શું તમે રામ મંદિરનું ગર્ભગૃહ જોયું? Ayodhya Ram Mandir: રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. આ કાર્યક્રમમાં 4000 સંતો ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત સમાજના દરેક ક્ષેત્ર જેમ કે રમત જગત, કલા જગત, કવિઓ, લેખકો, સાહિત્યકારો, અનુસૂચિત જાતિ જનજાતિ, વિચરતી જાતિ, નિવૃત્ત સૈન્ય અને પોલીસ અધિકારીઓ પણ ભાગ લેશે.
શું તમે રામ મંદિરનું ગર્ભગૃહ જોયું?
અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. મંદિરનું ગર્ભગૃહ પણ લગભગ તૈયાર છે. વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયે શનિવારે આ માહિતી આપી હતી.
ચંપત રાયે સોશિયલ મીડિયા ‘X’ પર લખ્યુ હતુ કે, ‘ભગવાન શ્રી રામલલાનું ગર્ભગૃહ લગભગ તૈયાર છે. તાજેતરમાં લાઇટિંગ-ફીટીંગનું કામ પણ પૂર્ણ થયું છે. તમારી સાથે કેટલાક ફોટોગ્રાફ્સ શેર કરું છું.’
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે જણાવ્યું હતું કે, ‘ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભારતના તમામ રાજ્યો, તમામ ભાષાઓ, દેશની તમામ પૂજાની પરંપરાઓ, ગુરુ પરંપરા અને સંત-મહંતો ઉપસ્થિત રહેશે. તે તમામ પરંપરાઓ પ્રાણ-પ્રતિષ્ઠા કાર્યક્રમમાં જોવા મળશે. અયોધ્યામાં ભગવાન રામના મંદિરના નિર્માણમાં લાગેલા કામદારોને પણ 22 જાન્યુઆરીએ યોજાનારી પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.’
રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. આ કાર્યક્રમમાં 4000 સંતો ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત સમાજના દરેક ક્ષેત્ર જેમ કે રમત જગત, કલા જગત, કવિઓ, લેખકો, સાહિત્યકારો, અનુસૂચિત જાતિ જનજાતિ, વિચરતી જાતિ, નિવૃત્ત સૈન્ય અને પોલીસ અધિકારીઓ પણ ભાગ લેશે. ચંપત રાયે કહ્યું કે, એવા પરિવારોને પણ કહેવામાં આવશે જેમના પરિવારના સભ્યોએ રામ મંદિર આંદોલનમાં બલિદાન આપ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે