હાર્દિક પટેલને રાજદ્રોહ કેસને લઈને મોટી રાહત મળી છે. વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલા મોટી રાહત આપવામાં આવી છે. સેશન્સ કોર્ટે હાર્દિક પટેલને 1 વર્ષ માટે રાજ્યની બહાર જવા લીલી ઝંડી આપી દીધી છે. કોર્ટે આ માટે યોગ્ય કાયદાકીય મંજૂરી પણ આપી દીધી છે. રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલને રાજ્યની બહાર ન જવા કોર્ટે શરતી જામીન મંજૂર કર્યા હતા.
હાર્દિકે પણ રજૂઆત કરી હતી કે, તે રાજદ્રોહના કેસમાં પૂરતો સહકાર આપશે. અગાઉ રાજ્યની બહાર જવાની એક માગ સાથે હાર્દિક પટેલે કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. રાજ્યની બહાર જવા માટે મંજૂરી માગી હતી. એ સમયે સેશન્સ કોર્ટે એમની આ અરજી ફગાવી દીધી હતી. રાજ્યની બહાર જવા માટે શરતો હળવી કરવા કોર્ટ સામે માગ કરી હતી. પોતાની એક અરજીમાં લખ્યું હતું કે, પોતે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હોવાથી અન્ય રાજ્યમાં જવુ પડતું હોય છે. છતાં કોર્ટે આ માગણી ફગાવી દીધી હતી. રાજદ્રોહ કેસમાં કોર્ટમાં ગેરહાજર રહેતા કાયદાની કાર્યવાહીમાં જાણી જોઈને મોડું કરતા મુદતમાં હાજર ન થતા હાર્દિક પટેલ સામે જસ્ટીસ બી.જે. ગણાત્રાએ ધરપકડ કરવા વોરંટ કાઢ્યું હતું.
ત્યાર બાદ સાયબર ક્રાઈમની ટીમે તે વિરમગામ નજીક હાંસલપુર ચોકડીથી પકડી પાડ્યા હતા. રાજદ્રોહના કેસમાં તા. 18 જાન્યુઆરી 2020ના રોજ એની ધરપકડ કરવામાં આવી હતી. બંને પક્ષોની દલીલ બાદ 25,000 રૂપિયાના જામીન પર છોડી મૂકવા માટે કોર્ટે આદેશ કર્યા હતા.
આ ઉપરાંત કોર્ટે એવી પણ શરત મૂકી હતી કે, તે સાક્ષીઓને કોઈ રીતે પરેશાન નહીં કરે, ક્રાઈમ બ્રાંચ બોલાવે ત્યારે સહકાર આપવા કહ્યું હતું. આ સાથે પછીની આપેલી તારીખ પર હાજર રહેવા માટે આદેશ આપ્યા હતા. હાર્દિક પટેલની ધરપકડ અંગે કોંગ્રેસના મહાસચીવ પ્રિયંકા ગાંધીએ પણ ભાજપ સરકાર પર પ્રશ્નો ઊઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, યુવાઓને રોજગાર અને ખેડૂતોના હકની લડાઈ લડનારા યુવા નેતા હાર્દિક પટેલને ભાજપ સરકાર વારંવાર પરેશાન કરી રહી છે. ભાજપ સરકાર આને દેશદ્રોહી કહી રહી છે કારણ કે તેને સમાજના લોકો માટે અવાજ ઉઠાવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…