Abhayam News
AbhayamNews

આજથી ધોરણ 9થી 11ની ઓફલાઇન સ્કૂલો શરૂ થઈ.

  • બધા વિદ્યાર્થીઓ એકસાથે ભેગા ના થાય એ માટે સ્કૂલમાં બે અલગ અલગ રિસેસ રાખવામાં આવી
  • આજે 95 ટકા વિદ્યાર્થીઓના સંમતિપત્રક મેળવવામાં આવ્યા
  • 50 ટકા કેપેસિટીને કારણે વિદ્યાર્થીઓને ઓડ-ઇવન પદ્ધતિથી ભણવું પડશે.

રાજ્યમાં ધોરણ 12 બાદ હવે આજથી ધોરણ 9થી 11ની ઓફલાઈન સ્કૂલ શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ પાસેથી સંમતિપત્ર મેળવીને સ્કૂલે બોલાવવામાં આવ્યા છે. પ્રથમ દિવસ હોવા છતાં ઉત્સાહભેર વિદ્યાર્થીઓ સ્કૂલે પહોંચ્યા છે. કોરોનાને કારણે વિદ્યાર્થીઓનું સેનિટાઈઝર અને થર્મલગનથી ટેમ્પરેચર માપીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. 50 ટકા કેપેસિટીને કારણે આજથી વિદ્યાર્થીઓને ઓડ-ઈવન પદ્ધતિથી ભણવું પડશે.

સ્કૂલમાં સોશિયલ ડિસ્ટન્સ અને અન્ય નિયમોનું પણ પાલન કરાવવામાં આવ્યું છે. સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે 2 અલગ અલગ રિસેસ રાખવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં એકસાથે ભેગા ના થાય. આજે પ્રથમ દિવસ હોવા છતાં રાબેતા મુજબ સ્કૂલ ચાલુ જ રહેશે.

અમદાવાદ શહેરમાં રાણીપમાં આવેલી ગીતા સ્કૂલમાં વિદ્યાર્થીઓ ઉત્સાહ સાથે પહોંચ્યા છે. લાંબા સમય બાદ સ્કૂલ શરૂ થતી હોવાને કારણે વિદ્યાર્થીઓ મિત્રોને મળ્યા છે. વિદ્યાર્થીઓને તેમના મિત્રોને મળવાની ખુશી સૌથી વધુ છે. બીજી બાજુ, લાંબા સમયબાદ વર્ગ ખંડમાં વિદ્યાર્થીઓને રૂબરૂ ભણાવવા મળતાં શિક્ષકો પણ આનંદમાં છે.

ધોરણ 9થી 11ના વર્ગ શરૂ કરવામાં આવ્યા છે. આજથી સ્કૂલ શરૂ થઈ છે ત્યારે અભ્યાસમાં કઈ મુશ્કેલી ન થાય એ માટે વિદ્યાર્થીઓ માટે ઓડ-ઈવન સિસ્ટમ રાખી છે, જેમાં 10 અને 12ના તમામ વિદ્યાર્થીઓને અલગ અલગ વર્ગમાં સોમ, બુધ, શુક્ર તથા 9 અને 11ના વર્ગ મંગળ, ગુરુ અને શનિ ચાલુ રહેશે. પ્રથમ દિવસ હોવા છતાં 95 ટકા વિદ્યાર્થીઓના સંમતિપત્ર મેળવવામાં આવ્યા છે. આજે પણ વિદ્યાર્થીઓને સેનિટાઈઝર તથા થર્મલગનથી સ્ક્રીનિંગ કરીને પ્રવેશ આપવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

એક ડિસેમ્બરે ડિલિટ કરશે આ Gmail એકાઉન્ટ

Vivek Radadiya

ગુજરાત સરકારે ગાંધીનગરની ગિફ્ટી સિટીમાં દારુ પીવાની છૂટ આપી

Vivek Radadiya

ગેસ સિલિન્ડર લીક થાય તો ગભરાશો નહીં

Vivek Radadiya