Abhayam News
AbhayamTechnology

નકલી ઈમેલ આઈડીની આ રીતે કરો ઓળખ

This is how to identify fake email id

નકલી ઈમેલ આઈડીની આ રીતે કરો ઓળખ તાજેતરના સમયમાં સાયબર ક્રાઈમના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. સોશિયલ સાઈટ પર સાયબર ક્રાઈમ અને ઓનલાઈન છેતરપિંડીના નવા કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે.

This is how to identify fake email id

નકલી ઈમેલ આઈડીની આ રીતે કરો ઓળખ

નકલી ઈમેલ દ્વારા લોકોને છેતરપિંડીનો શિકાર પણ બનાવવામાં આવી રહ્યા છે. હેકર્સ નકલી ઈમેલ મોકલીને લોકોને પોતાનો શિકાર બનાવે છે. આવી સ્થિતિમાં, તમારા માટે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે તમને આવનારા ઈમેલમાંથી કયો ઈમેલ ફેક છે અને કયો નથી.

આજે અમે તમને એવી જ કેટલીક ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ. આની મદદથી તમે નકલી ઈમેલ સરળતાથી શોધી શકશો. આ ટ્રીક હંમેશા તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

સૌ પ્રથમ, તમને પ્રાપ્ત થયેલ ઈમેલમાં લિંકનું URL ઓળખો. તમને જણાવી દઈએ કે અસલીURL https થી શરૂ થાય છે અને http થી નહીં. તેથી હંમેશા https URL પર જ ક્લિક કરો.

This is how to identify fake email id

મેલમાં લખેલા ટેક્સ્ટની જોડણી અને વ્યાકરણ દ્વારા પણ નકલી ઈમેલ ઓળખી શકાય છે. ઘણી વખત હેકર્સ નકલી ઈમેલમાં ખોટો સ્પેલિંગ લખે છે. જ્યારે સાચા ઈમેલમાં જોડણી અથવા વ્યાકરણની ભૂલો ઓછી હોય છે.

ઘણીવાર એવું જોવામાં આવ્યું છે કે હેકર્સ પ્રખ્યાત કંપનીઓના નામે ઈમેલ મોકલે છે. આવી સ્થિતિમાં ભૂલથી પણ કોઈપણ કંપનીના ઈમેલમાં આપેલી લિંક પર ક્લિક ન કરો. આમ કરવાથી તમારો અંગત ડેટા લીક થઈ શકે છે.

This is how to identify fake email id

હેકર્સ યુઝર્સને પોતાનો શિકાર બનાવવા માટે નકલી ઈમેલમાં એટેચમેન્ટ મોકલે છે. આવી સ્થિતિમાં ભૂલથી પણ અટેચમેન્ટ પર ક્લિક ન કરો. હંમેશા પહેલા ઈમેલ ચેક કરો અને પછી જ એટેચમેન્ટ પર ક્લિક કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે……

Related posts

સુપ્રીમ કોર્ટ હવે મેદાનમાં સૌથી પહેલાં લઈ લીધો આ મોટો નિર્ણય જાણો પૂરી ખબર…

Abhayam

ગુજરાતના આ ખેડૂતે કરી ચંદનની ખેતી, જુઓ – ચંદનની ખેતીની તમામ વિગત…

Abhayam

દેશસેવા કરવા ઇચ્છતા નવયુવાનોને સેનામાં ફરજનો મોકો મળે એ બાબતે મિત માંડવીયા એ લખ્યો PM ને પત્ર..

Abhayam