Abhayam News
AbhayamGujaratPolitics

રાજનીતિમાં ઉતરશે આ કેપ્ટન

This captain will enter politics

રાજનીતિમાં ઉતરશે આ કેપ્ટન બાંગ્લાદેશના કેપ્ટન અને ઓલરાઉન્ડર શાકિબ અલ હસને બાંગ્લાદેશના સંસદીય ચૂંટણીમાં પોતાના જિલ્લામાંથી ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે.હાલમાં એ સ્પષ્ટ નથી કે તે ચૂંટણી લડ્યા બાદ તે ક્રિકેટના મેદાનમાં વાપસી કરશે કે પછી રાજનીતિની ઈનિગ્સ માટે સંન્યાસ લેશે.

This captain will enter politics

બાંગ્લાદેશના સ્ટાર ઓલરાઉન્ડર ક્રિકેટર અને કેપ્ટન શાકિબ અલ હસને દેશની 12મી સામાન્ય ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. સત્તાધારી પાર્ટી અવામી લીગે તેમને તેમના ગૃહ જિલ્લામાંથી ચૂંટણીની ટિકિટ આપી છે.

શાકિબ તેની કારકિર્દીની પ્રથમ ચૂંટણી મગુરા-1 સંસદીય મતવિસ્તારથી લડશે. બાંગ્લાદેશમાં 7 જાન્યુઆરીએ સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે. વડાપ્રધાન શેખ હસીનાની આગેવાની હેઠળની પાર્ટી અવામી લીગે પોતાની પાર્ટીમાંથી આ 36 વર્ષીય સ્ટાર ક્રિકેટરને ટિકિટ આપવાનો નિર્ણય કર્યો છે.

રાજનીતિમાં ઉતરશે આ કેપ્ટન

This captain will enter politics

રાજનીતિની ઈનિગ્સ માટે સંન્યાસ લેશે

શાકિબ અલ હસન વર્લ્ડકપ 2023નો ભાગ રહી ચૂક્યો છે. તેના નેતૃત્વમાં બાંગ્લાદેશની ટીમ સેમિફાઈનલમાં ભલે પહોંચી ન શકી પરંતુ આગમી 2025 ચેમ્પિયન ટ્રોફી માટે ક્વોલિફાય કરી ચૂકી છે. આ સ્ટાર ઓલરાઉન્ડરને આંગળીમાં ઈજા થઈ છે જેમાંથી તે સ્વસ્થ થઈ રહ્યો છે.હાલમાં એ સ્પષ્ટ નથી કે તે ચૂંટણી લડ્યા બાદ તે ક્રિકેટના મેદાનમાં વાપસી કરશે કે પછી રાજનીતિની ઈનિગ્સ માટે સંન્યાસ લેશે.

સંસદીય બેઠક માટે પણ પ્રચાર કરવો પડશે

ક્રિકેટ વેબસાઈટ ક્રિકઈન્ફોના રિપોર્ટ અનુસાર, શાકિબે વર્લ્ડ કપ પછી જ સ્પષ્ટ કરી દીધું હતું કે તે હવે ODI ટીમનો કેપ્ટન રહેશે નહીં, જ્યારે T20 ઈન્ટરનેશનલમાં તે ટીમનો કેપ્ટન રહેશે. તેથી પ્રશ્ન એ છે કે શું તે બાંગ્લાદેશમાં ચૂંટણી દરમિયાન ન્યુઝીલેન્ડની મુલાકાત લેવાનું પસંદ કરશે, જ્યારે તેણે તેની સંસદીય બેઠક માટે પણ પ્રચાર કરવો પડશે.

ન્યુઝીલેન્ડ વિરુદ્ધ 2 મેચની ટેસ્ટ સિરીઝ

બાંગ્લાદેશને 28 નવેમ્બરથી 10 ડિસેમ્બર વચ્ચે ન્યુઝીલેન્ડ વિરુદ્ધ 2 મેચની ટેસ્ટ સિરીઝ રમવાની છે, આ ટેસ્ટ સિરીઝ બાંગ્લાદેશમાં જ રમાશે. ત્યારબાદ બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ સીધી ન્યુઝીલેન્ડના પ્રવાસ માટે રવાના થશે. અહિ 3 વનડે અને 3 ટી 20 મેચની સિરીઝ રમશે. આ પ્રવાસ 31 ડિસેમ્બરના રોજ પૂર્ણ થશે,

આ ખેલાડીઓ પણ રમી ચૂક્યા છે રાજકારણની ઈંનિગ્સ

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને વર્લ્ડ કપ વિજેતા ખેલાડી ગૌતમ ગંભીરે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેઓ 2019માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને પૂર્વ દિલ્હીથી સાંસદ બન્યા હતા. ત્યારબાદ મોહમ્મદ અઝહરુદ્દીન 2009માં રાજનીતિની ઈનિગ્સ પર ઉતર્યા હતા.ભારતના પ્રખ્યાત ક્રિકેટરોમાંથી એક નવજોત સિંહ સિદ્ધુએ ક્રિકેટની સાથે સાથે રાજકારણમાં પણ પોતાની છાપ છોડી હતી. તેઓ 2004માં રાજકારણમાં આવ્યા અને ભાજપમાં જોડાયા. તેઓ બે વખત લોકસભા ચૂંટણી જીત્યા હતા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

અંદરથી કેવી દેખાય છે Amrit Bharat Express

Vivek Radadiya

મેકઅપ દૂર કરવા માટે રિમૂવરને બદલે આ કુદરતી વસ્તુઓનો કરો ઉપયોગ

Vivek Radadiya

સુરત:-ઉમરા પોલીસની અનોખી પહેલ..તમે પણ કહેશો વાહ ..

Abhayam