Abhayam News
AbhayamBusinessSurat

રશિયન રફ હીરાની આયાત પર પ્રતિબંધ

Ban on import of Russian rough diamonds

રશિયન રફ હીરાની આયાત પર પ્રતિબંધ સમગ્ર વિશ્વમાં કટ અને પોલિશ્ડ હીરાનું ઉત્પાદન સુરતમાં થાય છે. સુરતમાં ઉત્પાદન થતા હીરામાં 30 ટકા જેટલા રફ હીરા રશિયાની અલરોજ કંપનીથી આવતા હતા. સૌથી પહેલા અમેરિકાએ રશિયાના રફ હીરા ઉપર પ્રતિબંધ મૂક્યો છે તો હવે યુરોપિયન કન્ટ્રીઓએ પણ રશિયાના રફ હીરા પર પ્રતિબંધ મૂકી દીધો છે જેને કારણે સુરતના હીરા ઉદ્યોગને મોટી મુશ્કેલી પડશે.

Ban on import of Russian rough diamonds

રશિયાના યુદ્ધને હવે એક વર્ષથી પણ વધુ સમય થઈ ગયો છે પરંતુ તેની અસર હજુ પણ ધીમે ધીમે દેખાઈ રહી છે. અમેરિકાના દબાવને કારણે બેલ્જિયમ સરકાર દ્વારા હવે રશિયન હીરા પર પ્રતિબંધ મૂકી દીધો છે. જેથી સમગ્ર વિશ્વનું ડાયમંડ ગણાતા બેલ્જિયમ એન્ટવર્પ ખાતે જ રશિયાના હીરા પ્રવેશ નહીં કરી શકે તેની અસર સમગ્ર વિશ્વના હીરા ઉદ્યોગકારોને થશે. એન્ટવર્પ મુંબઈ અને સુરતના હીરા ઉદ્યોગકારોને મેસેજ પણ મોકલી આપવામાં આવ્યા છે.

રશિયન રફ હીરાની આયાત પર પ્રતિબંધ

Ban on import of Russian rough diamonds

સમગ્ર વિશ્વમાં હીરાનું સૌથી મોટું માર્કેટ અમેરિકા છે. અમેરિકા દ્વારા થોડા સમય પહેલા જ રશિયન હીરા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ પણ રશિયન હીરાનું માર્કેટ સારું એવું હતું પરંતુ અત્યારે હીરા ઉદ્યોગમાં કોઈપણ પ્રકારની તેજી જોવા નથી મળી રહી. હાલ હીરા ઉદ્યોગમાં માત્ર રૂટીન વ્યાપાર જ જોવા મળી રહ્યો છે.

બેલ્જિયમના આ નિર્ણયને કારણે આગામી દિવસો હીરા ઉદ્યોગ માટે થોડા કઠિન બને તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. બેલ્જિયમ સરકાર દ્વારા લેવાયેલો આ નિર્ણય તાત્કાલિક અમલી તો નહીં બને જ્યારે પણ પ્રક્રિયા પૂર્ણ થશે ત્યારથી આ નિર્ણય અમલમાં આવી જશે.

Ban on import of Russian rough diamonds

સુરતના જગ વિખ્યાત હીરા ઉદ્યોગમાં હાલ મંદીનો માહોલ ચાલી રહ્યો છે. આ દરમિયાન હવે સમાચાર સામે આવ્યા છે કે, હાલ હીરા ઉદ્યોગની મુશ્કેલીમાં વધારો થયો છે. વિગતો મુજબ રશિયન રફ હીરા પર જી-7 દેશોએ પ્રતિબંધ મૂક્યો છે. આ તરફ સુરતના હીરા ઉદ્યોગમાં રશિયન હીરાનો લગભગ 30થી 35 ટકા હિસ્સો છે. જોકે આ પ્રતિબંધને કારણે આગામી દિવસોમાં સુરતમાં રત્નકલાકારોની બેરોજગારી વધે તેવી સ્થિતિ બની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનો પાવર

Vivek Radadiya

કેંદ્રીય કર્મચારીઓના DA પર કોરોનાની અસર હવે ક્યારે થશે જાહેરાત?

Abhayam

આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિઓને વેગવંતી બનાવવા વિશેષ પગલાં ભરાશે

Vivek Radadiya