Abhayam News
AbhayamGujarat

સુખદેવસિંહની હત્યાના વિરોધમાં અમીરગઢ અને ઈકબાલગઢની બજારો સજ્જડ બંધ

Markets of Amirgarh and Iqbalgarh strictly closed in protest against the killing of Sukhdev Singh

સુખદેવસિંહની હત્યાના વિરોધમાં અમીરગઢ અને ઈકબાલગઢની બજારો સજ્જડ બંધ Sukhdev Singh Gogamedi: રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની હત્યાના પડઘા બનાસકાંઠામાં પણ પડ્યા હતા. હત્યાના વિરોધમાં અમીરગઢ અને ઈકબાલગઢની બજારો સજ્જડ બંધ રહી હતી. તો કરણી સેના અને રાજપૂત યુવા સંગઠને ધાનેરા બંધનું પણ એલાન આપ્યું હતુ. સવારથી જ ધાનેરામાં વેપારીઓ સ્વૈચ્છિક દુકાનો બંધ રાખી હતી. કરણી સેના અને રાજપૂત યુવા સંગઠન રેલી કાઢી નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપશે. અમીરગઢ અને ઇકબાલગઢના વેપારીઓએ દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો.

નોંધનીય છે કે ગઇકાલે પણ ગુજરાતમાં સુખદેવસિંહ ગોગામેડીની હત્યા બાદ વિરોધ પ્રદર્શનો થયા હતા. ઉલ્લેખનીય છે કે સુખદેવસિંહ ગોગામેડીની  જયપુરમાં તેમના ઘરમાં ઘૂસીને ગોળી મારીને હત્યા કરી દેવાઇ હતી. ગુજરાતમાં કરણી સેના રોડ પર ઉતરી છે અને વિરોધ પ્રદર્શન કર્યું હતુ.

સુખદેવસિંહની હત્યાના વિરોધમાં અમીરગઢ અને ઈકબાલગઢની બજારો સજ્જડ બંધ

સુરતમાં કરણી સેના આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને હત્યારાઓને કડક સજા થાય તેવી માંગણી કરી છે.  તો બીજી તરફ રાજકોટમાં પણ  રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના પણ આ મામલે લડાયક મૂડમાં છે. રાજકોટના  કરણી સેનાના અધ્યક્ષ આશાબા વાઘેલાએ કહ્યું હતું કે સુખદેવસિંહની જિંદગી ખતરામાં હતી તેઓ જાણતા હતા અને તેમણે પોલીસ પ્રોટેકશન પણ માંગ્યુ હતું પરંતુ પોલીસે પ્રોટેકશન ન આપ્યું, રાજકોટ રાષ્ટ્રીય કરણી સેના હત્યાની ઘટનામાં તાત્કાલિક ન્યાય મળે તેવી માંગણી કરી રહી છે.             

દાંતીવાડાનું પાંથાવાડા પણ ગઇકાલે સજ્જડ બંધ રહ્યું હતું. તમામ વેપારીઓ અને ક્ષત્રિય સમાજના લોકોએ રેલી કાઢી ઘટનાનો  વિરોધ નોંધાવ્યો હતો. બનાસકાંઠાના સમર્થકોએ હત્યારાને  તાત્કાલિક  કડક સજા મળે અને પરિવારના ન્યાય મળે તેવી માંગણી કરી હતી.

જયપુરના માનસરોવરમાં મેટ્રો માસ હોસ્પિટલની સામે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને સંબોધિત કરતી વખતે ગોગામેડીની પત્ની શીલા શેખાવતે ધરણા ખત્મ થયાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે પોલીસે 72 કલાકમાં આરોપીઓની ધરપકડ કરવાનું લેખિત આશ્વાસન આપ્યું છે.

નોંધનીય છે કે ગોગામેડીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સવાઈ માનસિંહ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં બુધવારે રાત્રે મેડિકલ બોર્ડ દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. આજે સુખદેવ સિંહના મૃતદેહને તેમના વતન ગોગામેડી લઈ જવામાં આવશે, જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. પોલીસે હરિયાણામાંથી બે લોકોની ધરપકડ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

જાન્યુઆરીમાં શરૂ થશે ભાજપનું ‘ઓપરેશન લોટસ પાર્ટ 2

Vivek Radadiya

ગૂજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થિનીઓને ગરબા ગાવા પર મૂકાયો પ્રતિબંધ, અપાઇ છાત્રાલયમાંથી કાઢી મૂકવાની ધમકી!, જાણો શું છે સમગ્ર આક્ષેપ

Vivek Radadiya

દરમહિને 56,000 કરોડ ની કમાણી:: ટાટા ગ્રૂપ પણ માર્કેટ કેપ મામલે અદાણીથી પાછળ !

Archita Kakadiya