Abhayam News
AbhayamNewsPolitics

PM મોદી આજે નમો ભારત રેપિડ ટ્રેનનું કરશે ઉદ્ધાટન, મેટ્રો અને મોનો રેલથી કેટલી છે અલગ? જાણો RRTSની ખાસિયતો

PM નરેન્દ્ર મોદી આજે 20 ઓક્ટોબરે ગાઝિયાબાદથી દેશની પ્રથમ રેપિડ રેલ નમો ભારતને લીલી ઝંડી આપશે. જેને લઈને દેશમાં રેલ્વે સુવિધાના નવા યુગનો આરંભ થશે.

  • આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેપિડ ટ્રેન  નમો ભારતનો પ્રારંભ કરાવશે
  • વડાપ્રધાન ગાઝિયાબાદથી ટ્રેનને લીલી ઝંડી આપશે
  • સાહિબાબાદ અને દુહાઈ વચ્ચે 17 કિલોમીટરનું અંતર કાપશે

આજે 20 ઓક્ટોબર શુક્રવારે દેશની પ્રથમ રેપિડ રેલ  નમો ભારતનો પ્રારંભ કરાવશે. વડાપ્રધાન આજે ગાઝિયાબાદથી ટ્રેનને લીલી ઝંડી આપશે. મેટ્રો રેલ સેફ્ટી કમિશનરની મંજૂરી મળ્યા બાદ ઉદ્ઘાટનની તારીખ નક્કી કરવામાં આવી હતી.દિલ્હીથી મેરઠ વચ્ચેના કોરિડોરના પ્રથમ તબક્કામાં આ ટ્રેન સાહિબાબાદ અને દુહાઈ વચ્ચે 17 કિલોમીટરનું અંતર કાપશે. 82 કિલોમીટરના કોરિડોર પર ચાલનાર આ ટ્રેનને આજે શુક્રવારે લીલીઝંડી અપાયા બાદ થોડા જ દિવસોમાં તેમાં સામાન્ય લોકો મુસાફરી કરી શકશે. નામો ભારત ટ્રેન 2025 સુધીમાં દિલ્હીના સરાય કાલે ખાન અને મેરઠના માદીપુરમ સ્ટેશન વચ્ચે પણ દોડે તેવું આયોજન પ્રગતિ હેઠળ છે

હાલની સ્થિતિએ આ રેપિડ ટ્રેન સાહિબાબાદથી સફર ખેડશે. તે ગાઝિયાબાદ, ગુલધર થઈને 15 થી 17 મિનિટમાં દુહાઈ ડેપો પહોંચશે. આ ટ્રેનની સુવિધા વિષે વાત કરવામાં આવે તો મુંબઈમાં ચાલતી મોનોરેલ, દિલ્હી-એનસીઆર મેટ્રો અને નામો ભારત ટ્રેન સુવિધા અને સલામતીને લઈ ખૂબ અલગતા ધરાવે છે. જેની સ્પીડ એ સૌથી મોટો તફાવત છે

આવી સુવીધાથી ભરપુર છે ટ્રેન

બંને મેટ્રોની સરખામણીએ સ્પીડની બાબતમાં રેપિડ ટ્રેન ખૂબ ચડિયાતી છે. રેપિડ રેલ 180 કિલોમીટર પ્રતિ કલાકે દોડવાની તાકાત ધરાવે છે. એટલે કે વાયુવેગે દોડવાની તાકાત ધરાવે છે.આમ પેસેન્જર માત્ર એક કલાકમાં દિલ્હીથી મેરઠ પહોંચી જશે. દિલ્હી-એનસીઆર મેટ્રો 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે. જેની સરખામણીએ રેપિડ રેલને 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. રેપિડ રેલના કોચમાં ફ્રી વાઈફાઈ, મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, સામાન રાખવાની જગ્યા, ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ સહિત ઘણી સુવિધાઓ ઉપલબ્ધ છે. વધુમાં મેટ્રોમાં એન્ટ્રી સ્માર્ટ કાર્ડ્સ, ટોકન્સ, ક્યૂઆર કોડ સાથેના કાગળ અને એપમાંથી જનરેટ થયેલી ટિકિટથી એન્ટ્રી મળે છે. 

વધુમાં મોનોરેલની સરખામણીમાં મેટ્રોને પણ અપગ્રેડ અને સુવિધા સફર ગણવામાં આવે છે. તે એક કલાકમાં 40 હજાર મુસાફરોની ક્ષમતા ધરાવે છે. તેને ચલાવવા માટે મોનો કરતાં વધુ જગ્યાની આવશ્યક છે. જેમાં 9 કોચ હોય છે. તે મોનો કરતા વધુ સ્પીડ સેટ કરી શકે છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

ગીર જંગલના રક્ષકોની દયનીય સ્થિતી…

Abhayam

અમૂલ દૂધમાં લિટરે બે રૂપિયાનો ભાવ વધારો,જાણો ક્યારથી નવી કિંમતો લાગુ થશે..

Abhayam

દુનિયાનું સૌથી વિશાળ અને શક્તિશાળી ટેલિસ્કોપ નાસાએ લોંચ કર્યું…

Abhayam