Abhayam News
AbhayamTechnology

એક ડિસેમ્બરે ડિલિટ કરશે આ Gmail એકાઉન્ટ

This Gmail account will be deleted on December 1

એક ડિસેમ્બરે ડિલિટ કરશે આ Gmail એકાઉન્ટ Gmail: ગૂગલ 1 ડિસેમ્બરે એક મોટું પગલું ભરવા જઈ રહ્યું છે. વાસ્તવમાં ગૂગલ ડિસેમ્બરથી ઇનએક્ટિવ રહેલા Gmail એકાઉન્ટને હંમેશા માટે ડિલીટ કરવા જઈ રહ્યું છે. જો તમારું પણ કોઇ એકાઉન્ટ ઇનએક્ટિવ છે અને તમારો ડેટા તેમાં છે તો તમારે તેનો ઝડપથી બેકઅપ લેવો જોઈએ. જો તમે તમારા ઇનએક્ટિવ એકાઉન્ટનો બેકઅપ નહીં લો તો એક ડિસેમ્બરે આ એકાઉન્ટ સાથે તમારો ડેટા ડિલિટ કરી દેવામાં આવશે. ચાલો જાણીએ કે Google આવા ઇનએક્ટિવ એકાઉન્ટને કેમ ડિલિટ કરવા જઇ રહ્યું છે.                 

This Gmail account will be deleted on December 1

આ Gmail એકાઉન્ટ્સ થશે ડિલિટ

ગૂગલ 1 ડિસેમ્બરના રોજ એવા યુઝર્સના એકાઉન્ટ ડિલીટ કરવા જઈ રહ્યું છે જેમણે છેલ્લા 2 વર્ષથી જીમેલ એકાઉન્ટનો ઉપયોગ નથી કર્યો. જો તમે બે વર્ષથી કોઈ મેઈલ મોકલ્યો નથી કે મેળવ્યો નથી અથવા તમારા એકાઉન્ટમાં લોગ ઈન નથી કર્યું તો સમજી લો કે તમારું જીમેલ એકાઉન્ટ 1 ડિસેમ્બરે ડિલીટ થઈ જશે.         

જો તમે તેનો ઉપયોગ કરો છો તો તે ડિલિટ કરાશે નહી 

તમારા Google એકાઉન્ટને ડિલિટ થતુ રોકવા માટે તમારે તેનો નિયમિત ઉપયોગ કરવો જોઈએ. જો તમે તમારા Google એકાઉન્ટમાં ઇમેઇલ મોકલો છો, ફોટા અથવા ડ્રાઇવ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો છો અથવા કોઈપણ Google સેવાનો ઉપયોગ કરો છો તો તમારું એકાઉન્ટ લૉક કરવામાં આવશે નહીં.                  

કોના એકાઉન્ટ ડિલીટ નહીં થાય?

Google ની નવી નીતિમાં કેટલાક વિશિષ્ટ પ્રકારના એકાઉન્ટ્સ સામેલ કરવામાં આવ્યા નથી. આમાં શાળા અથવા વ્યવસાયિક વિશ્વના Google અને Gmail એકાઉન્ટનો સમાવેશ થાય છે. તેમાં Gmail, Drive, Docs, Meet, Calendar અને Photos સામેલ છે. કંપનીનું કહેવું છે કે યુટ્યુબર અને બ્લોગર્સને આ યાદીમાંથી બહાર રાખવામાં આવ્યા છે.

બચવા માટે શું કરશો

જો તમે તમારું જીમેલ એકાઉન્ટ ડિલીટ કરવા માંગતા નથી તો તરત જ તેમાં લોગિન કરો અને મેઈલ કરવાનું શરૂ કરો. તમારા એકાઉન્ટનો પાસવર્ડ પણ એકવાર બદલો. જો તમે તમારું એકાઉન્ટ એક્ટિવ રાખવા નથી માંગતા તો તમારે તેમાં રહેલા ડેટાનો બેકઅપ લેવો જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

પેટ્રોલ-ડીઝલ થઈ જશે સસ્તું ! સરકાર કરી રહી છે તૈયારી

Vivek Radadiya

કોરોના કેસમાં વધારો આરોગ્ય વિભાગ સતર્ક 

Vivek Radadiya

સુરતમાં 19.8 ડિગ્રી, નલિયામાં 15.4, અમરેલીમાં 19.8 ડિગ્રી

Vivek Radadiya