Abhayam News
AbhayamNews

DA માં વધારા બાદ જાણો કેટલા રુપિયા વધી જશે પગાર:- કર્મચારીઓ માટે મોટી ખુશખબર..

કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટી ખુશખબર છે. 26 જુને થનારી બેઠકમાં ડીએ વધારાની જાહેરાત બાદ કર્મચારીઓના પગારમાં લગભગ રુ. 32400 નો વધારો થઈ જશે.

સરકાર ટૂંક સમયમાં કર્મચારીઓના ખાતામાં આ પૈસા ટ્રાન્સફર કરી દેશે. તમને જણાવી દઈએ કે પગારમાં આ વધારો સાતમા પગાર પંચ પ્રમાણે હશે.

મોંઘવારી ભથ્થાની પ્રતિક્ષા કરી રહેલા કર્મચારીઓ માટે મોટી ખુશખબર


ડીએમાં વધારા બાદ પગારમાં 32400 રુપિયાનો વધારો થઈ જશે


સરકાર ટૂંક સમયમાં કર્મચારીઓના ખાતામાં આ પૈસા ટ્રાન્સફર કરી દેશે

1 જુલાઈ બાદ કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 17 ટકાથી વધીને 28 ટકા થઈ જશે. કર્મચારીઓને સીધું બે વર્ષનું મોંઘવારી ભથ્થું મળશે. કેન્દ્ર સરકાર મોંઘવારી ભથ્થાના 3 હપ્તા જારી કરશે.

તમારા પગારમાં કેટલો વધારો થશે પે-સ્કેલ પ્રમાણે ઓછામાં ઓછી સેલેરી 18000 રુપિયા છે તેમાં 15 ટકા મોંઘવારી ભથ્થું ઉમેરાવાની શક્યતા છે. એટલે કે તમને દર મહિને 2700 રુપિયાનો વધારો મળી શકે અને વર્ષે તમારા પગારમાં 32400 રુપિયાનો વધારો થઈ જશે.

લગભગ 18 મહિના બાદ કર્મચારીઓના ડીએમાં વધારો થશે. ગયા વર્ષે કોરોનાને કારણે કર્મચારીઓના ડીએને અટકાવી દેવાયું હતું. જાન્યુઆરી 2020 માં ડીએમાં 4 ટકાનો વધારો કરાયો હતો. ત્યાર બાદ બીજા છ માસિક સમયગાળામાં એટલે કે જુન 2020 માં 3 ટકાનો વધારો થયો હતો. હવે જાન્યુઆરી 2021 માં 4 ટકાનો વધારો થયો છે એટલે કે કુલ 28 ટકાનો વધારો થશે.

જુન 2021 ના મોંઘવારી ભથ્થાની જાહેરાત કરવામાં આવનાર છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે 4 ટકા સુધી વધી શકે છે. જો આવું થાય તો 1 જુલાઈથી 3 હપ્તામાં ચુકવણી બાદ આગામી છ મહિનામાં 4 ટકાની ચુકવણી થશે જે પછી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધીને 32 ટકા પહોંચી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

જાણો:-ધો.12નું પરિણામ કેવી રીતે તૈયાર થશે..

Abhayam

IIT ગાંધીનગર ખાતે યોજાઈ પહેલી ભારત-ઓસ્ટ્રેલિયા AIESC મીટિંગ

Vivek Radadiya

1 ડિસેમ્બરથી બદલાઈ જશે સિમ કાર્ડ સંબંધિત આ નિયમો

Vivek Radadiya