Abhayam News
AbhayamSports

હાર બાદ કોચ રાહુલ દ્રવીડે આપ્યુ આ નિવેદન

હાર બાદ કોચ રાહુલ દ્રવીડે આપ્યુ આ નિવેદન આઈસીસી વર્લ્ડ કપ 2023 જીતવાનું ભારતનું સપનું રોળાયું છે. ફાઈનલમાં હાર બાદ રાહુલ દ્રવિડે કહ્યુ અમે 30થી 40 રન ઓછા કરી શક્યા. આ પીચ પર 280થી 290 થયા હોત તો પરિણામ કંઈક અલગ હોત. રાહુલે સ્વીકાર્યુ કે ટીમ ઈન્ડિયા 30-40 રન ઓછા કરી શકી.

અમદાવાદ: ભારતનું ત્રીજી વાર વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનુ ફરી એકવાર રોળાયુ છે. ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાને ઘરઆંગણે 6 વિકેટથી કરારી હાર આપી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી વન ડે વર્લ્ડ કપ 2023માં ફાઈનલમાં કાંગારૂ ટીમે ટીમ ઈન્ડિયાને 240 રનમાં જ ઓલઆઉટ કરી દીધી અને ફરી ટ્રેવિસ હેડની સદીના દમ પર ઓસ્ટ્રેલિયાએ 43 ઓવરમાં જ ટાર્ગેટ પુરો કરી લીધો. આ હાર બાદ ટીમ ઈન્ડિયાના વર્તમાન કોચ રાહુલ દ્રવીડનું ફરી એકવાર વર્લ્ડ ચેમ્પિયન બનવાનુ સપનું અધુરુ રહી ગયુ છે.

હાર બાદ કોચ રાહુલ દ્રવીડે આપ્યુ આ નિવેદન

ફાઈનલમાં હાર બાદ રાહુલ દ્રવીડે તેની પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યુ કે ટીમ ઈન્ડિયા આ પીચ પર 280 થી 290 રન કરતી તો સારુ રહ્યુ હોત. તેમણે સ્વીકાર્યુ કે પ્રથમ બેટિંગ કરતા અમે 30-40 રન ઓછા કરી શક્યા. વર્લ્ડ કપ પૂર્વેની આગલી સાંજે પણ પીચને લઈને ઘણી ચર્ચા થઈ હતી. ત્યારે પીચ અંગે પણ રાહુલ દ્વવીડે જણાવ્યુ કે ઝાકળની પીચ પર કોઈ ખાસ અસર રહી નથી. વધુમા કોચ દ્રવીડે ઉમેર્યુ કે જેમ વિકેટ પડે તેમ સ્ટ્રેટેજી બદલવી પડતી હોય છે. અમે શરૂઆત ફાસ્ટ કરી હતી અને 10 ઓવરમાં 80થી વધુ રન કર્યા હતા. ફ્રન્ટ ફુટ ક્રિકેટ શરૂ કરો પરંતુ ત્યારબાદ સ્થિતિ પ્રમાણે રણનીતિ બદલવી જોઈએ. જ્યારે જ્યારે અમે વિચાર્યુ છે કે એટેકિંગ રમીએ ત્યારે વિકેટ પડી. આવી સ્થિતિમાં ડ્રેસિંગની રૂમમાં ખેલાડીઓ નિરાશ થઈ જતા હોય છે. પરંતુ આ સ્પોર્ટ્સ છે જેમા હાર જીત થતી જ હોય છે.

આપને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાના ખેલાડી તરીકે રાહુલ દ્રવીડ પાસે 2003 વન ડે વર્લ્ડ કપ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવી ચેમ્પિયન બનવાની તક હતી, પરંતુ ટીમ ઈન્ડિયાને કાંગારુઓને 125 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. એ મેચમાં દ્રવિડ માત્ર 47 રન બનાવી આઉટ થયા હતા.

દ્રવીડનો કોચ તરીકેનો કાર્યકાળ પૂર્ણ થશે ?

દ્રવિડ 2021માં ટીમ ઈન્ડિયાના કોચ બન્યા હતા. જો કે આ હાર બાદ શું રાહુલ દ્રવીડના ટીમ ઈન્ડિયાના કોચ તરીકેનો કાર્યકાળ પણ પૂર્ણ થશે ? તેને લઈને પણ સવાલ થઈ રહ્યા છે. રાહુલ દ્રવિડનો ભારતીય ટીમ સાથેનો કરાર વર્લ્ડ કપ 2023ની ફાઈનલ સાથે સમાપ્ત થયો છે. રાહુલના કોચિંગ હેઠળ ભારતીય ટીમે ફાઈનલ સુધી પહોંચીય 20 વર્ષ બાદ રાહુલ પાસે વર્લ્ડ કપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે મળેલી હારનો બદલો લેવાની તક હતી પરંતુ રવિવારે ઓસ્ટ્રેલિયા ફરી એકવાર ચેમ્પિયનની જેમ રમ્યું. પરંતુ હવે તેણે પોતે જ જવાબ આપ્યો કે ટીમ ઈન્ડિયા સાથે દ્રવિડનું ભવિષ્ય શું હશે.

ધ વોલના નામથી જાણીતા દ્રવીડ પાસે 20 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયા સામે બદલો લેવાનો મોકો હતો. ભારતીય ટીમ સતત 10 મેચ જીતી ફાઈનલમાં પહોંચી જ્યારે ઓસ્ટ્રેલિયાની સતત 8 મેચ જીતી મહામુકાબલામાં પ્રવેશ કર્યો અને ટીમ ઈન્ડિયાને કરારી માત આપી.

જુન ટી-20 ના વર્લ્ડ કપ સુધી દ્રવીડ કોચ તરીકે બની રહેશે ?

ભારતીય ટીમને આવતા વર્ષે જૂનમાં ટી20 વર્લ્ડ કપ રમવાનો છે અને જ્યારે દ્રવિડને પૂછવામાં આવ્યું કે શું તે આ ટૂર્નામેન્ટ સુધી ટીમ ઈન્ડિયાના કોચ બની રહેશે.જેના જવાબમાં દ્રવીડે કહ્યું, ‘મેં હજુ તેના વિશે વિચાર્યું નથી. મારું સંપૂર્ણ ધ્યાન આ ટૂર્નામેન્ટ પર જ હતું. તેમણે કહ્યુ સાચુ કહુ તો મેચ પુરી થયા પછી તરત જ અહીં આવ્યો હતો, મે આ વિશે વધારે વિચાર્યુ નથી, જ્યારે મને થોડો સમય મળશે ત્યારે હું તેના વિશે વિચારીશ, હું માત્ર વર્લ્ડ કપ પર ધ્યાન આપીશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે……

Related posts

આ તાંત્રિકે વિધિના બહાને કર્યું યુવતીનું અપહરણ, પછી દુષ્કર્મ આચર્યું …

Abhayam

VNSGU ની PG અને UG ની ઓફલાઇન પરીક્ષાઓ જાણો ક્યારે યોજાશે ?

Abhayam

ભારતે ફરી ચીનને આપ્યો જડબાતોડ જવાબ

Vivek Radadiya