Abhayam News
AbhayamNews

ગોવાથી હાલોલ જતુ  38 લાખનો વિદેશી દારુ ભરેલું કન્ટેનર ઝડપાયું

A container full of foreign liquor worth Rs 38 lakh was seized from Goa

ગોવાથી હાલોલ જતુ  38 લાખનો વિદેશી દારુ ભરેલું કન્ટેનર ઝડપાયું થર્ટી ફર્સ્ટ પહેલા પોલીસ દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં દારુનો જથ્થો ઝડપવામાં આવી રહ્યો છે.  વડોદરા પીસીબી પોલીસને બાતમી મળી હતી કે રાજસ્થાનને બિશનોઈ ગેંગના સાગરીતો અશોક પુનમારામ બિશ્નોઇ રહેવાસી સાંગડવા જિલ્લો સાચોર રાજસ્થાન તથા સુરેશ કેસારામ બિશ્નોઇ રહેવાસી નેડીવાડી જિલ્લો બાડમેર રાજસ્થાન ભેગા મળી હાલમાં ગોવાથી ટ્રક તથા કન્ટેનરોમાં વિદેશી દારૂનો જથ્થો ભરી આંતર રાજ્ય હેરાફેરી કરે છે.  

A container full of foreign liquor worth Rs 38 lakh was seized from Goa

એક કન્ટેનરમાં ગોવાથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી રવાના કર્યું છે જે કન્ટેનર વડોદરા બાયપાસ રોડથી હાલોલ તરફ જવાનું છે.  આ બાતમીના આધારે વડોદરા પીસીબી પોલીસે ગોલ્ડન ચોકડી સંગમ હોટલ પાસે વોચ રાખી કન્ટેનર ઝડપી પાડ્યું હતું. પોલીસે સ્થળ પરથી શ્રવણકુમાર કિશનારામ બિશ્નોઇ રહેવાસી સાંગાડવા ગામ જિલ્લો સાચોર રાજસ્થાનને ઝડપી પાડ્યો હતો.

દારુના કન્ટેનક સાથે ઝડપાયેલો આરોપી શ્રવણકુમાર કિશનારામ બિશ્નોઇ આ પહેલા  માંજલપુર પોલીસ સ્ટેશનમાં પણ પકડાયો હતો.   અશોક બિશ્નોઇ અને સુરેશ બિશ્નોઈને વોન્ટેડ જાહેર કર્યા હતા. અશોક બિશ્નોય સામે 15 અને સુરેશ સામે બે ગુના દાખલ થયા છે. પોલીસે વિદેશી દારૂને 33,648 બોટલ કિંમત રૂપિયા 38.44 લાખ તથા કન્ટેનર અને રોકડા મળી કુલ રૂપિયા 48.61 લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો છે.

ગોવાથી હાલોલ જતુ  38 લાખનો વિદેશી દારુ ભરેલું કન્ટેનર ઝડપાયું

A container full of foreign liquor worth Rs 38 lakh was seized from Goa

સ્ટેટ મોનીટરિંગ સેલ દ્વારા દારુ ઝડપવામાં આવ્યો

થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર નજીક આવી રહી છે ત્યારે સ્ટેટ મોનીટરિંગ સેલ દ્વારા દારૂનો જથ્થા સહિતનો મુદ્દા માલ ઝડપી પાડ્યો હતો.  સ્ટેટ મોનિટરિંગ સેલને માહિતી મળી હતી કે સરદાર પટેલ રીંગ રોડ એક્સપ્રેસ હાઇવે રાજકોટ એક્ઝિટ ટોલ નાકા પાસે રાજકોટ તરફ દારૂનો જથ્થો મોકલવામાં આવી રહ્યો છે.

જેના આધારે વિવેકાનંદ પોલીસ સ્ટેશનમાં આવતા આ સ્થળ પર તપાસ કરતા ટેન્કર મળી આવ્યું હતું. પેટ્રોલના ટેન્કરમાં દારૂ રાજકોટ તરફ મોકલવામાં આવી રહ્યો હતો.  જેમાં 41,78,800 કિંમતની 11,268 દારૂની બોટલ સહિત કુલ 66,85,750 નો મુદ્દા માલ જપ્ત કર્યો છે. આરોપી ભૂપતલાલ હેમારામ મેઘવાલ કે જે રાજસ્થાનના બલોતરા વિસ્તારનો છે, તેની ધરપકડ કરીને વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. 

A container full of foreign liquor worth Rs 38 lakh was seized from Goa

દારૂનો જથ્થો રાજસ્થાનના ગંગાનગર તરફથી રાજકોટ મોકલવામાં આવી રહ્યો હતો. બે દિવસ પહેલા અમદાવાદ પીસીબીની ટીમે પણ અમદાવાદના બાવળામાંથી એસીડ ભરવાના ટેન્કરની આડમાં દારૂની હેરાફેરી ઝડપી પાડી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

SMC એ ફાયર સેફ્ટીના અભાવે આટલી હોસ્પિટલ અને દુકાન સીલ કરી..

Abhayam

જાણો શું છે આ ‘કરન્સી સ્વેપ એગ્રીમેન્ટ’

Vivek Radadiya

જાણો કેટલી AQI કેટલી સિગારેટની બરાબર છે

Vivek Radadiya