Abhayam News
AbhayamGujarat

ગેસ સિલિન્ડર લીક થાય તો ગભરાશો નહીં

ગેસ સિલિન્ડર લીક થાય તો ગભરાશો નહીં એક સમય હતો જ્યારે લોકો લાકડાની મદદથી રસોઈ બનાવતા હતા, પરતું આજે સમય બદલાઈ ગયો છે. આજે લોકો રસોઈ બનાવવા માટે ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરે છે. ઘણી વાર ગેસ સિલિન્ડર લીક થવાની સમસ્યા સામે આવે છે. આ સમયએ યોગ્ય ધ્યાન ન દેવામાં આવે તો મોટી દુર્ઘટના થઈ શકે છે.

Don't panic if the gas cylinder leaks

ગેસ સિલિન્ડર લીક થાય તો ગભરાશો નહીં

ગેસ સિલિન્ડર લીક હોય ત્યારે આ ઉપાય કરો ધ્યાન રાખો કે તમને થોડી પણ દુર્ગંધ આવે તો સમજી જવું કે ગેસ સિલિન્ડર લીક થઈ રહ્યું છે. આ સ્થિતિમાં સૌપ્રથમ ઘરનાં બારી-દરવાજા ખોલી નાખો. બાકસ સળગાવશો નહીં. ઘરની લાઇટ ચાલુ ન કરો. બાળકોને દૂર રાખો. રેગ્યુલેટર બંધ કરી દો ગેસ સિલિન્ડર લીક હોય તો રેગ્યુલેટર બંધ કરી દો.

કારણકે જ્યાં સુધી રેગ્યુલેટર ચાલુ હશે ત્યાં સુધી ગેસ લીક થતો રહેશે. હજુ પણ ગેસ લીક થઈ રહ્યો હોય તો રેગ્યુલેટરને દૂર કરો અને સિલિન્ડર પર સેફ્ટી કેપ લગાવીને તેને બંધ કરો.

Don't panic if the gas cylinder leaks

ગેસ એજન્સીને જાણ કરો જો તમને ખબર પડે કે તમારું ગેસ સિલિન્ડર લીક થઈ રહ્યું છે તો ગેસ એજન્સી અથવા ડિલિવરીવાળા લોકોને જાણ કરો. એજન્સીની જવાબદારી બને છે કે તે તમારા સિલિન્ડરને તાત્કાલિક બદલી નાખે અને તમને નવો અને સાચો સિલિન્ડર આપે. બાળકોની પહોંચથી દૂર રાખો જો તમને જાણ થાય કે ગેસ સિલિન્ડર વધુ લીક થઈ રહ્યું છે તો તેને ઘરની અંદર ન રાખો. કોઈ ખુલ્લી જગ્યાએ રાખો. ધ્યાન રાખો કે આ ગેસ સિલિન્ડર બાળકોની પહોંચથી દૂર રહે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

 1 ડિસેમ્બરથી થઈ રહ્યા છે આ મોટા ફેરફાર

Vivek Radadiya

ભારતમાં યુએસ એમ્બેસીએ તોડ્યો રેકોર્ડ

Vivek Radadiya

જાણો કોને કેટલી રકમ મળશે:-PM મોદીએ વાવાઝોડામાં અસર પામેલા લોકો માટે કરી રાહત પેકેજની જાહેરાત..

Abhayam