Abhayam News
AbhayamNews

ખેડૂતોએ રસ્તા પર ડુંગળી વેરી નિકાસબંધીનો કર્યો વિરોધ

Farmers protested the ban on export of onions on the road

ખેડૂતોએ રસ્તા પર ડુંગળી વેરી નિકાસબંધીનો કર્યો વિરોધ ખેડૂતોએ સૂત્રોચાર કરી સરકાર પાસે નિકાસબંધી હટાવી લેવા માંગ સાથે સિહોર-ટાણા હાઈવે રોડને બંધ કર્યો હતો. વિરોધ કરી રહેલા ખેડૂતોની સિહોર પોલીસે અટકાયત કરી હતી.

Farmers protested the ban on export of onions on the road

ભારત સરકાર દ્વાર ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકવામાં આવ્યા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. આ નિકાસ પ્રતિબંધને કારણે ડુંગળીના ભાવ સાવ તળિયે પહોંચી ગયા છે. જેના કારણે ખેડૂતોને ડુંગળી પકવવા માટે ખર્ચ કાઢવો પણ મુશ્કેલ થઈ રહ્યો છે. ભાવનગરના સિહોર તાલુકા પંથકના ખેડૂતોએ ડુંગળી રસ્તા પર વેરી વિરોધ વ્યક્ત કર્યો હતો. ટાણા, વરલ, બેકડી, થોરાળી સહિત ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો દ્વારા નિકાસબંધીનો વિરોધ કર્યો હતો. 200 થી વધુ ખેડૂતો રોડ પર ઉતરી આવ્યા હતા. ખેડૂતોએ સૂત્રોચાર કરી સરકાર પાસે નિકાસબંધી હટાવી લેવા માંગ સાથે સિહોર-ટાણા હાઈવે રોડને બંધ કર્યો હતો. વિરોધ કરી રહેલા ખેડૂતોની સિહોર પોલીસે અટકાયત કરી હતી.

ખેડૂતોએ રસ્તા પર ડુંગળી વેરી નિકાસબંધીનો કર્યો વિરોધ

ડુંગળી પર કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાએ થોડા દિવસ પહલેા પ્રતિક્રિયા આપી હતી. તેમના કહેવા અનુસાર સરકારના ચાવવાના અને બતાવવાના દાત અલગ છે. એક બાજુ સરકાર 2022 માં ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરતી હતી. ખેડૂતોની આવક ડબલ તો ન થઈ અડધી થઈ ગઈ છે.

Farmers protested the ban on export of onions on the road

જ્યારે જ્યારે ખેડૂતોને ખેત પેદાશના ભાવ વધારે મળ્યા છે ત્યારે ત્યારે સરકાર હરકતમાં આવી છે. અત્યારે ખેડૂતોને ડુંગળીના ભાવ સારા મળતા હતા સરકારે નિકાસબંધી કરી દીધી. ગયા વર્ષે કપાસના ભાવ સારા મળતા હતા ત્યારે પણ સરકારે નિકાસબંધી કરી દીધી હતી. જ્યારે તુવેરના ભાવ સારા મળતા હતા ત્યારે મ્યાનમારથી તુવેર આયાત કરી હતી. ગયા વર્ષે ઘઉંના ભાવ સારા મળતા થયા સરકારે પોતાના ગોડાઉનમાં રહેલા ઘઉં માર્કેટમાં મુક્યા હતા.

વર્ષ 2021-22 માં કઠોળના ભાવ સારા મળતા થયા સરકારે 1.5 લાખ મેટ્રિક તન કઠોળની આયાત કરી હતી. વર્ષ 2020-21 માં જ્યારે ખેડૂતોની ડુંગળી માર્કેટમાં આવવાની હતી ત્યારે જ સરકારે 5 લાખ મેટ્રિક ટન આયાત કરેલી ડુંગળી માર્કેટમાં મૂકી હતી. આમ જ્યારે જ્યારે ખેડૂતોને પોતાની ઉપજના સારા ભાવ મળતા હોય ત્યારે સરકાર કોઈને કોઈ નિર્ણય લે છે જેના કારણે ખેડૂતો પૂરતા ભાવ મળતા નથી. ભારત સરકાર દ્વાર ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકવામાં આવ્યા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે.

આ નિકાસ પ્રતિબંધને કારણે ડુંગળીના ભાવ સાવ તળિયે પહોંચી ગયા છે. જેના કારણે ખેડૂતોને ડુંગળી પકવવા માટે ખર્ચ કાઢવો પણ મુશ્કેલ થઈ રહ્યો છે. ડુંગળીના ભાવ ન મળતા સૌરાષ્ટ્રના સૌથી મોટા ગોંડલ માર્કેટ યાર્ડના ખેડૂતોએ ચક્કાજામ કર્યો છે. ખેડૂતોએ ડુંગળી રસ્તા પર ઠાલવીને વિરોધ નોંધાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

ગિરનારની લીલી પરિક્રમા ના પડાવ

Vivek Radadiya

વોટ્સએપ પર રાહુલ ગાંધીના મીમ્સ થઈ રહ્યા છે વાયરલ

Vivek Radadiya

હવા ગુણવત્તા સૂચકાંકના ધોરણો શું છે?

Vivek Radadiya