Abhayam News
AbhayamNews

વિશ્વ માં સર્જાઈ રહ્યો છે કોરોના ની ત્રીજી લહેર નો ડર દરરોજ વધી રહ્યા છે કેસ…

  • ડેલ્ટા વેરિએન્ટે ફરી કહેર મચાવ્યો.
  • બ્રાઝિલમાં 1324 અને રશિયામાં 799 લોકોના મોત, અમેરિકામાં વધ્યા કેસ.
  • અમેરિકામાં વધી રહ્યાં છે કેસ
  • ઘણા રાજ્યોમાં નવા કેસમાં વધારો.
  • ટોક્યોમાં મળ્યા 1128 નવા કેસ.
  • બ્રાઝિલમાં 1324 લોકોના મોત.
  • રશિયામાં 799 લોકોના મોત, બાંગ્લાદેશમાં પ્રતિબંધો.

દુનિયાના ઘણા દેશોમાં કોરોનાના કેસ ફરી વધવા લાગ્યા છે. સમાચાર એજન્સી આઈએએનએસના રિપોર્ટ પ્રમામે દુનિયાભરમાં સંક્રમિતોનો આંકડો વધીને 19.31 કરોડ થઈ ગયો છે. જ્યારે મહામારીથી 41.43 લાખથી વધુ લોકોના મોત થઈ ચુક્યા છે. રશિયા અને બ્રાઝિલમાં કોરોનાથી થનારા મૃત્યુની સંખ્યા ઘટી રહી નથી, જ્યારે અમેરિકામાં દૈનિક કેસની ગતિ વધવા લાગી છે. તો બાંગ્લાદેશમાં સંક્રમણ અટકાવવા માટે અત્યાર સુધીના સૌથી ગંભીર રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. 

સમાચાર એજન્સી રોયટર અનુસાર જાપાનની રાજધાની ટોક્યોમાં છેલ્લા 24 કલાક દરમિયાન સંક્રમણના 1128 નવા કેસ સામે આવ્યા છે. ઓલિમ્પિક ગેમ્સની યજમાની કરી રહેલા શહેરમાં ગુરૂવારે 1979 કેસ મળ્યા હતા. જાન્યુઆરી બાદ આટલી મોટી સંખ્યામાં કેસ સામે આવ્યા છે. ટોક્યોમાં શુક્રવારે ઓલિમ્પિકનું ઉદ્ઘાટન થયું છે. 

બ્રાઝિલમાં કોરોનાના કેસમાં મોટો વધારો જોવા મળ્યો છે. સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે બ્રાઝિલમાં છેલ્લા 24 કલાકની અંદર કોરોનાના 108,732 નવા કેસ સામે આવ્યા છે, જેથી સંક્રમિતોનો આંકડો વધી 19,632,443 થઈ ગયો છે.

બ્રાઝિલમાં છેલ્લા 24 કલાકમાં 1324 લોકોના મોત થયા છે, ત્યારબાદ મહામારીને કારણે મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 548,340 થઈ ગઈ છે. પરંતુ અહીં અત્યાર સુધી 1.8 કરોડથી વધુ લોકો સાજા થઈ ચુક્યા છે. 

રશિયામાં પણ કોરોનાને કારણે મૃત્યુ આંક ઘટી રહ્યો નથી. રશિયામાં શનિવારે 23947 નવા કેસ સામે આવ્યા જ્યારે 799 લોકોના મૃત્યુ થયા છે. અધિકારીઓનું કહેવું છે કે રશિયામાં ડેલ્ટા વેરિએન્ટને કારણે કેસ વધી રહ્યાં છે. તો બાંગ્લાદેશમાં કોરોના સંક્રમણ અટકાવવા અત્યાર સુધીના સૌથી ગંભીર રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ લૉકડાઉન 5 ઓગસ્ટ સુધી જારી રહેશે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

કોરોનાના કારણે એક જ શહેરમાં મેચ કરાવી શકે છે BCCI, ટૂંક સમયમાં થઈ શકે છે જાહેરાત..

Abhayam

બજેટમાં આ બે મહત્ત્વપૂર્ણ જાહેરાત થઈ શકે છે

Vivek Radadiya

ઑફલાઇન શિક્ષણ બંધ થતાં બાળકો વાંચવાની ટેવ ભૂલે નહીં તે માટે સ્કૂલ પ્રિન્સિપાલનું અનોખું અભિયાન..

Abhayam