Abhayam News
AbhayamNews

જાણો:-ગુજરાતની પહેલી મહિલા IPSની રસપ્રદ કહાની ..

આ સ્ટોરી છે તે સફળ મહિલાની કે જેની આખી લાઈફ છોકરીઓ માટે કોઈ પ્રેરણાથી ઓછી નથી. સૌથી પહેલા તમે એ જાણી લો કે સારા રિઝવીને ગુજરાતની પહેલી મહિલા IPS ઓફિસર થવાનું ગૌરવ હાંસલ છે. મુંબઈમાં જન્મેલી સારા રિઝવી એક ભણેલા-ગણેલા પરિવારમાંથી આવે છે. તેના પિતા અફઝલ અહમદ સાયન્સ ગ્રેજ્યુએટ છે. સારા રિઝવીની માતા નિગાર રિઝવી અલીગઢ યુનિવર્સિટીની વિદ્યાર્થી રહી ચૂકી છે. સારા રિઝવીનો ભાઈ વસીફ રિઝવી સિવિલ એન્જિયર છે અને સાઉદી અરબમાં પોસ્ટેડ છે. તેની પત્ની સમીરા કોમ્પ્યુટર સાયન્સની ગ્રેજ્યુએટ છે અને તે પણ દુબઈમાં પોસ્ટેડ છે.

iaspaper.net

વર્ષ 2008માં સારા રિઝવીના લગ્ન મુનવ્વર ખાન સાથે થયા હતા. મુનવ્વર ખાન તે સમયે આરપીએફમાં ટ્રેની આસિસ્ટન્ટ સિક્યોરિટી કમિશ્નર હતો. IPS ઓફિસર બન્યા પછી સારા રિઝવીની પહેલી પોસ્ટ ગુજરાતના જામનગર જિલ્લામાં થઈ હતી. અહીં છ મહિના સુધી પ્રોબેશ્નર IPS રહ્યા પછી તેનું ટ્રાન્સફર રાજકોટના ગોંડલમાં ASP તરીકે થયું હતું. આઈપીએસ બન્યા પછી સારા રિઝવીએ એક સમારંભમાં કહ્યું હતું કે તે પોતાની જોબને ઘણો પ્રેમ કરે છે અને કામથી પરેશાન થતી નથી.

જોકે સિવિલ સર્વિસિસની પરીક્ષામાં સતત બે વખત તેને અસફળતા હાંસલ થી હતી. તેમ છત્તાં તે હિંમત હાર્યા વગર ફરીથી પરીક્ષાની તૈયારીમાં લાગી ગઈ હતી. તેની આ તૈયારીમાં તેના આખા પરિવારે તેનો ઘણો સાથ આપ્યો છે. પરિવારના લોકોના સાથ અને પોતાની ઘણી મહેનતના પરિણામે આ કઠિન પરિક્ષઆને સારાએ ત્રીજા ટ્રાયલમાં પાસ કરી લીધી હતી.  

. સારા રિઝવીએ પોતાનું ગ્રેજ્યુએશન કોમર્સ વિષયમાં એમએમકે કોલેજમાંથી કર્યું છે. સારા રિઝવી એક ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બનાવ માગતી હતી. ગ્રેજ્યુએશન પત્યા પછી તેણે એક દિવસ સિવિલ સર્વિસ એક્ઝામને લઈને આયોજિત એક લેક્ચરમાં ભાગ લીધો હતો. આ દરમિયા તે ડૉ. કે એમ આરિફના લેક્ચરથી ઘણી પ્રભાવિત થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

ભારતના બેટ્સમેન રૉબિન ઉથપ્પાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતિ જાહેર કરી

Archita Kakadiya

પીએમ પદને લઈ સી-વોટરનો એક મહત્વનો સર્વે સામે આવ્યો

Vivek Radadiya

દિવાળી બાદ શરૂ થશે લગ્ન જાણો શુભ મુહૂર્ત વિશે

Vivek Radadiya