Abhayam News
AbhayamNews

જુઓ:-શૈક્ષણિક સંસ્થાઓને ફાયર NOC માટે મુખ્યમંત્રીની મોટી જાહેરાત…

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં ફાયર સેફ્ટી અંગે વધુ મહત્વના નિર્ણયો કર્યા છે. રાજ્યમાં ૯ મીટર સુધીની ઉંચાઇ ધરાવતા મકાનોમાં ચાલતી શૈક્ષણિક સંસ્થાઓએ ફાયર સેફટી NOC લેવાનું રહેશે નહી. આવી શૈક્ષણિક સંસ્થાઓ સ્વપ્રમાણિત-સેલ્ફ એટેસ્ટેડ ફાયર NOC કરી શકશે.બી.યુ. પરમીશન ન હોય પરંતુ ફાયર NOCની જોગવાઇઓની સંપૂર્ણ પૂર્તતા થતી હોય તો ફાયર NOC આપવા માટે બી.યુ. પરમીશન ફરજિયાત રહેશે નહીં.

શહેરી વિકાસ સત્તા મંડળ વિસ્તારો માટે ફાયર NOC જે તે મહાનગર પાલિકાના ચીફ ફાયર ઓફિસર આપી શકશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં ફાયર સેફ્ટી NOC અંગે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે.મુખ્યમંત્રીએ કરેલા આ નિર્ણય અનુસાર ૯ મીટરથી ઓછી ઉંચાઇ ધરાવતા હોય અને બેઇઝમેન્ટ ન હોય તેવા મકાનોમાં ચાલતી શૈક્ષણિક સંસ્થાઓએ હવે ફાયર NOC લેવાનું રહેશે નહિ. પરંતુ આવી શૈક્ષણિક સંસ્થાઓ નિર્દિષ્ટ નિયમાનુસારની ફાયર સેફ્ટી વ્યવસ્થાઓ સુનિશ્વિત કરીને સેલ્ફ એટેસ્ટેડ સ્વપ્રમાણિત- રીતે ફાયર NOC જાતે મેળવી શકશે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કરેલા આ નિર્ણય અનુસાર ૯ મીટરથી ઓછી ઉંચાઇ ધરાવતા હોય અને બેઇઝમેન્ટ ન હોય તેવા મકાનોમાં ચાલતી શૈક્ષણિક સંસ્થાઓએ હવે ફાયર NOC લેવાનું રહેશે નહિ. પરંતુ આવી શૈક્ષણિક સંસ્થાઓ નિર્દિષ્ટ નિયમાનુસારની ફાયર સેફ્ટી વ્યવસ્થાઓ સુનિશ્વિત કરીને સેલ્ફ એટેસ્ટેડ સ્વપ્રમાણિત- રીતે ફાયર NOC જાતે મેળવી શકશે

આ ફાયર રિજિયનના ફાયર ઓફિસરોએ આઇ.એ.એસ. કક્ષાના સિનિયર ઓફિસરો જે તે પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવે છે તેમના નિયંત્રણ હેઠળ ફરજો બજાવવાની રહેશે. રૂપાણીએ એવો પણ નિર્ણય કર્યો છે કે, શહેરી વિકાસ સત્તા મંડળોના વિસ્તારોમાં સમાવિષ્ટ વિસ્તારો માટે મહાનગર પાલિકાના ચીફ ફાયર ઓફિસર ફાયર NOC આપવાની કામગીરી કરશે.

આ સ્વપ્રમાણિત- સેલ્ફ એટેસ્ટેડ ફાયર NOC કર્યાની જાણ સંબંધિત નગર, શહેર કે જિલ્લામાં શિક્ષણ વિભાગના અધિકારીને કરવાની રહેશે.રાજ્યમાં ઘણા કિસ્સાઓમાં ફાયર NOCની તમામ જોગવાઇઓ પૂર્ણ થતી હોવા છતાં બી.યુ. પરમીશન ન હોવાને કારણે ફાયર NOC આપવામાં આવતું નથી. મકાનના વપરાશ પ્રમાણપત્ર એટલે કે બી.યુ. ન મળવાના અન્ય કારણો પણ હોઇ શકે છે.


આ બેઠકમાં અન્ય એક એવો નિર્ણય પણ લેવામાં આવ્યો છે કે નગરપાલિકા વિસ્તારોમાં ફાયર NOC આપવાની સત્તા અને અધિકારો અગ્નિશમન નિયામકના સ્થાને સંબંધિત નગરપાલિકાના ફાયર ઓફિસરોને આપવામાં આવશે. આ નિર્ણયને પરિણામે રાજ્યના નગરોમાં ફાયર NOC લોકોને ત્વરાએ મળી શકશે.

આ સંદર્ભમાં રાજ્ય સરકાર દ્વારા નિયામકશ્રી અગ્નિ શમન સેવાઓને સ્પષ્ટતા કરવામાં આવી છે કે ફાયર NOC આપવી એ બી.યુ. પરમીશન પૂર્વેની જરૂરિયાત છે એટલે કે જ્યાં બી.યુ. પરમીશન ન મળી હોય તેવા બિલ્ડિંગો પણ જો ફાયર NOCની જોગવાઇઓની સંપૂર્ણ પૂર્તતા કરતાં હોય તો તેમને ફાયર NOC આપવા માટે બી.યુ. પરમીશનનો બાધ રહેશે નહિ.

મુખ્યમંત્રીના અધ્યક્ષતામાં યોજાયેલી ફાયર સેફટી અંગેની આ સમીક્ષા બેઠકમાં શહેરી વિકાસના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ તેમજ ફાયર અને શહેરી વિકાસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત હતા.

મુખ્યમંત્રી રૂપાણી એ રાજ્યમાં અગ્નિશમન સેવાઓનો વ્યાપ વધે અને નાગરિકોને કામકાજમાં સરળતા મળી રહે તે હેતુસર એક વધુ ફાયર રિજિયનનો ઉમેરો કરવાનો પણ નિર્ણય કર્યો છે.હવે રાજ્યમાં આઠ મહાનગરો ઉપરાંત રિજિયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટિઝ કચેરીના કાર્યક્ષેત્ર મુજબ અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર, રાજકોટ અને ભાવનગર એમ છ ફાયર રિજિયન મળી કુલ ૧૪ ફાયર રિજિયન કાર્યરત થશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

મહેશભાઈ સવાણી ના હસ્તે સૌરાષ્ટ્રમાં કાર્યાલય ની શરૂઆત…

Abhayam

એર ઇન્ડિયાના સર્વર પર સૌથી મોટો સાયબર એટેક:-વર્ષ 2011થી 2021 45 લાખ મુસાફરોના ડેટા હેક થયા..

Abhayam

શું ભારતીય છે chat GPT ના CEO?

Vivek Radadiya

65 comments

Comments are closed.