Abhayam News
AbhayamNews

રાજ્યકક્ષાની એથ્લેટીક્સ મીટ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન 17મી સુધી થશે….

સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિ. દ્વારા રાજ્યકક્ષાની એથ્લેટિક્સ મીટનું આયોજન કરાયું છે જેમાં વિવિધ ૧૧ રમતો માટે અં.૯ અને અં.૧૧ ભાઇઓ-બહેનોની સ્પર્ધાનું વિશેષ આયોજન કરાયું છે જેનું ઓનલાઇન રજીસ્ટ્રેશન ૧૭ સુધી કરી શકાશે.

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ચિલ્ડ્રન્સ યુનિ.ના વિદ્યાનિકેતન વિભાગ અને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિ.ના સંયુક્ત ઉપક્રમે સીધી રાજ્યકક્ષાની અંડર ૧૧ એથ્લેટીક્સ મીટ યોજાઇ રહી છે.

રૂા.૧૧ લાખ ઇનામી સ્પર્ધા યોજવા જઇ રહી છે જેનું રજીસ્ટ્રેશન કરવા અંતિમ તા.૧૭ નિયત કરાઇ છે જેના માપદંડ પણ જારી કરાયા છે.

જે હોય તો જ નોંધણી કરાવી શકાશે જેમાં અંડર-૯ માટે લોન ટેનીસ બોલમાં ભાઇઓ ૨૭ મી., બહેનો ૨૨ મી., મેડિસીન બોલ થ્રોમાં ભાઇઓ ૩ મીટર, બહેનો ૨.૫ મીટર, સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પમાં ભાઇઓ ૧.૫ મી., બહેનો ૧.૨ મી., લાંબી કુદમાં ભાઇઓ ૩.૫, બહેનો ૩ મી., ઉંચી કુદમાં અનુક્રમે ૮૦ સેમી, ૬૫ સેમી, ૬૦ મી. દોડમાં ૧૦.૫ સેકન્ડ, ૧૧.૫ સેકન્ડ, ૧૦૦ મી. દોડમાં ૧૭ સેકન્ડ, ૨૦ સેકન્ડ, ૨૦૦ મી. દોડમાં ૩૮ સેકન્ડ, ૪૨ સેકન્ડ, ૪૦૦ મી. દોડમાં ૮૫ સેકન્ડ, ૯૫ સેકન્ડ, ૬૦ મી. ધ્વની દોડમાં ભાઇઓ માટે ૧૨.૫ સેકન્ડ અને બહેનો માટે ૧૩.૫ સેકન્ડ માપ નિયત કરાયું છે. જ્યારે અંડર-૧૧માં ભાઇઓ અને બહેનો માટે અનુક્રમે ટેનિસ બોલ થ્રો માટે ૩૫ મી. ૨૮ મી, મેડિસીન બોલ થ્રો માટે ૩.૫ મીટર, ૨.૭ મીટર, સ્ટેન્ડીંગ બ્રોડ જમ્પ માટે ભાઇઓને ૧.૭ મી. બહેનોને ૧.૩ મી., લાંબી કુદ માટે ૩.૯ મી., ૩.૩ મી., ઉંચી કુદ માટે ૯૦ સેમી, ૭૫ સેમી રહેશે. તો ૬૦ મી. દોડ માટે ભાઇઓ ૯.૫ સેકન્ડ, બહેનોને ૧૦ સેકન્ડ, ૧૦૦ મી. દોડ ૧૫ સેકન્ડ, ૧૬ સેકન્ડ, ૨૦૦ મી દોડ માટે ૩૨ સેકન્ડ, ૩૬ સેકન્ડ, ૪૦૦ મી. દોડ માટે ૭૫ સેકન્ડ, ૮૪ સેકન્ડ, ૬૦ મી. વિઘ્ન દોડ ઉંચાઇ ૧૮ માટે ભાઇઓ ૧૧.૫ સેકન્ડ, બહેનો ૧૩ સેકન્ડની મર્યાદા નિશ્ચિત કરી છે.

આ તમામ ઇવેન્ટમાં ૧ થી ૧૦ આવનાર ખેલાડીને રોકડ પુરસ્કાર અપાશે. એક વિદ્યાર્થી એક જ ઇવેન્ટમાં ભાગ લઇ શકશે જે માટે સીયુ ગુજરાત ડોટ એસી ડોટ ઇન ઓબ્લીક એથ્લેટીક્સ પરથી રજીસ્ટ્રેશન કરી શકાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

કોવિશીલ્ડ લેનારને યુરોપમાં નો એન્ટ્રી..

Abhayam

મેચ હાર્યા બાદ વિરાટ કોહલી અનુષ્કા શર્માને મળ્યો

Vivek Radadiya

ગુજરાત:-રિલાયન્સ આ શહેરમાં 1000 બેડની કોરોના ની હોસ્પિટલ બનાવશે અને ફ્રી માં થશે કોરોનાની સારવાર..

Abhayam

1 comment

Comments are closed.