Abhayam News
AbhayamNews

IAF ચીફે આપ્યું મોટું નિવેદન:-તમિલનાડુ હેલિકોપ્ટર ક્રેશ, VVIP પ્રોટોકોલ્સ બદલાઈ શકે છે…

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ રાવતનુ હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ વિવેક રામ ચૌધરીએ કહ્યુ છે કે, જરુર પડી તો વીવીઆઈપી માટેના પ્રોટોકોલમાં ફેરફાર કરવામાં આવશે.

ભારતીય વાયુસેનાની એકેડમીમાં પરેડ બાદ મીડિયા સાથે વાતચીતમાં વિવેક રામ ચૌધરીએ કહ્યુ હતુ કે, આ બહુ નિષ્પક્ષ પ્રક્રિયા છે અને તેમાં જે પણ બાબતો સામે આવશે તેના આધારે વીવીઆઈપી માટેના પ્રોટોકોલની સમીક્ષા કરવામાં આવશે.

તેમણે કહ્યુ હતુ કે, હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનાની દરેક એંગલથી તપાસ કરવામાં આવી રહી છે અને કોઈ પણ એન્ગલને છોડવામાં નહીં આવે.કોર્ટ ઓફ ઈન્કવાયરીમાં ખબર પડી જશે કે હેલિકોપ્ટર ક્રેશ થવા પાછળનુ કારણ શું હતુ અને તેના આધારે કમિટી ભલામણ કરશે.

સાથે સાથે તેમણે કહ્યુ હતુ કે, પાકિસ્તાન અને ચીન તરફથી ઉભા થયેલા ખતરા પર પણ વાયુસેના નજર રાખી રહી છે અને તે અંગે અમારી પાસે તમામ જાણકારી છે.યુધ્ધની નીતિઓમાં ફેરફાર થઈ રહ્યા છે.ભારતની સુરક્ષાની દ્રષ્ટિએ જોવામાં આવે તો જે પડકારો છે

તેને પહોંચી વળવા માટે ભારતે પોતાની નિર્માણ ક્ષમતા કેળવવી પડશે.ભારતીય વાયુસેના રાફેલ વિમાન, અપાચે હેલિકોપ્ટર અને અત્યાધુનિક સિસ્ટમ સામેલ કરીને એક શક્તિશાળી વાયુસેનામાં બદલાઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

જુઓ:-સુરતમાં પાટીદાર મહિલાના અંગદાનથી સાતને નવું જીવન..

Abhayam

BJP નેતા પૈસા ડબલના નામે 600 કરોડનું ફ્રોડ,હેલિકોપ્ટર ભાગી ગયા..

Abhayam

અફઘાનના હિન્દુ અને શિખ લોકો ભારત આવવા રાજી નથી જાણો ભારત પાછા ફરવા નું શું કારણ જણવ્યું…

Deep Ranpariya