Abhayam News
AbhayamNews

જુઓ:-સુરત નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં આટલા કોરોના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે..

કોરોનાની રફતાર હવે ધીમી પડી છે. એક સમયે સિવિલમાં એક હજારથી વધુ દર્દીઓ કોરોનાની સારવાર મેળવી રહ્યા હતા. આજે કોરોનાના સંક્રમણમાં ઘટાડો થતા હાલમાં સિવિલ હોસ્પિટલમાં કોરોનાના 114 દર્દીઓ પૈકી 92 પોઝિટિવ દર્દીઓ છે

જ્યારે ત્રણ શંકાસ્પદ અને 19 નેગેટીવ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. વિગતે જોઈએ તો નવ દર્દીઓ ઈન્વેઝીવ વેન્ટીલેટર, 25 વેન્ટીલેટર, 51 ઓકિસજન જ્યારે 29 દર્દીઓ રૂમ એર પર સારવાર મેળવી રહ્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં ત્રણ દર્દીઓ સ્વસ્થ થતા રજા આપવામાં આવી હતી.

જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 123 દર્દીઓ પૈકી 69 પોઝીટીવ, 11 શંકાસ્પદ અને 43 નેગેટીવ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જેમાં 69 પોઝિટિવ દર્દીઓ પૈકી 12 વેન્ટીલેટર, 16 બાયપેપ, 31 ઓકિસજન પર અને અન્ય 10 દર્દીઓ નોર્મલ એર રૂમ પર સારવાર લઈ રહ્યા છે.

સ્મીમેરમાંથી છેલ્લા 24 કલાકમાં 11 દર્દીઓ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

ગીતા રબારીથી લઇને અલ્પા પટેલ સુધી આ પાંચ ગાયિકાઓની નવરાત્રીમાં રમઝટ

Vivek Radadiya

ગુજરાતનોએ ડોન જેનાથી દાઉદ ઈબ્રાહીમ પણ ધ્રુજતો 

Vivek Radadiya

આવતીકાલથી શાળા-કૉલેજમાં નવું શૈક્ષણિક સત્ર થશે શરૂ..

Abhayam