Abhayam News
AbhayamNews

જાણો જોગવાઈઓ:-વોટર IDને આધાર કાર્ડ સાથે જોડનાર ચૂંટણી કાયદા સુધારા બીલ લોકસભામાં પસાર….

વોટર IDને આધાર સાથે જોડનાર ચૂંટણી કાયદા સુધારા બીલ, 2021 સોમવારે લોકસભામાં પસાર થઈ ગયું છે.

ચૂંટણી કાયદા સુધારા બીલ, 2021માં નકલી મતદાન રોકવા માટે વોટર આઈડી અને લિસ્ટને આધાર કાર્ડ સાથે જોડવાની જોગવાઈ છે. કેન્દ્રીય કેબિનેટે ગયા અઠવાડિયે આ બીલના ડ્રાફ્ટને મંજૂરી આપી હતી જે પછી આજે તેને લોકસભામા રજૂ કરવામાં આવ્યું હતું અને પાસ પણ થઈ ગયું હતું. 

લોકસભામાં પાસ થયું ચૂંટણી કાયદા સુધારા બીલ…


બીલમાં વોટર IDને આધાર સાથે જોડવાની જોગવાઈ…


મતદાન યાદીમાં પુનરાવર્તન ટાળવા અને નકલી મતદાન રોકવા માટે બીલ લવાયું……

કાયદા મંત્રી કિરણ રિજ્જુએ આ બીલને લોકસભામાં રજૂ કર્યું હતું. બીલ પરની ચર્ચા દરમિયાન કોંગ્રેસ સાંસદ શશી થરુરે કહ્યું કે આધાર 12 આંકડાવાળો ઓળખ નંબર છે જેમાં લોકોની બાયોમેટ્રીક અને વસતી માહિતી સામેલ છે. આધાર ફક્ત નિવાસનો પુરાવો હોવો જોઈએ, આ નાગરિકતાનો પુરાવો ન હોઈ શકે. જો તમે વોટર્સ પાસેથી આધાર માંગી રહ્યાં હોવ તો તમને એક દસ્તાવેજ મળશે જે નાગરિકતા નહીં પણ તેનો નિવાસ દર્શાવે છે.

આવું કરીને તમે ગેર નાગરિકોને પણ મતદાનનો અધિકાર આપી રહ્યાં છો. 

આ બીલમાં વોટર આઈડી (ચૂંટણી કાર્ડ)ને આધાર સાથે જોડવાની જોગવાઈ છે, મતદાન યાદીમાં પુનરાવર્તન અને નકલી મતદાન રોકવા માટે બીલ લવાયું હોવાનું સરકારે જણાવ્યું છે. 

ગયા અઠવાડિયે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ચૂંટણી કાયદા સુધારા બીલ, 2021ને મંજૂરી આપવામાં આવી હતી જે પછી આજે સરકાર દ્વારા તેને લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું અને તે વિપક્ષના ભારે હોબાળાની વચ્ચે પાસ થયું હતું. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

DA માં વધારા બાદ જાણો કેટલા રુપિયા વધી જશે પગાર:- કર્મચારીઓ માટે મોટી ખુશખબર..

Abhayam

કેંદ્રીય કર્મચારીઓના DA પર કોરોનાની અસર હવે ક્યારે થશે જાહેરાત?

Abhayam

ડો.ચિંતન વૈષ્ણવ :: જ્યુડિશિયલ સિસ્ટમમાં રિનોવેશનની જરૂરિયાત,ભાગ-3

Abhayam

Leave a Comment