Abhayam News
AbhayamSports

જાણો:-કેપ્ટન કોહલીએ જાણો હાર માટે કોને જવાબદાર ઠેરવ્યા..

ઈંગ્લેન્ડના મેદાન પર રમાયેલી World Test Championship Finalમાં ભારતીય ક્રિકેટ ટીમ હારી ચૂકી છે. જેને લઈ અનેક ભારતીય ક્રિકેટ પ્રેમીઓમાં નિરાશા છે. આ ચેમ્પિયનશીપ ન્યુઝેલેન્ડે આઠ વિકેટથી જીતી લીધી છે. ટીમ ઈન્ડિયાએ આ મેચમાં ઘણી બધી જગ્યાએ મોટી ભૂલ કરી છે. જેનું પરિણામ એ આવ્યું કે, ટેસ્ટ ક્રિકેટ વિજેતાનો તાજ ગુમાવવો પડ્યો.

વિરાટ કોહલીએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિનશીપ ફાઈનલમાં હરીફ ટીમને જીત માટે દાવેદાર માની છે. આ સાથે એવું કહ્યું કે, વરસાદના વિધ્નને કારણે ટીમનું ટ્યુનિંગ બગડી ગયું હતું. પહેલો દિવસ વરસાદને કારણે ધોવાઈ ગયો પણ ફરીથી ગેમ શરૂ થતા ફરીથી એ લય મેળવવી કઠિન હતી. અમે માત્ર ત્રણ વિકેટ ગુમાવી પણ જો ગેમ કોઈ પ્રકારના બ્રેક વગર ચાલી હોત તો અમે એનાથી પણ વધારે રન બનાવી શક્યા હોત. જો ટીમે બીજા દાવમાં 30થી 40 વધારે રન બનાવ્યા હોત તો પરિણામ બદલી શકે એમ હતું.

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ આ હાર પાછળ અલગ અલગ બહાના બતાવ્યા છે. મેચની બીજી ઈનિંગ્સમાં 170 રનમાં ભારતીય ક્રિકેટ ટીમ આઉટ થઈ ગઈ હતી. જ્યારે ન્યુઝીલેન્ડને 139 રનનો ટાર્ગેટ મળ્યો હતો. કેન વિલિયમસન અને રોસ ટેલર વચ્ચે ત્રીજી વિકેટ માટે 96 રનની અતુટ ભાગીદારીથી પાર થયો. જોકે, ન્યુઝીલેન્ડે મહત્ત્વની બે વિકેટ ગુમાવી હતી.

કોહલીએ ઉમેર્યું કે, એક નવા દ્રષ્ટિકોણથી સમગ્ર મેચની સમીક્ષા કરવા માટે ચોક્કસ યોજના બનાવવી પડશે. એ સમજવું પડશે કે, ટીમ માટે શું વધારે અસરકારક છે. અમે કેવી રીતે બિન્ધાસ્ત રમી શકીએ. યોગ્ય ખેલાડીઓને ટીમમાં લાવવા પડશે જે બેસ્ટ પર્ફોમ કરવા માટે સાચી માનસિકતા સાથે ઊંતરે.

મેચ પૂરી થયા બાદ કોહલીએ એક ઓનલાઈન પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, અમે આત્મમંથન કરીશું અને એના પર વાત થશે કે, ટીમને મજબુત બનાવવા માટે શું કરી શકાય? એક જ પ્રકારાની પ્રણાલીથી નહીં ચાલી શકાય. તેમણે એવું પણ ઉમેર્યું કે, અમે એક વર્ષ સુધી રાહ નહીં જોઈએ. મર્યાદીત ઓવરની ટીમ પર નજર કરો તો અમારી પાસે ઊંડાણ છે અને ખેલાડીઓમાં પણ એક આત્મવિશ્વાસ છે. ટેસ્ટ ક્રિકેટમાં પણ આની જરૂર છે.

કેન વિલિયમસન અને ન્યુઝીલેન્ડની સમગ્ર ટીમને શુભેચ્છા. તેણે ગજબનું પર્ફોમન્સ કર્યું અને ત્રણ દિવસથી થોડા વધારે સમયમાં પરિણામ મેળવી લીધું. તેણે અમારી પર સારૂ એવું પ્રેશર બનાવી રાખ્યું તેઓ જીત માટેના હકદાર છે. ન્યુઝીલેન્ડના બોલરોએ પોતાની રણનીતિ પર પૂરી રીતે અમલવારી કરી. પણ અમે ઓછા રન કરી શક્યા. પહેલા દાવ વખતે ભારતીય ક્રિકેટ ટીમ સુપરહીટ રહી પણ બીજા દાવમાં ફ્લોપ રહી. બેટિંગ વખતે માત્ર 170માં આખી ટીમ સમેટાઈ ગઈ. ચેતેશ્વર, કોહલી, રહાણે અને રોહિત શર્મા જેવા મોટા ખેલાડી નિષ્ફળ પુરવાર થયા.

અશ્વિનને બાદ કરતા એક પણ બોલર પોતાનું બેસ્ટ પર્ફોમન્સ આપી શક્યો નથી. બીજા દાવમાં 170 રનમાં ઓલઆઉટ થયા બાદ ટાર્ગેટ નાનો હતો. એટલે ન્યુઝીલેન્ડની ટીમ એને પાર કરી ગઈ. માત્ર બે વિકેટના નુકસાનથી ન્યુઝીલેન્ડે મેચ પોતાના નામે કરી લીધી. આમ કિવી ટીમ દુનિયાની પહેલી ટેસ્ટ ચેમ્પિયન બની.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

વડોદરા:-આ રીતે PIની પત્ની સ્વિટી પટેલની હત્યાનો કેસ ક્રાઇમ બ્રાંચે ઉકેલ્યો, જાણો સમગ્ર ઘટના..

Abhayam

સુરત:-મહેશ્વરી સભા સંસ્થાના દ્રારા “વૃક્ષારોપણ કાર્યક્રમ” યોજવામાં આવ્યો…

Abhayam

સુરત : ભાજપમાં ભડકો પ્રમુખોના રાજીનામાં પડયા…

Abhayam

Leave a Comment