Abhayam News
AbhayamNews

જુઓ:-તારાપુર પાસે ટ્રક અને ઇકો અથડાતા આટલાના થયા મોત..

જ્યમાં આણંદ હાઈવે પર વહેલી સવારે એક ઈકો કાર અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે. મળતી માહિતી અનુસાર ઈકો કારમાં સવાર લોકો સુરતથી ભાવનગર તરફ જઈ રહ્યા હતા. અકસ્માતના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા એકત્ર થયા હતા. ઈકો કાર અને ટ્રક વચ્ચે ધડાકાભેર અકસ્માત થયો હતો. જેમના પગલે ટ્રાફિકજામ સર્જાયો હતો. સ્થાનિકોએ ઘટનાની જાણ કરતા 108 પહોંચી હતી સાથે જતારાપુર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સુરતથી ભાવનગર જઇ રહેલી જી.જે.10 વીટી. 0409 નંબરની ઇકો કાર તારાપુરથી 15 કી.મી. દુર ઇન્દ્રણજ ગામ પાસેની દુરાવેટ ફેકટરી પાસે પહોચી ત્યારે સામેથી આવતા ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના બનાવની જાણ થતા તારાપુર ડીવાય.એસ.પી. અને પી.આઇ. સહિત પોલીસ સ્ટાફ ઇન્દ્રણજ દોડી ગયા હતા.

ઇકો કાર અને ટ્રક સામસામે અથડાતા ઇકો કાર અડધો ટ્રકમાં ઘુસી જતા ઇકોમાં બેઠેલા તમામ મુસાફરોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. ઇકો કારમાંથી મૃતદેહ બહાર કાઢવા ક્રેઇનની મદદ લેવી પડી હતી. જીવલેણ અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થઇ ગયો છે. મૃતકોની ઓળખ મેળવવા અને પરિવાર સુરતથી ભાવનગર શા માટે જતા હતા તે અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

તાજેતરમાં જ પાલનપુરના રતનપુર ગામ પાસે લગ્ન પ્રસંગમાં જતી ઇકો કારને નડેલા અકસ્માતમાં એક જ પરિવારની ચાર વ્યક્તિના મોત નીપજ્યા હતા. ઇકો કારમાં મુસાફરી કરવી જોખમી બની હોય તેમ ફરી ગોજારી ઘટના બની એક જ પરિવારની દસ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે.

ગમખ્વાર અકસ્માતના બનાવના પગલે હાઇવે પર એટલો ટ્રાફિક જામ થઇ ગયો હતો કે, 108ને ઘટના સ્થળે પહોચવું મુશ્કેલ બન્યું હતું. અને મૃતદેહોને ઇકોમાંથી બહાર કાઢી તારાપુર હોસ્પિટલ પોસ્ટમોર્ટમ ખસેડયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

આડવાણી અને મુરલી મનોહર જોશીને પ્રાણ પ્રતિષ્ઠામાં ન આવવા વિનંતી કરી

Vivek Radadiya

શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કરી જાહેરાત

Vivek Radadiya

4704 માતાઓ સાચા અર્થમાં મા યશોદા બની..

Abhayam