વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીમ ઈન્ડિયાની હાર પર પ્રતિક્રિયા આપી આજે અમદાવાદમાં ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચ યોજાઈ હતી. જેમાં ઓસ્ટ્રેલિયાની ટીમે બાજી મારી છઠ્ઠી વખત જીત હાંસલ કરી લીધી છે. ટીમ ઈન્ડિયા ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ટાઈટલ મેચ જીતી શકી નથી. ત્યારે પીએમ મોદી પણ આ મેચમાં સહભાગી થયા હતા. બાદમાં હવે તેઓએ મેચનક પરિણામો પર પ્રતિક્રિયા આપી છે.
વર્લ્ડ કપ જીતવાનું ભારતનું સપનું બીજી વાર તૂટ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રવિવારે 19 નવેમ્બર અમદાવાદમાં ICC ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાની હાર પર પ્રતિક્રિયા આપતા ટ્વીટર હેન્ડલ પર લખ્યું હતું કે “પ્રિય ટીમ ઈન્ડિયા, વર્લ્ડ કપ દરમિયાન તમારી પ્રતિભા અને દૃઢ નિશ્ચય ઉડીને આંખે વળગે તેવો હતો. તમે ખૂબ જ ભાવના સાથે રમ્યા અને દેશને ગૌરવ અપાવ્યું છે. જેની ખુશી છે અને અમે આજે પણ તમારી સાથે ઉભા છીએ.પીએમ મોદીએ વર્લ્ડ કપ જીતનાર ઓસ્ટ્રેલિયન ટીમને લઈને પણ એક પોસ્ટ કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીમ ઈન્ડિયાની હાર પર પ્રતિક્રિયા આપી

વડાપ્રધાન મોદીએ ઓસ્ટ્રેલિયન ટીમને અભિનંદન પાઠવતા લખ્યું કે “વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાની શાનદાર જીત બદલ અભિનંદન! સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન તેનું પ્રદર્શન પ્રશંસનીય હતું, વધુમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ ટીમ ઓસ્ટ્રેલિયાને અભિનંદન પાઠવ્યા છે. તેણે કહ્યું કે ભારત સારું રમ્યું અને દિલ જીત્યું. તેમણે ટીમ ઇન્ડિયાના વખાણ કરી આજે પણ તેમની સાથે ઉભા હોવાનું જણાવ્યું હતું. તેંજ રીતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટીમ ઈન્ડિયાની હાર પર કહ્યું કે તમે આખી ટૂર્નામેન્ટમાં સારું પ્રદર્શન કર્યું છે. જે કાબીલેદાદ છે.
ઓસ્ટ્રેલિયાએ ભારત પાસેથી વર્લ્ડ કપ આંચકી લીધો
વનડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા અજેય બન્યું છે. વધુ એક વાર ઓસ્ટ્રેલિયાએ ભારત પાસેથી વર્લ્ડ કપ આંચકી લીધો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી વર્લ્ડ કપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ છ વિકેટથી ભારતને હરાવીને છઠ્ઠી વાર વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યું છે. વર્લ્ડ કપની ફાઈનલમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે બીજી વાર હાર્યું છે. આ પહેલા 2003ની સાલમાં પણ ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપની ફાઈનલમાં ભારતને હરાવ્યું હતું. પહેલા બેટિંગ કરીને ભારતે 50 ઓવરમાં 240 રન કર્યાં હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 4 વિકેટ ગુમાવીને ટાર્ગેટ પૂરો કરી લઈને ભારત પાસેથી વર્લ્ડ કપ આંચકી લીધો હતો.

ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વાર વર્લ્ડ ચેમ્પિયન
ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વાર વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યું છે. આ પહેલા 2003ના વર્લ્ડ કપની ફાઈનલમાં પણ ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયા સામે બીજી વાર પણ વર્લ્ડ કપ ન મળતાં 140 કરોડ ભારતીયોનું સપનું તૂટ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે……