Abhayam News
Abhayam News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં કોરોના મુદ્દે શું કહ્યું.જુઓ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા છે. લોકોને સંબોધતી વખતે વડાપ્રધાને કહ્યું કે, યાસ વાવાઝોડા દરમિયાન મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો પ્રત્યે હું મારી સંવેદના વ્યક્ત કરૂ છું. લોકો ખૂબ જ મજબૂતાઈથી આ સંકટ સામે લડ્યા હતા. 

આજનો કાર્યક્રમ માસિક રેડિયો પ્રોગ્રામ મન કી બાતનો 77મો એપિસોડ હતો અને મન કી બાત 2.0નો 24મો એપિસોડ હતો. અગાઉ 25 એપ્રિલના રોજ વડાપ્રધાને મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. 

વડાપ્રધાને કોરોના કાળમાં ડૉક્ટર્સ-નર્સ પોતાની ચિંતા મુકીને લોકોની મદદ કરવા આગળ આવ્યા તેનો આનંદ વ્યક્ત કર્યો હતો. સાથે જ ઓક્સિજન ટેન્કરના સપ્લાયમાં મદદરૂપ બનવા બદલ જળ,થળ, વાયુ સેનાની પ્રશંસા કરી હતી. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાને જૌનપુરના દિનેશ ઉપાધ્યાય સાથે વાત કરી હતી જે ઓક્સિજન ટેન્કર ચલાવે છે. 

વડાપ્રધાને પોતાના સંબોધનમાં એનડીએ સરકારના 7 વર્ષ પૂર્ણ થયા તે અંગે પણ ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું કે, લોકોએ પત્ર લખીને તેમને મન કી બાત કાર્યક્રમમાં તેમની સરકારના 7 વર્ષ પૂર્ણ થયા તે અંગે ચર્ચા કરવા કહ્યું હતું. વડાપ્રધાને આ 7 વર્ષમાં તેમની સરકારે જે ઉપલબ્ધિઓ હાંસલ કરી તે દેશની ઉપલબ્ધિઓ છે તેમ જણાવ્યું હતું.'(સોર્સ:-ગુજરાત સમાચાર)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

આ લોકો ઍ કર્યો કોરોનાના દર્દીના જીવનો સોદો:-અમદાવાદ રાજકોટ, સુરત સહિતનાં શહેરમાં રૂ. 100નું ટેટ્રાસાઇકલ ઇન્જેક્શન રેમડેસિવિરના નામે વેચતા સાત ઈસમને ક્રાઇમ બ્રાન્ચે પકડ્યા…

Abhayam

છતીસગઢમાં નક્સલવાદી હુમલો..!!! – આર્મીના ૧૭ જવાનો શહીદ ..!!

Abhayam

ઈસુદાન ગઢવી CM કેજરીવાલની હાજરીમાં AAPમા જોડાયા..

Abhayam

Leave a Comment