Abhayam News
AbhayamNews

ગોપાલ ઈટાલિયાને ઈજા,AAPના કાર્યકર્તાઓને પોલીસે દોડાવી-દોડાવીને માર્યા..

રાજ્યમાં હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવા બાબતે હવે રાજકરણ પણ ગરમાયું છે. પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, આ પેપર જે પ્રિન્ટીંગ પ્રેસમાં છાપવા માટે આપવામાં આવ્યું હતું ત્યાંથી લીક થયું હતું.

ભાજપ પ્રદેશ કાર્યાલયની બહાર આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં એકઠા થઇને ન્યાય આપોના નારા લગાવ્યા હતા. બંધ કરો, બંધ કરો પેપર કૌભાંડ બંધ કરો અને અસિત વોરા હાય-હાયના નારા પણ લગાવ્યા હતા અને રામધૂન પણ બોલાવી હતી. તો આમ આદમી પાર્ટીના આ વિરોધને રોકવા માટે પોલીસે બળનો પ્રયોગ કર્યો હતો. પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો.

પેપર લીકને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો. કમલમ પર વિરોધ કરવામાં માટે પહોંચેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર પોલીસે દંડાવાળી કરી હતી. તો કેટલાક આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની ટીંગાટોળી કરીને અટકાયત પણ કરવામાં આવી હતી. આ વિરોધ પ્રદર્શન દરમિયાના આપ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા સહિતના આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી.

આ ઘટના બાબતે આમ આદમી પાર્ટીના પ્રવક્તા મિહિર પટેલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા પર ગુજરાતના યુવાનોનો અવાજ ઉઠાવવાના ગુનામાં ભાજપની કઠપૂતળી પોલીસ અને ભાજપના ગુંડાઓ દ્વારા અમાનુષી હુમલો કરવામાં આવ્યો છે.

આ ઘટનામાં પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાની પીઠના ભાગે લાકડી મારવામાં આવી હોવાના નિશાન પણ પડી ગયા હતા. તો પોલીસે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને દોડાવી-દોડાવીને માર્યા હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. પોલીસના લાઠીચાર્જમાં કેટલાક કાર્યકર્તાઓને માથાના ભાગે ઈજા થઇ હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.

સૌ પ્રથમ તો ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળના અધ્યક્ષ અસિત વોરાએ પેપર લીક થવા બાબતે કોઈ ફરિયાદ ન મળી હોવાનું કહ્યું અને ત્યારબાદ રાજ્ય સરકારે જ સ્વીકાર કર્યો કે પેપર લીક થયું છે અને આમ જવાબદાર કોઈ પણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં.

ઉલ્લેખનીય છે કે, હેડ ક્લાર્ક પેપર લીક કૌભાંડ ઉજાગર કરનાર યુવરાજસિંહ જાડેજા પણ આમ આદમી પાર્ટીનો નેતા છે. યુવરાજસિંહ દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને લઇને પોલીસે તપાસ કરી અને ત્યારબાદ પેપરલીક થયું હોવાનું માહિતી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આપવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

ઉત્તરાખંડમાં નવા CMની રેસ….

Abhayam

ભગવાન શિવ અને દેવી સતીની વાર્તા:જો પતિ-પત્ની એકબીજા પર વિશ્વાસ ન કરે તો વૈવાહિક સંબંધોમાં ખટરાગ ઉદભવે છે

Vivek Radadiya

ભારતમાં વધુ બે કોરોના વેક્સીન અને એન્ટી વાયરલ દવાને મંજૂરી અપાઈ….

Abhayam

1 comment

Comments are closed.