Abhayam News
AbhayamNews

ગુરુ બ્રમ્હા ગુરુ માતા નું નામ લઇ નાના ભુલકાઓએ ગુરુ પૂર્ણિમા ની કરી અનોખી રીતે ઉજવણી.

દરેક ના જીવનના જીવન ના પ્રથમ ગુરુ એટલે “માં ” કહેવાય છે શાસ્ત્રોમાં ગુરુને ભગવાન કરતા ઊંચો દરજ્જો આપવામાં આવ્યો છે. કારણ કે ફક્ત ગુરુ જ ભગવાન સુધી પહોંચવાનો માર્ગ બતાવે છે. તેથી વ્યક્તિએ હંમેશાં શિક્ષકોને માન આપવું જોઈએ. આ સિવાય સાચા માર્ગ તરફ દોરવામાં મદદ કરનાર માતા-પિતા, ભાઈ-બહેન કે આવી કોઈ પણ વ્યક્તિ આપણા માટે આદરણીય છે અને ગુરુ સમાન છે. દર વર્ષે અષાઢ મહિનાની પૂર્ણિમા (Purnima)ના દિવસને ગુરુ પૂર્ણિમા (Guru Purnima) તરીકે ઉજવવામાં આવે છે. માનવામાં આવે છે કે વેદ વ્યાસજીનો જન્મ પણ આ દિવસે જ થયો હતો. વેદ વ્યાસે જ માનવજાતને ચાર વેદોનું જ્ઞાન આપ્યું હતું. તેથી જ તેમને પ્રથમ ગુરુ માનવામાં આવે છે અને તેમના જન્મની તિથિને વ્યાસ પૂર્ણિમા અને ગુરુ પૂર્ણિમા કહેવામાં આવે છે. આ વર્ષે 24 જુલાઈના રોજ ગુરુ પૂર્ણિમા ઉજવાશે.

કહેવાય છે કે જગતની બ્રહ્માંડની પ્રથમ યુનિવર્સિટી જેમાં બાળક ભાવના, લાગણી વિચાર અને મન ના શિક્ષણને અનુગ્રહે છે તે છે માતાની સગર્ભાવસ્થા અને ત્યારબાદ પણ આ દુનિયામાં બાળકના જન્મ પછી પણ માતા પાસે જ બાળક બધુ શીખતો હોય છે.તેથી બાળકના પ્રથમ ગુરૂ માતા જ કહેવાય. માતા બાળપણમાં ગુરૂ બનીને બાળકના મસ્તિષ્કના , મગજના તંતુઓને નવી ક્રિએટિવ પ્રવૃત્તિ સાથે જોડે અને વિદ્યા અને સંસ્કાર પ્રત્યે વધુ જાગૃત બનાવે. અને આ ક્રિએટિવિટી થકી નાના બાળકોએ પોતાની માતાઓને અલગ અલગ રીતે ગુરૂપૂર્ણિમાની શુભેચ્છાઓ પાઠવી હતી.

16 મહિનાની ઈહાના કાકડિયાએ પોતાની માતાની મદદથી ઈયર બર્ડ્સ અને ડેકોરેટિવ ફુમતાનો ઉપયોગ કરીને માતાના ગુરૂચરણની સુંદર રચના સાકાર કરીને પોતાની માતાને ભેટ આપી હતી.

22 મહિનાના દિવેત વીરાણીએ મમ્મીને કાળા તલ અને મખાનો ઉપયોગ કરીને ગુરૂ વંદનાના શ્લોક સાથે પોતાની માતાને ગુરૂપૂર્ણિમાની ભેટ આપી હતી..

26 મહિનાના કહાનએ તેની મમ્મી શ્વેતાને કાકીના માર્ગદર્શનથી પ્લાસ્ટિકની સ્ટ્રો ,સુતરી અને ટીસ્યુ પેપરનો ઉપયોગ કરીને દાદા અને નાના અને માતાને ગુરૂ તરીકે સન્માન આપ્યું હતું

23 મહિનાની નાનકડી નીયારા ખૂંટ એ સીંગ દાણાનો ઉપયોગ કરી તેની મમ્મી પ્રાચીને ગુરૂ વંદના શ્લોક અને સુંદર રીતે રજૂ કર્યો હતો.

28 મહિનાની નાનકડી હીયા પાવશિયા એ તેની મમ્મી વૃંદાના માર્ગદર્શનથી પિસ્તા ,મોરપીંછ ,આભલા ડેકોરેટિવ સ્ટોન સાથે કબીરના દુહા ને ક્રિએટિવ સાથે સુંદર રીતે તૈયાર કર્યા હતા અને ગુરૂ પૂર્ણિમા નિમિત્તે પોતાની માતાને આપ્યા હતા.

28 મહિનાની નાનકડી હીયા પાવશિયા એ તેની મમ્મી વૃંદાના માર્ગદર્શનથી પિસ્તા ,મોરપીંછ ,આભલા ડેકોરેટિવ સ્ટોન સાથે કબીરના દુહા ને ક્રિએટિવ સાથે સુંદર રીતે તૈયાર કર્યા હતા અને ગુરૂ પૂર્ણિમા નિમિત્તે પોતાની માતાને આપ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે.

Related posts

એર ઇન્ડિયાના સર્વર પર સૌથી મોટો સાયબર એટેક:-વર્ષ 2011થી 2021 45 લાખ મુસાફરોના ડેટા હેક થયા..

Abhayam

એપ ડાઉનલોડ કરાવી 14.93 કરોડ ઉપાડી લીધા

Vivek Radadiya

રાજકોટના પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ ડૂબેલા નાણા વસૂલવામાં કટકી કરતાં હોવાનો ધારાસભ્યનો આક્ષેપ…

Abhayam