આવતીકાલે ટાટા ટેકનોલોજીસની થશે શેરબજારમાં એન્ટ્રી ટાટા ગૃપની કંપની લગભગ 20 વર્ષ બાદ શેરબજારમાં લિસ્ટેડ થવા જઈ રહી છે. વર્ષ 2004 માં TCSના લિસ્ટિંગ બાદ હવે ટાટા ટેકનોલોજીસના શેર આવતીકાલે એટલે કે 30 નવેમ્બરે લિસ્ટિંગ થશે. બજારના નિષ્ણાતોના મતે તેના શેર 500 રૂપિયાની ઈશ્યૂ પ્રાઈસ કરતા અંદાજે 75 થી 80 ટકાના પ્રીમિયમ પર લિસ્ટ થઈ શકે છે.
ટાટા ગૃપની કંપની લગભગ 20 વર્ષ બાદ શેરબજારમાં લિસ્ટેડ થવા જઈ રહી છે. વર્ષ 2004 માં TCSના લિસ્ટિંગ બાદ હવે ટાટા ટેકનોલોજીસના શેર આવતીકાલે એટલે કે 30 નવેમ્બરે લિસ્ટિંગ થશે. બજારના નિષ્ણાતોના મતે તેના શેર 500 રૂપિયાની ઈશ્યૂ પ્રાઈસ કરતા અંદાજે 75 થી 80 ટકાના પ્રીમિયમ પર લિસ્ટ થઈ શકે છે.
આવતીકાલે ટાટા ટેકનોલોજીસની થશે શેરબજારમાં એન્ટ્રી
ટાટા ટેકનોલોજીસ લિસ્ટિંગના દિવસે 875 થી 900 રૂપિયા પ્રતિ શેરના ભાવે ખુલી શકે છે. મજબૂત પેરેન્ટ કંપની, નાણાકીય કામગીરી, મજબૂત આઈપીઓ સબસ્ક્રિપ્શન આંકડા અને એન્જિનિયરિંગ સર્વિસ ઈન્ડસ્ટ્રીમાં વૃદ્ધિ માટે મજબૂત અવકાશને કારણે નિષ્ણાતો તેના વિશે પોઝિટિવ છે.
જો ગ્રે માર્કેટની વાત કરીએ તો ત્યાથી પણ મજબૂત સંકેત મળી રહ્યા છે. ગ્રે માર્કેટ તરફથી મળેલા સંકેતો અનુસાર ટાટા ટેકનોલોજીસના શેર 80 થી 82 ટકાના પ્રીમિયમ પર શેરબજારમાં લિસ્ટિંગ થઈ શકે છે.
ટાટા ટેકનોલોજીસનો 3,042.51 કરોડ રૂપિયાનો IPO 22-24 નવેમ્બર દરમિયાન સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો હતો. તેને રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો અને IPO 69.43 ગણો સબસ્ક્રાઈબ થયો હતો.
ગ્રે માર્કેટમાં ટાટા ટેકનોલોજીસના ભાવ આજે સવારે પ્રતિ શેર 375 વધારે રહ્યા હતા. તેથી શેરનું લિસ્ટિંગ પ્રતિ શેર 875 રૂપિયા આસપાસ થઈ શકે છે. ગ્રે માર્કેટમાં ટાટા ટેકના IPOનો સૌથી ઓછો ભાવ 240 રૂપિયા અને મહત્તમ 414 રૂપિયા પ્રતિ શેર રહ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે