Abhayam News
AbhayamGujaratNewsSurat

સુરત મહાનગરપાલિકાની બેદરકારી

Negligence of Surat Municipal Corporation

સુરત મહાનગરપાલિકાની બેદરકારી રાજ્યમાં તંત્રના પાપે અનેક વાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. આ તરફ સુરતમાં પણ મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. વિગતો મુજબ સુરતના પુણા રેશમા સર્કલ પાસે રોડ પર સ્પીડબ્રેકર તો છે પણ તેના પર સફેદ પટ્ટા ન હોવાથી અકસ્માતની ઘટનાનો અવાર-નવાર બને છે.

આ દરમિયાન ગઈકાલે જ એક યુવક બાઇક લઈ ત્યાંથી પસાર થતો હતો ત્યારે સ્પીડબ્રેકર ન દેખાતા બાઇક સ્લીપ થયું હતું. આ સિવાય અગાઉ પણ અહીં અનેકવાર અકસ્માત થયા હોઇ અનેકવાર રજૂઆત કરવામાં આવી છતાં મનપાના પેટનું પાણી હલતું નથી. 

સુરત મહાનગરપાલિકાની એક ગંભીર બેદરકારી ક્યારેક કોઈકની જીવ લઈ લે તો નવાઈ નહીં. વાત જાણે એમ છે કે, સુરતના પુણા રેશમા સર્કલ પાસે રોડ પર સ્પીડબ્રેકર તો છે પણ તેના પર સફેદ પટ્ટા નથી.

Negligence of Surat Municipal Corporation

જેને કારણે રાત્રિના સમયે અહીંથી પસાર થતાં વાહનચાલકોને ખબર જ નથી પડતી કે અહીં સ્પીડબ્રેકર છે કે નહીં એમ, અને તેને કારણે જ અહીં અવાર-નવાર અકસ્માત સર્જાય છે.

Negligence of Surat Municipal Corporation

આ તરફ ગઈકાલે જ સ્પીડબ્રેકરના કારણે રાત્રે બાઈકચાલકો પટકાયા હોવાનો વિડીયો પણ સામે આવ્યો છે. અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી નહીં થતાં હવે લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સળગતા સવાલ 

  • વારંવાર અકસ્માત છતાં મહાનગરપાલિકા કેમ નથી કરતું કામગીરી ?
  • શું સુરત મહાનગરપાલિકાને નાગરીકોના જીવની નથી કોઈ ચિંતા ? 
  • સ્પીડબ્રેકર પર સફેદ પટ્ટા લગાવવામાં મનપાને કેમ નથી રસ ? 
  • અનેક રજૂઆત છતાં કેમ મહાનગરપાલિકા કામગીરી નથી કરતું ? 
  • શું મહાનગરપાલિકા કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે ?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે……

Related posts

રાજનીતિમાં ઉતરશે આ કેપ્ટન

Vivek Radadiya

રાજ્યમાં કમોસમી વરસાદનો કહેર

Vivek Radadiya

રશિયન રફ હીરાની આયાત પર પ્રતિબંધ

Vivek Radadiya