Abhayam News
AbhayamNews

‘અંધારી’માં થયો ઉજાશ….

 અંધારી ગામમાં આવીને વસેલા આદિવાસી સમુદાય આજે સમૃધ્ધ બન્યો.
  • અમદાવાદ જિલ્લામાં સંપૂર્ણ આદિવાસીસમુદાયની વસ્તી ધરાવતું ગામ
  • ગંગાસ્વરૂપ માતા-દીકરી માટે વિધવા સહાય યોજનાએ આદિવાસીઓને સહિયારો આપ્યો
  • રાજય સરકાર દ્વારા સમયાંતરે વિવિધ સરકારી સહાયનો લાભ પહોંચાડવામાં આવ્યો
  • આદિમજૂથ યોજના અંતર્ગત ગામના 21 પરિવારજનોને આવાસ સહાય મળી
  • ગામના 20 પરિવારોની મહિલાઓને રસોઇ માટે ચૂલામાંથી મુક્તિ અપાવવા પ્રધાનમંત્રીની ઉજજ્વલા યોજના દ્વારા ગેસ કનેકશન સહાય મળી.
  • શૌચ મુક્ત ગામ યોજનાનો લાભ મેળવીને 100 ટકા શૌચાલયની સુવિધા સાથેનું ખુલ્લામાં શૌચ મુક્ત ગામ બન્યું.
  • માતા અને દીકરીને વિધવા સહાય અંતર્ગત સમયસર નાણા ખાતામાં જમાં થાય.
  • મપંચયાતમાં આદિમજૂથ યોજના અંતર્ગત આવાસ સહાય માટે તેમની નોંધણી કરાઇ..

બ્રિટીશકાળમાં વડોદરા અને ભરૂચ જિલ્લામાંથી અમદાવાદના ધોળકા તાલુકાના અંધારી ગામમાં આવીને વસેલા આદિવાસી સમુદાય આજે સમૃધ્ધ બન્યો છે. રાજ્ય સરકારના વિવિધ યોજનાકીય વિકાસના કારણે આ સમુદાય પગભર થયો છે.

અમદાવાદ જિલ્લાનાં ધોળકા તાલુકાનું અંધારી ગામ જે સમગ્ર જિલ્લામાં સંપૂર્ણ આદિવાસી સમુદાયની વસ્તી ધરાવતું ગામ છે.જેની વસ્તી અંદાજિત 750 છે. અંધારી ગામમાં રાજય સરકાર દ્વારા સમયાંતરે વિવિધ સરકારી સહાયનો લાભ પહોંચાડવામાં આવ્યો છે.

સરકારની શૌચ મુક્ત ગામ યોજનાનો લાભ મેળવીને 100 ટકા શૌચાલયની સુવિધા સાથેનું ખુલ્લામાં શૌચ મુક્ત ગામ બન્યું છે. અંધારીગામમાં રહેતા 60 વર્ષીય સવિતાબેન વસાવાના પતિનું વર્ષો પહેલા નિધન થતા તેઓ નિરાધાર બન્યા.

ઘરના મોભીનું અવસાન થતા જવાબદારી સવિતાબહેનના શિરે આવી. તેમને એક દિકરી મલ્લીકાબેન કે જેઓ દિવ્યાંગ છે તેઓના પણ લગ્નના થોડાક દિવસોમાં જ પતિનું અવસાન થયું.મા-દીકરી બંને વિધવા થતા જીવનનિર્વાહની ચિંતા સતત રહેતી હતી.

આવા સમયે ગુજરાત સરકારની વિધવા પેન્શન યોજના પરિવારના વ્હારે આવી હતી. ગામના તલાટીએ આ પરિવારને વિધવા સહાય યોજના વિશેની વિગતવાર માહિતી આપી . ત્યારબાદ બંનેએ પેન્શન સહાય માટે ફોર્મ ભર્યું. આજે માતા અને દીકરીને વિધવા સહાય અંતર્ગત સમયસર નાણા ખાતામાં જમાં થાય છે. જેના થકી તેમના જીવનગુજરાનના પ્રશ્નનો અંત આવ્યો છે.

સવિતાબેન વસાવા અને તેમની દીકરીને રહેવા માટે માથે છતનો પણ પ્રશ્ન હતો. વર્ષોથી ઝૂંપડામાં રહેતા હોવાના કારણે ઉનાળા, ચોમાસા કે પછી શિયાળાની ઋતુમાં ઘણી તકલીફો વેઠવી પડતી હતી.

જે માટે ગ્રામપંચયાતમાં આદિમજૂથ યોજના અંતર્ગત આવાસ સહાય માટે તેમની નોંધણી કરાઇ.ખૂબ જ ટૂંકાગાળામાં સરળતાથી સવિતાબેનને આદિમજૂથ સહાય અંતર્ગત આવાસ સહાય મળતા તેઓને ઘરનું ઘર મળ્યું. આજે તેઓ પોતાના ઘરમાં નિરાંતની નિંદર લઇ શકે છે.અંધારી ગામના ગંગાસ્વરૂપ સવિતાબહેન કહે છે કે, અમારૂ પરિવાર નિરક્ષર છે. પતિનું અવસાન થતા ઘર કેમનું ચલાવવું તે પ્રશ્ન સતાવતો. આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે રાજ્ય સરકારે અમને ઘણીં મદદ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

સુરતમાં લાકડામાંથી બનેલ અયોધ્યાનાં રામમંદિરની આબેહૂબ પ્રતિકૃતિનું ધૂમ વેચાણ

Vivek Radadiya

Piyush Dhanani ને મારવા વાળા લુખ્ખાઓ પોલીસે પકડી પાડ્યા

Vivek Radadiya

કમલ હાસન પ્રથમ ભારતીય અભિનેતા હતો

Vivek Radadiya