સુરતમાં બેન્ક કર્મીનો ઝેરી દવા પીને આપઘાત સુરતના સરથાણા વિસ્તારમાં એક બેન્ક કર્મીએ આપઘાત કરી લીધો હતો. પાટીદાર અનામત આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવનાર યુવકના આપઘાતને લઈને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
શહેરના સરથાણા વિસ્તારમાં બેન્કકર્મીના આપઘાત મામલે નવો ખુલાસો થયો છે. આપઘાત કરનારો બેન્ક કર્મચારીની સુસાઇડ નોટ સામે આવી છે. જેમાં આપઘાત કરનારા 32 વર્ષીય અતુલ ભાલાળાએ સુસાઇડ નોટમાં કુખ્યાત ગેંગના માણસોનો કર્યો છે. સુસાઇડ નોટમાં રોનક પરી, રજની ગોયાણી, જીગો કુંડલાનો ત્રાસ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મૃતક અતુલ ભાલાળા સાથે છેતરપિંડી થઈ હોવાની વાત સામે આવી છે. જેમાં સુસાઇડ નોટ મળતા સરથાણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

સુરતમાં બેન્ક કર્મીનો ઝેરી દવા પીને આપઘાત
સુરતમાં રોજેરોજ આપઘાતના બનાવો બની રહ્યાં છે. ત્યારે સરથાણા વિસ્તારમાં એક બેન્ક કર્મીએ આપઘાત કરી લીધો હતો. પાટીદાર અનામત આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવનાર યુવકના આપઘાતને લઈને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ આપઘાતને લઈને કારણ અકબંધ રહેવા પામ્યું છે. 30 વર્ષીય અતુલ ભાલાળાએ આપઘાત કરી લીધો છે. અતુલે પોતાના ઘરે જ ઝેરી દવા પી આપઘાત કર્યો છે. ઘઉંમાં નાખવાની સેલફોસ દવાની ત્રણ ગોળી ખાઈ આપઘાત કર્યો હતો. અતુલ પાટીદાર અનામન આંદોલનમાં સક્રિય ભૂમિકા હતો.
પરિવારે આ મામલે કહ્યુ હતુ કે, અતુલના આપઘાતને લઈને તેઓ પણ ચોંકી ગયા છે. દેખીતો કોઈ જ પ્રશ્ન કે સમસ્યા અતુલને નહોતી. આ સમગ્ર મામલે સરથાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. દીકરાના આપઘાતને લઈને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
પાટીદાર આંદોલનમાં જોડાનારા યુવકોએ પણ કહ્યું કે, અતુલ ખૂબ જ જિંદાદિલ વ્યક્તિ હતો. જો કે, મૃતક અતુલ ભાલાળાની સુસાઇડ નોટ મળી છે. ત્યારે તેના આધારે પોલીસે આરોપીઓને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ સમગ્ર મામલે સુરતની માથાભારે ગેંગના નામ સામે આવતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે