Abhayam News
AbhayamGujarat

વિદ્યાર્થી ઉદ્યોગ સાહસિકતા પોલીસીની અસરકારક અમલવારી

Effective implementation of Student Entrepreneurship Policy

‘વિદ્યાર્થી ઉદ્યોગ સાહસિકતા પોલીસીની અસરકારક અમલવારી Student Entrepreneurship Policy: પ્રારંભિક તબક્કે ૫૦૦ જેટલા નોડલ ઓફિસર નિયુક્ત કરીને ૨,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓને લાભ અપાશે.

Effective implementation of Student Entrepreneurship Policy

‘Student Entrepreneurship Policy: રાજ્યના ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ‘‘વિદ્યાર્થી ઉદ્યોગ સાહસિકતા પોલીસીની અસરકારક અમલવારી માટે EDII (એન્ટરપ્રિન્યોરશીપ ડેવલોપમેન્ટ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયા) સાથે MOU કરવામાં આવ્યા હતા.

Effective implementation of Student Entrepreneurship Policy

વિદ્યાર્થી ઉદ્યોગ સાહસિકતા પોલીસીની અસરકારક અમલવારી

રાજ્યની સરકારી બિન સરકારી અનુદાનિત આર્ટ, સાયન્સ, કોમર્સ, બી.એડ, લો કોલેજો તથા ગ્રામ્ય વિદ્યાપીઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી/વિદ્યર્થીનીઓને અભ્યાસની સાથે સાથે ઉદ્યોગ સાહસિકતા વિકસાવવા તથા તેઓને પ્રોત્સાહન આપવાના ભાગ રૂપે રાજ્ય સરકારે ‘‘વિદ્યાર્થી ઉદ્યોગ સાહસિકતા પોલીસી અમલમાં મુકવામાં આવેલ છે. આ પોલીસીની અસરકારક અમલવારી માટે જ આજે આ MOU કરવામાં આવ્યા છે.

Effective implementation of Student Entrepreneurship Policy

આ પોલીસી અંતર્ગત પ્રારંભિક તબક્કે ૫૦૦ જેટલા નોડલ ઓફીસરની નિયુક્તિ કરીને કૉલેજમાં અભ્યાસ કરતા ૨૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓને ઉદ્યોગ સાહસિકતા નીતિ પ્રોગ્રામ હેઠળ આવરી લઇ પસંદગી પામેલ વિદ્યાર્થીઓ તેઓને નાના ઉદ્યોગો શરૂ કરવા માટે ૪૦,૦૦૦/- રૂપિયા જેટલી આર્થિક સહાય ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

જેના ફળસ્વરૂપે વિદ્યાર્થીઓમાં રહેલા નવોન્મેષ વિચારો, સ્કીલ ને પ્લેટફોર્મ મળશે અને સમાજમાં નવા આંતરપ્રિન્યોર્સ તૈયાર થશે. આ MOU પ્રસંગે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મુકેશકુમાર, ઉચ્ચ શિક્ષણ નિયામક પરિમલ પંડ્યા પણ ઉપસ્થિત રહ્યાં હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

મહેશભાઈ ની આગેવાની માં હજારો લોકો આમ આદમી પાર્ટી માં જોડાશે..

Abhayam

રાજકોટના કોન્સ્ટેબલ સામે મહિલા કોન્સ્ટેબલની છેડતીની ફરિયાદ…

Abhayam

અમદાવાદઃ સાબરમતી નદીમાં મળી આવ્યો કોરોના વાયરસ…

Abhayam