Abhayam News
Abhayam News

ઘોઘા બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવાયું વાંચો સંપૂર્ણ ખબર …..

  • કુડા દરિયાકિનારે તંત્ર એલર્ટ બન્યું, બચાવ કામગીરી માટે બંદોબસ્ત ગોઠવાયો.
  • ઘોઘા બંદર પર એક નંબરનું સિગ્નલ
  • લો પ્રેશર આગામી 24 કલાકમાં વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે.
  • 1 નંબર નું સિગ્નલ લગાડવાથી માછીમારોને દરીયામાં ન ખેડવાની સૂચનાઓ આપવામાં આવે છે
  • 60 કિમીની ઝડપે પવન ફૂંકાતા સાવધાન રહેવા માટે આપવામાં આવે

અરબ સાગરમાં લો પ્રેશર સાયકલોનમાં પરિણમે તો ‘‘તોકતે‘‘ વાવાઝોડુ બનશે જેની કચ્છ તેમજ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં અસર થવાની સંભાવના છે, ભારતના હવામાન ખાતાના જણાવ્યા અનુસાર અરબ સાગરમાં સર્જાયેલું લો પ્રેશર આગામી 24 કલાકમાં વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે.

 ભાવનગર જિલ્લાના ઘોઘા બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે, ઘોઘા ખાતે 1 નંબર નું સિગ્નલ લગાડવાથી માછીમારોને દરીયામાં ન ખેડવાની સૂચનાઓ આપવામાં આવે છે, 60 કિમીની ઝડપે પવન ફૂંકાતા સાવધાન રહેવા માટે આપવામાં આવે છે, સુરક્ષા માટે તંત્ર દ્વારા તૈયારીઓ પણ કરવામાં આવી છે.

સંભવિત વાવાઝોડાના પરિણામ કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા અને વ્યાપક અસર થઇ શકે તેમ છે જેને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રને એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે ભાવનગર જિલ્લાના ઘોઘાના દરિયાકાંઠે પણ ઘોઘા મામલતદાર એ.આર.ગઢવી સહિતના સ્ટાફ દ્વારા ઘોઘા જેટી પર આગોતરા આયોજનના ભાગરૂપે સલામતીના પગલાં ભરવા કોવિડ પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને કુદરતી આપત્તિઓમાં બચાવ કામગીરી કરવા માટે આપદા મિત્ર ,સાગર રક્ષક દળ સહિતના સ્ટાફને સતર્ક રહેવા સૂચનાઓ આપી દેવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે.

Related posts

દેશમાં બેન્કો સાથે પાંચ લાખ કરોડના ફ્રોડ..

Abhayam

4704 માતાઓ સાચા અર્થમાં મા યશોદા બની..

Abhayam

ખાનગીકરણ ને લઇ ને વિદ્યાર્થીઓ દ્વારા થાળી અને વેલણ વગાડીને સરકાર ને જગાડવા નો પ્રયત્ન કરાયો…

Abhayam

Leave a Comment