બ્રિટિશ પિઝા રેસ્ટોરન્ટમાં સલાડમાં નીકળી ઈયળ British Pizza News : રાજ્યમાં વધુ એકવાર પીઝા રેસ્ટોરન્ટમાં ગયેલા ગ્રાહકને કડવો અનુભવ થયો છે. વિગતો મુજબ અગાઉ પણ અમદાવાદ અને અનેક શહેરોમાં પીઝામાંથી જીવાત નીકળવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે.
બ્રિટિશ પિઝા રેસ્ટોરન્ટમાં સલાડમાં નીકળી ઈયળ
આ તરફ વધુ એક પિઝા રેસ્ટોરન્ટમાં ગ્રાહકને કડવો અનુભવ થયો છે. વસ્ત્રાલ સ્થિત બ્રિટિશ પિઝા રેસ્ટોરન્ટમાં સલાડમાં ઈયળ નીકળી હોવાનું સામે આવ્યું છે. જેથી ગ્રાહકે હોટલ સંચાલકને જાણ કરી હતી.
અમદાવાદના વસ્ત્રાલ સ્થિત બ્રિટિશ પિઝા નીકળવાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ ગત મોડી રાત્રે જમવા ગયેલા ગ્રાહકને આ કડવો અનુભવ થયો હતો.
જેમાં બ્રિટિશ પિઝા રેસ્ટોરન્ટમાં સલાડમાં ઈયળ નીકળતા ગ્રાહક ચોંકી ઉઠ્યા હતા અને ગ્રાહકે હોટલ સંચાલકોને ફરિયાદ કરી હતી. સમગ્ર મામલે હજી સુધી AMCને જાણ નથી કરાઇ.
વસ્ત્રાલના પિઝા રેસ્ટોરન્ટમાં ગ્રાહકને થયો કડવો અનુભવ નીકળતા ગ્રાહકે હોટલ સંચાલકને કરી ફરિયાદસમગ્ર મામલે હજુ સુધી AMCને નથી કરાઈ જાણ
મહત્વનું છે કે, ગુજરાતમાં છાશવારે કોઇને કોઇ રેસ્ટોરન્ટના જમવામાંથી જીવાત નીકળી હોવાના વીડિયો વાયરલ થઇ રહ્યાં છે. ત્યારે અહીં પ્રશ્ન એ ઊભો થાય છે કે આટલી બધી ઘટનાઓ બાદ પણ તંત્ર કે રેસ્ટોરન્ટના માલિકોના પેટનું પાણી કેમ નથી હલતું.
શા માટે આવી બેદરકારીને ચલાવી લેવાય છે. શું આવી રેસ્ટોરન્ટોને સીલ મારી મસમોટો દંડ ફટકારી કાયદેસરની કાર્યવાહી ના થઇ શકે?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે……