Abhayam News
AbhayamSports

ભારત:-આ આંતરરાષ્ટ્રીય ફૂટબોલ પ્લેયર ઈંટની ભઠ્ઠી પર કામ કરવા મજબૂર ..

ભારતમાં ઘણી એવી ખેલ પ્રતિભાઓ છે જે ઉપેક્ષાની શિકાર છે. ઝારખંડની આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ખેલાડી સંગીતા કુમારીની હાલત એવી છે કે તે ઈંટની ભઠ્ઠી પર કામ કરવા મજબૂર છે. મેડલ જીતનારી સંગીતાને પણ ઘણા વાયદા કરવામાં આવ્યા હતા, પરંતુ તે હજુ પૂરા થયા નથી. ઉલ્લેખનીય છે કે સંગીતા સોરેન ધનબાદ સ્થિત બાઘામારાની રહેવાસી છે. સંગીતા કુમારી ઈંટની ભઠ્ઠીમાં કામ કરીને પોતાના પરિવાર માટે ખાવાનું અરેન્જ કરી રહી છે.

સંગીતા કુમારી વર્ષ 2018-19મા અંડર-17મા ભૂટાન અને થાઈલેન્ડમાં થયેલી આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ચેમ્પિયનશીપમાં રમી હતી અને ઝારખંડનું માન વધાર્યું હતું. સંગીતાએ જીત સાથે બ્રોન્ઝ મેડલ પણ મેળવ્યું હતું. સંગીતા કુમારીના પિતાએ કહ્યું કે તેમને આશા હતી કે તેમની પુત્રી ફૂટબોલની સારી ખેલાડી છે તો સરકાર કંઈક કરશે, પરંતુ કશું જ મળ્યું. ઈંટના ભટ્ટામાં પુત્રીને કામ કરવું પડી રહ્યું છે. અહીંના ધારાસભ્યએ પણ કોઈ મદદ કરી નથી. સંગીતા કુમારી કહે છે કે પરિવારને જોવો પણ જરૂરી છે એટલે ઈંટના ભટ્ટામાં દહાડી મજૂરી કરું છું, કોઈક રીતે ગુજરાન ચાલી રહ્યું છે.

કોરોનાના કપરા કાળમાં જાહેર થયેલા લોકડાઉન દરમિયાન દહાડી મજૂરી કરનારા તેના મોટા ભાઈને પણ કોઈ કામ મળી રહ્યું નથી. હવે પરિવારનો આખો ભાર સંગીતા કુમારી પર જ છે. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને એક વખતે ટ્વીટ કરીને મદદ અને સરકારી નોકરીનું આશ્વાસન આપ્યું હતું, પરંતુ તે અત્યાર સુધી પૂરો થઈ શક્યો નથી. પરિણામે સંગીતા કુમારી આ હાલતમાં કામ કરવા મજબૂર છે. સંગીતા કુમારીના પિતાને આંખે બરોબર દેખાતું નથી, તેની માતા પણ પોતાની ખેલાડી પુત્રી સાથે ઈંટની ભઠ્ઠી પર જાય છે અને ત્યાં કામ કરે છે.

આ બધી મુશ્કેલીઓ છતા સંગીતાએ પોતાની ફૂટબોલ પ્રેક્ટિસ છોડી નથી. રોજ સવારે એ મેદાનમાં પ્રેક્ટિસ કરે છે. 4 મહિના પહેલા મુખ્યમંત્રી હેમંત સોરેન પાસે ટ્વીટ કરીને મદદ માંગી હતી, જેને મુખ્યમંત્રીએ ધ્યાનમાં લેતા મદદનું આશ્વાસન આપ્યું હતું, પરંતુ અત્યાર સુધી કોઈ પણ પ્રકારની મદદ મળી નથી. સંગીતાએ કહ્યું કે યોગ્ય સન્માન ન મળવાના કારણે જ અહીંના ખેલાડી બીજા પ્રદેશમાં રમવા જતા રહે છે. આ જ કારણ છે મારા જેવા ખેલાડી મજૂરી કરી રહ્યા છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે.

Related posts

સુરાના અને કંસલ ગ્રુપ પર આઈટીના દરોડા

Vivek Radadiya

 ભૂપત ભાયાણીને આપના કાર્યકરોએ આડેહાથ લીધા

Vivek Radadiya

સુરત ST વિભાગને 3.42 કરોડની આવક 

Vivek Radadiya