Abhayam News
AbhayamSports

ટીમ ઈન્ડિયાને 16.65 કરોડ રૂપિયાની આવક થઈ 

Team India earned Rs 16.65 crore

ટીમ ઈન્ડિયાને 16.65 કરોડ રૂપિયાની આવક થઈ  વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદમાં ઓસ્ટ્રેલિયાએ છઠ્ઠી વખત ક્રિકેટ વર્લ્ડ કપનો તાજ પોતાને નામ કરી લીધો છે. ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટીમ ઇન્ડિયાને છ વિકેટે હરાવી વર્લ્ડ કપનો ખિતાબ જીતી લીધો છે. જેને લઈને વિજેતા ટીમ ઓસ્ટ્રેલિયા પર પૈસાનો વરસાદ થઈ રહ્યો છે.ટીમ ઓસ્ટ્રેલિયાને ઈનામી રકમ તરીકે 4 મિલિયન ડોલર મળ્યા છે.

ટીમ ઈન્ડિયાને 16.65 કરોડ રૂપિયાની આવક થઈ 

આજે 19 નવેમ્બર રવિવારના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ રમાઈ હતી. જેમાં આ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 241 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને કંગારું ટીમે 43 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. ખાસ વાત એ  છે કે ઓસ્ટ્રેલિયાની ટીમ 50 ઓવરની ક્રિકેટમાં છઠ્ઠી વખત ચેમ્પિયન બની છે. આવકની વાત કરીએ તો વિજેતા ટીમ ઓસ્ટ્રેલિયાને ઈનામી રકમ તરીકે લગભગ 33.33 કરોડ રૂપિયા મળ્યા છે. જ્યારે રનર અપ ટીમ ઈન્ડિયાને પણ 20 લાખ ડૉલર એટલે કે આશરે 16.65 કરોડ રૂપિયા ની આવક થઈ છે.. આ સિવાય આ બંને ટીમોને લીગ તબક્કામાં સુબ્રતાની મેચ રમવા માટે પણ પૈસા મળ્યા હતા.

ICC દ્વારા ક્રિકેટ વર્લ્ડ પહેલા જ ઈનામી રકમની જાહેરાત કરી દીધી હતી. વર્લ્ડ કપ માટે આશરે રૂ. 83.29 કરોડની ઈનામી રકમ નક્કી કરવામાં આવી હતી, જે 10 ટીમોના પ્રદર્શન મુજબ વહેંચાવની હતી. આ મુજબ, ક્રિકેટ વર્લ્ડ કપ જીતનાર ટીમને 4 મિલિયન ડોલર મળવાના હતા, જ્યારે રનર્સ અપ ટીમને 2 મિલિયન ડોલર મળવાના હતા. સેમીફાઈનલમાં હારેલી બે ટીમોને 8 લાખ ડોલર આપવાની જોગવાઈ હતી. જ્યારે ગ્રુપ સ્ટેજમાં દરેક જીત માટે 33.31 લાખ રૂપિયાની ઈનામી રકમ નક્કી કરવામાં આવી હતી. એટલે કે આ વર્લ્ડ કપમાં ભારતને કુલ 24 લાખ ડોલર (લગભગ 20 કરોડ રૂપિયા)ની ઈનામી રકમ મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે……

Related posts

કિસાન આંદોલન ફરી ઊંચકાયું, હજારો ખેડૂત બેરિકેડ્સ તોડીને અંદર ઘૂસી ગયા..

Abhayam

ખાડી ઊંડી કરવા હવે ફરી કરોડો ખર્ચાશે,પંપ મુક્યાના 12 કલાકે પણ નિકાલ નહિ.

Abhayam

મોરબીના ગેરકાયદે ટોલનાકા મુદ્દે પાટીદાર સમાજની બેઠક

Vivek Radadiya