Abhayam News
AbhayamNews

આ જગ્યાએ આ સુધી લશ્કરી ભરતી રેલીનું આયોજન:-લશ્કરમાં જોડાવાની તક..

લશ્કરી ભરતી કચેરી,અમદાવાદ દ્વારા ગુજરાતનાં 20 જિલ્લાઓ અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોના ઉમેદવારો માટે આગામી તા:05થી તા:22 ઓગસ્ટ દરમિયાન પંચમહાલ જિલ્લાના ગોધરા સ્થિત કનેલાવ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ, કનેલાવ ખાતે લશ્કરી ભરતી યોજાશે. લશ્કરની વિવિધ સાત કેટેગરીમાં યોજાનાર આ રેલીમાં સોલ્જર જનરલ ડ્યુટી, સોલ્જર ટ્રેડસમેન, સોલ્જર ટેક્નિકલ (એવિએશન/કમ્યુનિકેશન એકઝામિનર), સોલ્જર નર્સિંગ આસિસટન્ટ/નર્સિંગ વેટરનરી અને સોલ્જર ક્લાર્ક/ સ્ટોરકીપર/ ટેક્નિકલ ઇન્વેન્ટરી મેનેજમેન્ટની જગ્યાઓનો સમાવેશ થાય છે. જેમાં ધો.8 પાસથી લઇ ધો.12/ડિપ્લોમા/ડિગ્રીધારક અપરિણિત યુવાનો વિવિધ જગ્યાઓને અનુરૂપ વયમર્યાદાને ધ્યાને રાખી આર્મી ભરતી રેલીમાં ભાગ લઇ શકશે.

આ લશ્કરી ભરતીમાં ભાગ લેવા ઇચ્છતા સુરત જિલ્લાના ઉમેદવારોએ વેબસાઈટ www.joinindianarmy.nic.in પર મૂકાયેલા નોટિફિકેશનનો અભ્યાસ કરી તા:20 જુલાઈ 2021 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. વધુ વિગત માટે લશ્કરી ભરતી કચેરી,અમદાવાદમાં હેલ્પલાઇન નં. 079-22861338 અથવા 9998553924 ઉપર સંપર્ક કરવો. આ ઉપરાંત રોજગાર સેતુ નં. 6357390390 ઉપર કોલ કરી આપના જિલ્લાની રોજગાર કચેરીઓનો સંપર્ક કરી શકાશે.

આ ભરતીમાં પંચમહાલ, આણંદ, વલસાડ, તાપી, ડાંગ, નવસારી, સાબરકાંઠા, વડોદરા, મહેસાણા, સુરત, બનાસકાંઠા, નર્મદા, મહીસાગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, છોટાઉદેપુર, ભરૂચ, ખેડા, દાહોદ, દમણ, દાદરા અને નગર હવેલીનો જિલ્લાના ઉમેદવારો ભાગ લઈ શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

નીતિશ કુમારની ‘ગંદી વાત’ પર PM મોદીનો મોટો હુમલો

Vivek Radadiya

ગૂજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થિનીઓને ગરબા ગાવા પર મૂકાયો પ્રતિબંધ, અપાઇ છાત્રાલયમાંથી કાઢી મૂકવાની ધમકી!, જાણો શું છે સમગ્ર આક્ષેપ

Vivek Radadiya

અંદરથી કેવી દેખાય છે Amrit Bharat Express

Vivek Radadiya