Abhayam News
AbhayamNews

આ તાંત્રિકે વિધિના બહાને કર્યું યુવતીનું અપહરણ, પછી દુષ્કર્મ આચર્યું …

ઢોંગી ધુતારા સાધુઓ દ્વારા મહિલાઓ કે પછી યુવતીઓ સાથે વિધિ કરવાના બહાને શારીરિક અડપલા અથવા તો દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાના કિસ્સાઓ અવાર નવાર સામે આવે છે. ત્યારે આવો જ એક કિસ્સો જામનગર તાલુકાના એક ગામમાં સામે આવ્યો છે. જેમાં એક તાંત્રિકે તાંત્રિક વિધિના બહાને એક યુવતીનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ કર્યુ હતું. આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં પોલીસ દ્વારા આ તાંત્રિકને અમદાવાદથી પકડી પાડવામાં આવ્યો છે.

જામનગરના નારણપર ગામમાં પરિવારની સાથે રહેતી એક યુવતી એકાએક ગુમ થઇ ગઇ હતી. પરિવારના સભ્યોએ યુવતીની ઘણી શોધખોળ કરી પરંતુ તે મળી ન આવતા અંતે પરિવારના સભ્યોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે યુવતી ગુમ થવા બાબતે ફરિયાદ નોંધીને યુવતીની શોધખોળ શરૂ કરી હતી. ત્યારે પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે આ યુવતીનું અપહરણ એક તાંત્રિકે કર્યું હતું. તેથી પોલીસ દ્વારા આ તાંત્રિકની શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને તાંત્રિકને અમદાવાદથી પકડી લેવામાં આવ્યો હતો. તાંત્રિકની પૂછપરછમાં સામે આવ્યું હતું કે આ તાંત્રિક યુવતીને અપહરણ કરીને જુનાગઢ, રાજસ્થાન અને અમદાવાદ જેવા સ્થળો પર લઇ ગયો હતો અને આ સ્થળો પર વિધિના બહાને યુવતી પર દુષ્કર્મ કર્યું હતું.

પોલીસ દ્વારા તાંત્રિકનીની અટકાયત કર્યા બાદ તેને પોલીસ સ્ટેશનમાં લઈ આવવામાં આવ્યો હતો અને પોલીસ સ્ટેશનમાં તેનો કોરોનાનો ટેસ્ટ કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. તો બીજી તરફ ભોગ બનનાર યુવતીનું મેડિકલ ચેકઅપ પણ કરાવવામાં આવી રહ્યું છે. પોલીસની તપાસમાં સામે આવ્યુ હતું કે આરોપીનું નામ જીતેન્દ્ર સિંહ પરમાર છે અને તેની ઉંમર 42 વર્ષની છે અને તે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાનો રહેવાસી છે. આરોપી યુવતીની વાડીમાં તેની સાથે કામ કરતો હતો અને તેને યુવતીને 6 મહિના પહેલા યુવતીને પિતૃ નડતર હોવાનું કહીને તાંત્રિક વિધિ કરવી પડશે તેવું જણાવ્યું હતું અને તાંત્રિક વિધિના બહાને જીતેન્દ્ર સિંહ પરમાર અવાર નવાર યુવતી સાથે દુષ્કર્મ આચરતો હતો.

પોલીસની તપાસમાં એવું પણ સામે આવ્યુ હતું કે આ તાંત્રિક યુવતી સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેને મારી નાખવાની ધમકી આપી હતી. આ ધમકી આપ્યા બાદ યુવતીને ઉઠાવીને પોતાની સાથે લઈ ગયો હતો. જૂનાગઢ, અમદાવાદ અને રાજસ્થાનમાં તે અલગ અલગ જગ્યા ઉપર મકાન રાખી યુવતીની સાથે રહેતો હતો અને તેની સાથે દુષ્કર્મ કરતો હતો. પોલીસે તાંત્રિકની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

વરાછામાં નવા શૈક્ષણિક સત્રથી સરકારી વિજ્ઞાન કૉલેજ શરૃ કરવા લીલીઝંડી…

Abhayam

વડોદરા:-આ રીતે PIની પત્ની સ્વિટી પટેલની હત્યાનો કેસ ક્રાઇમ બ્રાંચે ઉકેલ્યો, જાણો સમગ્ર ઘટના..

Abhayam

દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની સંભાવના

Vivek Radadiya

1 comment

Comments are closed.