Abhayam News
Abhayam

નાણામંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો

The program was held under the chairmanship of Finance Minister Kanubhai Desai

નાણામંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો કેન્દ્રીય હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ મંત્રાલય અને સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના ઉધના સ્થિત છત્રપતિ શિવાજી મહારાજ સ્પોર્ટ્સ સંકુલ ખાતે નાણા,ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં પીએમ સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ (પીએમ સ્વનિધિ) યોજનાના લાભાર્થીઓનો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો.

The program was held under the chairmanship of Finance Minister Kanubhai Desai

આ પ્રસંગે નાણામંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનએ ભાષાવાદ, જાતિવાદ જેવી મર્યાદાઓને ઓળંગીને માત્ર વિકાસને પ્રાધાન્ય આપ્યું છે. શિક્ષણ, આરોગ્ય, ઉદ્યોગ જેવા વિવિધ ક્ષેત્રે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે. દેશભરમાં ગુજરાતના વિકાસશીલ મોડેલની નોંધ લેવાય રહી હોવાનું જણાવી તેમણે કહ્યું કે, પી.એમ.સ્વનિધી યોજના હેઠળ નાનામાં નાના માનવીને પણ આત્મનિર્ભર બનવાની તક અને પ્રોત્સાહન મળ્યું છે.

The program was held under the chairmanship of Finance Minister Kanubhai Desai

વધુમાં તેમણે જણાવ્યુ કે, કોરોનાના કપરા કાળ બાદ રોજ પર ગુજરાન ચલાવતા નાના વેપારીઓ, ફેરિયાઓ માટે પીએમ સ્વનિધિ યોજના આશીર્વાદરૂપ નીવડી છે. બદલાતા સમય સાથે લોકોને ડિજિટાઈઝેશન માટે મળેલા પ્રોત્સાહનને કારણે લોકો નાણાકીય વ્યવહારો માટે પણ આત્મનિર્ભર બન્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.

નાણામંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો

The program was held under the chairmanship of Finance Minister Kanubhai Desai

વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાકારીત થઈ રહ્યું હોવાનું જણાવી શહેરના મેયરએ પીએમ સ્વનિધિ યોજના હેઠળ મોટા પાયે લાભ લેનારા સુરતવાસીઓને બિરદાવ્યા હતા. તેમણે જણાવ્યુ હતું કે, ૯૪ હજારથી વધારે લભાર્થીઓએ આ યોજના હેઠળ ૧૨૦ કરોડથી વધારેની લોન મેળવી આત્મનિર્ભરતા તરફ ડગ માંડ્યા છે. સરકારની અનેક જનકલ્યાણની યોજનાઓ થકી હજારો નાના વેપારીઓના જીવનમાં ઉજાસ ફેલાયો હોવાનું તેમણે જણાવ્યું હતું.

The program was held under the chairmanship of Finance Minister Kanubhai Desai

આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે ‘સાયકલ ટુ સ્કૂલ’ પાયલોટ પ્રોજેકટ હેઠળ શાળાના વિદ્યાર્થીઓને CSR ફંડમાંથી કુલ ૩૭૬ સાયકલનું વિતરણ કરવામાં આવ્યુ હતું. તેમજ આ યોજનાના લાભ મેળવનાર લાભાર્થીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને મહત્તમ લોન આપી શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ બેન્કોના પ્રતિનિધિઓને સન્માનિત કરાયા હતા.

આ પ્રસંગે સાંસદ સી. આર. પાટિલ, ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, ડેપ્યુટી મેયર નરેન્દ્રભાઇ પાટીલ, સ્થાયિ સમિતિ અધ્યક્ષ રાજન ભાઈ, પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ, શાશક પક્ષના નેતા શશીબેન ત્રિપાઠી, માજી મેયર નિરંજન ભાઈ ઝાંઝમેરા, અગ્રણી કિશોરભાઈ બિંદલ, વિવિધ સમિતિઓના ચેરમેનો, કોર્પોરેટરો, પદાધિકારીઓ, લાભાર્થી સ્ટ્રીટ વેન્ડર્સ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

IND vs NZ: ટીમ ઈન્ડિયાની જીત ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ જીત મેળવતા જ સેમિફાઈનલનો રસ્તો સાફ,

Vivek Radadiya

વધતા સંક્રમણ વચ્ચે જાણો ગુજરાતમાં સ્થિતિ

Vivek Radadiya

50 ટકા વસ્તીને કોરોનાની રસી મળે પછી દંડ ધટાડવા નું વિચારશે HC..

Abhayam