Abhayam News
AbhayamNews

કોવિશીલ્ડ લેનારને યુરોપમાં નો એન્ટ્રી..

વેક્સિન પાસપોર્ટ’માં કોવિશીલ્ડને માન્યતા ન અપાઈ.

 ફાઇઝર, મોડર્ના, એસ્ટ્રાજેનેકા અને જોહન્સન એન્ડ જોહન્સનને જ મંજૂરી મળી.

આદર પૂનાવાલાએ કહ્યું- ભારતમાં મોટી સંખ્યામાં લોકોએ કોવિશીલ્ડ લીધી છે, ટૂંક સમયમાં સમસ્યાનો ઉકેલ લાવીશું

કોરોનાને ટક્કર આપવા ભારતમાં દુનિયાનું સૌથી મોટું વેક્સિનેશન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત દેશના મોટા ભાગના લોકો સીરમ ઈન્સિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)ની કોવિશીલ્ડ વેક્સિન લઈ રહ્યા છે. જોકે હજી કોવિશીલ્ડને ઘણા દેશો દ્વારા મંજૂરી આપવામાં આવી નથી. આ વિશે જ એક મહત્ત્વના સમાચાર આજે સામે આવ્યા છે કે કોવિશીલ્ડ વેક્સિન લેનારી વ્યક્તિ યુરોપીય સંઘ (EU)ના ગ્રીન પાસ અથવા વેક્સિન પાસપોર્ટ માટે યોગ્ય નથી. નોંધનીય છે કે વેક્સિન પાસપોર્ટ માટે 1 જુલાઈથી વેક્સિનેશન સર્ટિફિકેટનો ઉપયોગ થવાનો છે.

હકીકતમાં EUના ઘણા સભ્ય દેશોએ ડિજિટલ વેક્સિન પાસપોર્ટ આપવાનું શરૂ કરી દીધું છે, જે યુરોપિયન લોકોને યાત્રા માટે સ્વતંત્ર રીતે આવવા-જવાની મંજૂરી આપે છે. મુસાફરી કરનારી વ્યક્તિ માટે વેક્સિન પાસપોર્ટ એ વાતનો પુરાવો છે કે તે વ્યક્તિએ વેક્સિન લઈ લીધી છે. જોકે આ પહેલાં EUએ કહ્યું હતું કે સભ્ય દેશોએ એ વાતની ચિંતા કર્યા વગર વેક્સિન પાસપોર્ટ આપવો જોઈએ કે તેણે કઈ વેક્સિન લીધી છેયુરોપીય સંઘ તે લોકો માટે ‘જોઈન્ટ ડિજિટલ સર્ટિફિકેટ’ પર કામ કરે છે જેમને કોરોનાની વેક્સિન આપી દેવામાં આવી છે અથવા જેમણે હમણાં જ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો છે અથવા તેઓ કોરોના સંક્રમણથી સાજા થયા છે. આવા લોકોને યુરોપીય સંઘ તરફથી ફ્રી સર્ટિફિકેટ આપવામાં આવી રહ્યું છે, જેમાં સુરક્ષા સુવિધાઓની સાથે એક ક્યુઆર કોડ પણ હશે. આ સર્ટિફિકેટ હોવાથી લોકોને યુરોપીય દેશોમાં યાત્રા કરવા દરમિયાન ક્વોરન્ટીન અથવા વધારાના કોરોના ટેસ્ટિંગમાંથી પસાર નહીં થવું પડે.
ઘણા યુરોપીય સંઘના દેશોએ પહેલેથી જ આ સિસ્ટમનો ઉપયોગ કરવાની શરૂઆત કરી દીધી છે, જેમાં સ્પેન, જર્મની, ગ્રીસ અને પોલેન્ડ સામેલ છે. અન્ય દેશો તરફથી 1 જુલાઈથી તેનો ઉપયોગ કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. જોકે હજી એ સ્પષ્ટ નથી કે આ સર્ટિફિકેટ અથવા વેક્સિન પાસપોર્ટની ભારતીય યાત્રીઓ પર કેટલી અસર થશે, કારણ કે આ પાસપોર્ટ ખાસ કરીને યુરોપીય સંઘના નાગરિક માટે છે, પરંતુ અન્ય દેશના લોકો પણ આ સર્ટિફિકેટ લઈ શકે છે..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

MRI મશીનમાં મેટલને મંજૂરી નથી આપતા

Vivek Radadiya

એન્જેલો મેથ્યુસ ‘ટાઈમ આઉટ’

Vivek Radadiya

રાજસ્થાનના CM કરતાં અમીર છે ડેપ્યુટી CM દિયા કુમારી, જાણો કેટલી છે સંપત્તિ

Vivek Radadiya