Abhayam News
AbhayamSports

જુઓ:-ઈતિહાસની સૌ પ્રથમ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ શરુ થશે ગણતરીની મિનિટોમાં.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે ઈંગ્લેન્ડના સાઉથમ્પ્ટનમાં આવેલા રોઝ બોલ મેદાનમાં જંગ જામશે. આ મેચને ગણતરીની મિનિટોની જ વાર છે. કેમ કે આ મેચ ભારતીય સમય પ્રમાણે 3 વાગ્યે શરૃ થવાની છે. કોહલીની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયામાં રોહિત શર્મા, પુજારા, રહાણે જેવા દિગ્ગજ બેટ્સમેનોની સાથે બુમરાહ-શમી અને અશ્વિન-જાડેજા જેવા ઘાતક બોલરો છે. તો બીજી તરફ વિલિયમસનની આગેવાની હેઠળની ન્યૂઝિલેન્ડની ટીમમાં પણ કેપ્ટનની સાથે સાથે રોસ ટેલર, કોન્વે, નિકોલ્સ જેવા યુવા-અનુભવી બેટ્સમેનોનું કોમ્બિનેશન છે. જ્યારે બોલ્ટ-સાઉથી-હેનરી જેવા ટોચના બોલરો ભારતના ધુરંધર બેટ્સમેનોની કસોટી કરવા માટે આતુર જોવા મળી રહ્યા છે. આઇસીસીની સૌપ્રથમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં એક રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે. અલબત્ત, હવામાન ખાતાએ સાઉથમ્પ્ટનમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરતાં ક્રિકેટરોની સાથે ચાહકોમાં પણ ચિંતા અને નિરાશા ફેલાઈ છે.

ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલને ભારતના ધુરંધર બેટ્સમેનો અને ન્યૂઝિલેન્ડના ફાસ્ટ બોલરો વચ્ચેના જંગ તરીકે જોવામાં આવી રહ્યો છે. રોહિત, પુજારા, કોહલી, રહાણે જેવા અનુભવી ખેલાડીઓની સાથે શુબમન ગીલ તેમજ પંત જેવા બેટ્સમેનો ભલભલા બોલરોને હંફાવવાની ક્ષમતાં ધરાવે છે. ભારતના ટોચના બેટ્સમેનોએ તો છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં અને વિદેશમાં સાતત્યભર્યો દેખાવ કરીને પ્રતિભાનો પરચો દેખાડયો છે. બીજી તરફ ન્યૂઝિલેન્ડના બોલ્ટ અને સાઉથીએ છેલ્લા કેટલાક વર્ષોમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાનું આગવું સ્થાન જમાવ્યું છે. અનુકૂળ વાતાવરણ અને પીચ પર હરિફો પર તોફાન બનીને ત્રાટકતાં આ બોલરોને વાગ્નેર-હેનરી તેમજ ગ્રાન્ધોમનો સાથ મળ્યો છે. જેના કારણે આ મુકાબલાનો ઈંતજાર ક્રિકેટ જગતને છે.

આઇસીસીએ ૨૦૧૯માં શરૃ કરેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતે શાનદાર દેખાવ કરતાં વટ કે સાથે ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. કેપ્ટન કોહલીની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ અસરકારક દેખાવ કરતાં ધુરંધર ટીમોને હરાવીને આગેકૂચ કરી હતી. રોહિત શર્મા, ચેતેશ્વર પુજારા, રહાણે, પંત જેવા બેટ્સમેનોએ જરુરિયાતના સમયે નિર્ણાયક દેખાવ કરી બતાવ્યો છે. જેના કારણે ટીમ ફાઈનલમાં પ્રવેશી છે.
જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીની જોડી ફરી એક વખત તરખાટ મચાવવા માટે તૈયાર છે. ભારતની આ ફાસ્ટ બોલિંગ જોડીને અનુભવી ફાસ્ટર ઈશાંત શર્માની સાથે ઉમેશ યાદવ તેમજ મોહમ્મદ સિરાજનો સાથ મળી શકે છે. ટોચના બેટ્સમેનો માટે દુઃસ્વપ્ન સમાન સાબિત થયેલા બુમરાહનો સામનો કરવો ન્યૂઝિલેન્ડના લાથમ-ટેલર કે વિલિયમસન માટે આસાન નહીં રહે.

અશ્વિન અને જાડેજાની વર્લ્ડ બેસ્ટ સ્પિન જોડી સેટ થયેલા બેટસમેનોને આંચકો આપવા માટે જાણીતી છે. નિર્ણાયક તબક્કે સફળતા મેળવીને ટીમને જીત તરફ અગ્રેસર કરવા માટે જાણીતા સ્પિનરો ઈંગ્લેન્ડની ભૂમિ પર પણ પોતાનું કૌવત બતાવી ચૂક્યા છે. ન્યૂઝિલેન્ડ કેટલીક યુવા પ્રતિભાઓને અજમાવવાની તૈયારી કરી રહ્યું છે, ત્યારે ભારત માટે આ સ્પિન જોડી નિર્ણાયક સાબિત થશે તેમ નિષ્ણાતો માની રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

આ યુનિવર્સિટીનો કર્યો નિર્ણય:-પરીક્ષા આપવી છે તો પહેલા વેક્સીન લેવી જ પડશે..

Abhayam

દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિયન્ટની એન્ટ્રી થતા કેન્દ્ર સરકારે ગાઈડલાઈન જાહેર કરી, કેટલાક રાજ્યોમાં હાઈ એલર્ટ કર્યું જાહેર..

Abhayam

ગાંગુલી ‘ટાઈમ આઉટ’ થનાર પ્રથમ ક્રિકેટર હોત

Vivek Radadiya