Abhayam News
AbhayamNews

AIIMS ના ડિરેક્ટરે શું આપ્યો જવાબ? ભારતમાં કોરોનાની મહામારીમાંથી ક્યારે મળશે રાહત..

કોરોના વાયરસની દહેશતે આખા દેશને હલાવીને મૂકી દીધો છે. કોરોનાની આ તબાહી ક્યારે અટકશે. દેશમાં કોરોનાનું પીક ક્યારે આવશે અને કોરોનાથી થનારી મોતનો સિલસિલો ક્યારે થમશે. તેવા ઘણા બધા સવાલો સૌના મનમાં આવી રહ્યા છે. નવી દિલ્હી સ્થિત એઈમ્સના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરીયાએ આજતક સાથેના ઈન્ટરવ્યુમાં આ બધા સવાલોના જવાબ આપ્યા છે. ડૉ. ગુલેરીયાએ આજતક સાથેની વાતચીતમાં કહ્યું છે કે, ભારત એક મોટો દેશ છે. આથી અહીં અલગ અલગ સમય પર કોરોનાનો પીક આવશે. પશ્ચિમ ભારતમાં કોરોનાના કેસ વધવા પછી અમુક હદ સુધી ઓછા થવાના શરૂ થઈ ગયા છે. જો આપણે મહારાષ્ટ્રની વાત કરીએ તો અહીં વધતા કેસોને જોઈને લાગે છે કે અહીં કોરોના પીક પર આવી ચૂક્યો છે.

વાયરસના નેચરને જોતા શું ત્રીજી લહેર આવવાનો ખતરો છે, તેના માટે વધારેમાં વધારે લોકોએ વેક્સીન લેવાની જરૂર છે. આ સવાલના જવાબમાં ડૉ.એ કહ્યું કે એકદમ, કોરોનાની ત્રીજી લહેરનો પણ ખતરો બનેલો છે. જો આપણે બને તેટલા લોકોને વેક્સીન આપવી જોઈએ જેથી ત્રીજી લહેર વધારે ખતરનાક સાબિત ના થઈ શકે. સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાના કહેવા પ્રમાણે, ભઆરતમાં જુલાઈ સુધી વેક્સીનની કમી રહેશે અને આટલી મોટી સંખ્યાની વસ્તીને વેક્સીન આપવી સરળ વાત નથી. આ વિષય પર વાત કરતા તેમણે કહ્યું છે કે, આ ખરેખર ચિંતાનો વિષય છે. જોકે સીરમ ઈન્સ્ટીટ્યૂટ અને ભારત બાયોટેક નવા પ્લાન્ટ પણ લગાવી રહ્યા છે. તેને લઈને કેટલીક કંપનીઓ સાથે પણ પાર્ટનરશીપ કરવામાં આવી રહી છે.

ડૉ. ગુલેરીયાએ કહ્યું છે કે જો આપણે રાજધાની દિલ્હી અથવા આસપાસની વાત કરીએ તો અહીં પીક આવવામાં હજુ થોડો સમય લાગી શકે છે. કદાચ આ મહિનાના મધ્ય સુધીમાં આ વિસ્તારોમાં કોરોનાનો પીક આવી શકે છે. જોકે એ પણ જોવાનું છે કે આપણે કોરોનાને કંટ્રોલ કરવામાં કેટલા સાચા કદમ ઉઠાવીએ છે. તેમણે પૂર્વીય ભારતમાં કોરોનાના ફેલાવવાને લઈને પણ ચિંતા જતાવતા ડૉ.એ કહ્યું છે કે અસમ અને બંગાળ જેવા રાજ્યોમાં હવે કોરોનાના કેસોની સંખ્યા વધવા લાગી છે, જે ચિંતાનો વિષય છે. કોરોનાનો ખતરો દર જગ્યાએ અલગ અલગ સમય પર વધશે, પરંતુ તેને લઈને સતર્કતા રાખવામાં આવે તો આ મહિનાના અંત સુધીમાં સંક્રમિતોની સંખ્યા ઓછી થઈ શકે છે.

અચાનક કેસો વધતા હોસ્પિટલો પર તેનું બર્ડન વધવા લાગ્યું હતું. અચાનક કેસો વધવાને લીધે ઓક્સિજન બેડ, ઓક્સિજન અને દવાની કમીને કારણે સ્થિતિ ગંભીર બનતી ગઈ. તેની સાથે મરનારાના આંકડામાં પણ વધારો જોવા મળ્યો છે. અને તેના લીધે હેલ્થ કેરને તૈયારી માટે થોડો પણ સમય મળ્યો નથી. માટે હવે કોરોનાને કંટ્રોલ કરવા માટે હેલ્થ કેર સિસ્ટમને મજબૂત કરવાની સાથે બીજી ઘણી વસ્તુઓનું પણ ધ્યાન રાખવું પડશે. આ વાયરસની ચેનને તોડવા માટે લોકો એકબીજાના સંપર્કમાં ન આવે તે જરૂરી છે અને તેના માટે લોકડાઉન જ એકમાત્ર રસ્તો હાલમાં દેખાઈ રહ્યો છે. લોકોએ કામ વગર બહાર નીકળવાનું ટાળવું જોઈએ. લોકડાઉન બે અઠવાડિયાનું રાખવામાં આવશે તો જ આ ચેનને તોડી શકાશે. વીકએન્ડ લોકડાઉનનો કોઈ ફાયદો નથી.   

Related posts

સતત બીજા દિવસે ડુંગળીના ભાવ મુદે ખેડૂતોનો વિરોધ

Vivek Radadiya

માંડલેશ્વર નો ઇતિહાસ ન જિલ્લો, ન તાલુકો; છતાં આ શહેરમાં આવેલી છે ડિસ્ટ્રીક્ટ કોર્ટ, અનોખું છે કારણ

Vivek Radadiya

આગામી IPLમાં ધોની રમશે કે નહીં?

Vivek Radadiya