ એક્સાઇટેડ મુડમાં આવી ગયા છે.

Singham Again: First Look Released

એક ફેને આ લુક જોયા પછી કોમેન્ટ કરી છે કે હવે રાહ નહીં જોવાય. જ્યારે બીજા એક વ્યક્તિએ કોમેન્ટમાં લખ્યુ છે કે કોણ-કોણ સિંઘમ 3ની રાહ જોઇ રહ્યા છે. જ્યારે એક કોમેન્ટમાં લખ્યુ છે કે આલા રે આલા સિંઘમ આલા. આમ, એક પછી લોકો અનેક પ્રકારની કોમેન્ટ્સ કરી રહ્યા છે.

સિંઘમ અગેનમાં કરિના કપૂરની એન્ટ્રી

રોહિત શેટ્ટીની અપકમિંગ ફિલ્મ સિંઘમ અગેનની ઘાંસૂ અને ધમાકેદાર એન્ટ્રી થશે. આ ફિલ્મમાં એક નહીં પરંતુ 6 સુપર સ્ટાર એક સાથે જોવા મળશે. ફિલ્મની કહાની પહેલાંથી પણ વઘારે દમદાર અને મસાલેદાર હશે. દિપીકા પાદુકોણ, રણવીર સિંહ, ટાઇગર શ્રોફ, અક્ષય કુમાર અને કરિના કપૂરનો લુક પહેલાંથી સામે આવી ગયો છે. આ સાથે હવે અજય દેવગનનો પણ ઘાંસૂ લુક જોવા મળી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે……

Related posts

ગુરુ બ્રમ્હા ગુરુ માતા નું નામ લઇ નાના ભુલકાઓએ ગુરુ પૂર્ણિમા ની કરી અનોખી રીતે ઉજવણી.

Abhayam

આ કંપની એ 300 ટકા ડિવિડન્ડ ની જાહેરાત કરી

Vivek Radadiya

AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ વનકર્મીઓ પર ફાયરિંગ પણ કર્યું હતું

Vivek Radadiya