Abhayam News
AbhayamNews

આજથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી….

  • નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા અને નગર-હવેલીમાં રવિવારે રેડ અલર્ટ.
  • રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી.
  • અમદાવાદમાં રવિવારે ભારે વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
  • ગુજરાતમાં હજુ સુધી 8.51 ઈંચ સાથે મોસમનો સરેરાશ 25.76 વરસાદ નોંધાયો.
  • વરસાદ ખેંચાતાં ઉત્તર અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લા હજી કોરા ધાકોર.

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહમાં સાર્વત્રિક વરસાદ થયો છે. આજથી ચાર દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે, જેમાં નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા અને નગર-હવેલીમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરતાં રવિવારે રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થયું છે, જેને પગલે આગામી ચાર દિવસ દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાશે, જેમાં કેટલાક વિસ્તારોમાં તો ભારેથી અતિભારે વરસાદ પડશે..

24 જુલાઈ સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર-હવેલી, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, આણંદ, દાહોદ, મહીસાગર, ભરૂચ, ડાંગ, તાપી, જામનગર, મોરબી, દ્વારકા ને કચ્છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 25 જુલાઈએ ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર-હવેલી, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, રાજકોટ, અમરેલી, ભાવનગર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 26 જુલાઈએ નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર- હવેલી, બનાસકાંઠા, પાટણ, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથમાં ભારતીય અતિભારે વરસાદની આગાહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

ટૂથપેસ્ટ ખરીદતા પહેલા પાછળ ચેક કરો આ નિશાન

Vivek Radadiya

સુરત માં કામદારો રોજગાર-ધંધો બંધ કરી ટીફિન લઈને રસી લેવા લાઈનમાં લાગ્યા.

Abhayam

ડુંગળીના ભાવ પર મહાભારત કેમ? 

Vivek Radadiya

1 comment

Comments are closed.