Abhayam News
AbhayamNews

ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારનો સરકારી ભરતીને લઇ મોટો નિર્ણય…..

રાજ્ય સરકારની કેબીનેટની બેઠકમાં સ્પર્ધાત્મક પરીક્ષાને લઇને એક મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી રહેલા ઉમેદવારોમાં ખૂશીનો માહોલ જોવા મળી રહ્યો છે. 

સ્નાતક કરતા ઓછી લાયકાત ધરાવતી જગ્યાઓના કિસ્સાઓમાં બિન અનામત પુરુષ ઉમેદવારોની વય મર્યાદા 33 વર્ષની હતી. તેમાં પણ એક વર્ષનો વધારો કરીને 34 વર્ષ કરવામાં આવી છે. SC/ST અને OBC કે પછી આર્થિક રીતે નબળા પુરુષ ઉમેદવારોના કિસ્સામાં હાલની વાય મર્યાદા 40ની હતી. તેમાં 1 વર્ષ વધારીને 41 વર્ષની કરવામાં આવી છે. ત્યારે આ કિસ્સામાં સ્નાતકની નીચેની કક્ષા માટે વય મર્યાદા 38 વર્ષની મર્યાદા છે તે વધારીને 1 વર્ષ માટે 39 વર્ષની કરવામાં આવી છે.

રાજ્ય સરકારના પ્રવક્તા અને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ આ બાબતે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, કોરોનાની મહામારી વચ્ચે જે તકલીફો રાજ્યના યુવાનોએ વેઠી છે તેમાંથી તેમને બહાર કાઢવા માટે જે સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવી રહી છે તેમાં એક વર્ષની છૂટછાટ આપવાનો નિર્ણય મુખ્યમંત્રીએ કર્યો છે.

1 વર્ષની ભરતીમાં કોરોનાના કારણે કેટલીક ભરતી કેન્સલ થઇ એટલે ઉંમરમાં 1 વર્ષની છૂટ આપવામાં આવી છે. સીધી ભરતીમાં 1 વર્ષની વય મર્યાદાનો વધારો 1-09-2021થી 31-08-2022 સુધી લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની સીધી ભરતી માટે સ્નાતક કે સમકક્ષ લાયકાતમાં બિન અનામત ઉમેદવારોમાં હાલની વય મર્યદા હાલમાં 35 છે તો તેમાં એક વર્ષનો વધારો કરીને 36 કરવામાં આવી છે.

બિન અનામત વાળી મહિલાઓના કિસ્સાઓમાં સ્નાતકથી નીચેની જગ્યાઓ માટે હાલમાં 38 વર્ષની જોગવાઈ છે તેમાં એક વર્ષનો વધારો કરીને 39 વર્ષની કરવામાં આવી છે. સ્નાતક કક્ષાની જગ્યા માટે મહિલાઓની 40 વર્ષની વય મર્યાદામાં વધારો કરીને તેને 41 વર્ષની કરવામાં આવી છે. SC/ST અને OBC અને EBCના વર્ગના મહિલા ઉમેદવારોના કિસ્સામાં સ્નાતકથી નીચેલી લાયકાતની જગ્યાઓમાં હાલની વટ મર્યાદા 43 વર્ષની છે તે વધારીને 44 કરવામાં આવી છે.

રાજ્ય સરકારીની સેવા અને જગ્યાઓમાં SC/ST અને ACBC આર્થિક રીતે નબળા તેમજ મહિલા કેટેગરીની મહત્તમ નક્કી કરેલી મર્યાદામાં 5 વર્ષની છૂટછાટ કોઈ પણ સંજોગોમાં પણ 5 વર્ષથી વઘે નહીં તે નક્કી કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

સુરત:-ભાજપના પુર્વ કોર્પોરેટરનો પુત્ર એકસપાયરી ડેટના રેમડેસીવર ઇન્જેક્શનની કાળા બજારી કરતા પકડાયો…..

Abhayam

કોર્ટનો ઐતિહાસિક ચુકાદો : દેશના ઈતિહાસમાં સૌ પ્રથમ વાર 38 દોષિતોને ફાંસીની સજા…

Abhayam

સુરતમાં સોલંકી પરિવારના સાત સભ્યોનો આપઘાત

Vivek Radadiya