Abhayam News
AbhayamGujaratNews

GETCO દ્વારા વિદ્યુત સહાયકની ભરતી રદ્દ થવા મામલે ઉમેદવારોમાં આક્રોશ 

Outrage among the candidates regarding the cancellation of the recruitment of Electrical Assistant by GETCO

GETCO દ્વારા વિદ્યુત સહાયકની ભરતી રદ્દ થવા મામલે ઉમેદવારોમાં આક્રોશ  GETCO News : તાજેતરમાં ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (GETCO) દ્વારા વિદ્યુત સહાયક (ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ)ની ભરતી રદ્દ થવા મામલે હવે ઉમેદવારોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.  GETCO દ્વારા 1224 જગ્યા માટે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતીમાં ઝોન કક્ષાએ યોજાયેલા પોલ ટેસ્ટમાં ક્ષતિ હોવાનું તપાસમાં સામે આવતા ભરતી રદ કરી દેવાઈ હતી. જેને લઈ હવે ભરતી રદ કરાતા ઉમેદવારો મોટી સંખ્યામાં વડોદરા GETCOની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા છે. આ સાથે અગાઉ મેરીટ લિસ્ટમાં આવેલા ઉમેદવારોએ જેટકોના ઓફિસ બાર નિમણૂક પત્ર આપવા માટે વિરોધ કર્યો હતો. 

Outrage among the candidates regarding the cancellation of the recruitment of Electrical Assistant by GETCO

GETCO દ્વારા વિદ્યુત સહાયકની ભરતી રદ્દ થવા મામલે ઉમેદવારોમાં આક્રોશ 

GETCO દ્વારા વિદ્યુત સહાયક (ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ)ની ભરતી રદ્દ કર્યા બાદ હવે નવેસરથી ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતીની પરીક્ષા લેશે. આ તરફ ઉમેદવારોમાં ભારે આક્રોશ સાથે વડોદરા GETCOની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા તો યુવરાજસિંહ જાડેજા પણ ત્યાં પહોંચ્યા છે. વિગતો મુજબ યુવરાજસિંહ સહિતના 5 ઉમેદવારોને GETCO કેમ્પસમાં પ્રવેશ અપાયો હતો. આ તરફ તેઓ રજૂઆત કરીને બહાર આવ્યા છે. બાકીના વિદ્યાર્થીઓ બે-ત્રણ કલાકથી GETCOની ઓફિસ બહાર ધરણા પર બેઠેલા છે.

ન્યાય આપો… ન્યાય આપો…. ના લાગ્યા  નારા 
ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ઉમેદવારો જેટકો GETCO કેમ્પસ પાસે નારા લાગાવી રહ્યા છે. ન્યાય આપો… ન્યાય આપો… , યુવરાજ સિંહ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ…ના નારા વિદ્યાર્થીઓ લગાવી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વડોદરા GETCO કેમ્પસમાંની ઓફિસ બહાર ધરણા પર બેસી ગયા છે.

Outrage among the candidates regarding the cancellation of the recruitment of Electrical Assistant by GETCO

શું કહ્યું યુવરાજસિંહ જાડેજાએ ? 
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે જણાવ્યું હતું કે, અમે વર્તમાનમાં સરકારને આવેદન અને નિવેદનના માધ્યમથી રજૂઆત કરીએ છીએ. જે અમારી માગણી નહીં સ્વીકારમાં આવે તો ચોક્કસ પણે ગાંધીનગર સત્યાગ્રસાવણીમાં જશું. અમારી માગ નહીં સ્વીકારાય તો ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈના ઘરનો ઘેરાવો કરવો પડે તો પણ અમે 1,000 વિદ્યાર્થીઓ ભેગા થઈને કનુભાઈ દેસાઈના ઘરનો ઘેરાવ કરીશું. અને જો તેથી વધુ જરૂર પડશે તો વિધાનસભાનો ઘેરાવ પણ કરીશું. કેમકે, અમારે ન્યાય જોઈએ છે. આ ભરતીમાં અધિકારીઓની ભૂલ છે. અધિકારીઓની સુચના મુજબ જ ઉમેદવારોએ પરીક્ષા આપી છે. વિદ્યાર્થીઓ મુરખ નથી, ભૂલ અધિકારીઓની જ છે.

વિદ્યાર્થીઓના સપના રોળાયાં 
GETCO દ્વારા વિદ્યુત સહાયક (ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ)ની ભરતી રદ્દ કર્યા બાદ હવે અનેક વિદ્યાર્થીઓની કહાની સામે આવી રહી છે. જેમાં ઘણા વિદ્યાર્થીઓના પોતાના સપના હતા તો ઘણાના તો સગાઈના ગોળધાણા પણ ખવાઈ ગયા હતા. અનેક ઉમેદવારો સામાજીક પ્રસંગોમાં હાજરી આપીને કહેવા લાગ્યા હતા કે, ટૂંક સમયમાં અમારી સરકારી નોકરી લાગી જશે. મહત્વનું છે કે, ઉર્જા વિભાગના MD દ્વારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન સહિતની તમામ પ્રક્રિયા બાદ 5 દિવસમાં નિમણૂક પત્રો આપવાની વાત કરવામાં આવી હતી.  

આ કારણે ભરતી કરાઇ રદ્દ ? 
તાજેતરમાં ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (GETCO) દ્વારા વિદ્યુત સહાયક (ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ)ની ભરતી પ્રક્રિયા બે તબક્કામાં હાથ ધરવામાં આવી હતી. જેમાં ટેસ્ટ વિવિધ વર્તુળ કચેરીઓએ 6 માર્ચ 2023થી 13 માર્ચ 2023 તથા લેખિત પરીક્ષા 9 સપ્ટેમ્બર 2023ના રોજ યોજાઈ હતી. કેટલાક ઉમેદવારે વડોદરા ખાતેની GETCO કચેરીને રજૂઆત કરી હતી કે, રાજકોટ, ભરુચ અને મહેસાણા ઝોન હેઠળની વર્તુળ કચેરીઓ ખાતે યોજવામાં આવેલ પોલ ટેસ્ટની પ્રક્રિયામાં જીયુવીએનએલ તેમજ GETCO દ્વારા બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકાને અનુસરવામાં આવેલ નથી. જે પરત્વે તપાસ કમિટી દ્વારા તપાસ કરતાં ગંભીર ક્ષતિ ધ્યાનમાં આવી હતી. 

GETCO દ્વારા યોજાયેલી તપાસ સમિતિના રિપોર્ટમાં વિગતો સામે આવ્યા બાદ રાજકોટ, ભરુચ અને મહેસાણા ઝોન હેઠળની વર્તુળ કચેરીઓ હેઠળના ઉમેદવારોને અન્યાય ના થાય કે અસંતોષની લાગણી ના ઉદભવે તેમજ સક્ષમ અધિકારીની સુચનાને ધ્યાનમાં રાખી રાજકોટ, ભરૂચ અને મહેસાણા ઝોન હેઠળની સમગ્ર ભરતી પ્રક્રિયા રદબાતલ જાહેર કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

રાજ્યના શિક્ષણમંત્રીએ ગુજરાતમાં શાળાઓ બંધ કરવા મુદ્દે જાણો શું કહ્યું….

Abhayam

ચીની વૈજ્ઞાનિકોને મળી મોટી સફળતા

Vivek Radadiya

ઊંઝા:-CYSS દ્વારા ધોરણ 12 ના વિધાથી ને વેકસીન આપવા બાબતે શિક્ષણમંત્રી ને રજુઆત કરી…

Abhayam