Abhayam News
AbhayamGujaratNewsPolitics

ગગજી સુતરિયાએ કેમ રિવોલ્વરની વાત કરી? 

ગગજી સુતરિયાએ કેમ રિવોલ્વરની વાત કરી?  પાટીદાર દીકરીઓ તેઓની સુરક્ષા માટે રિવોલ્વર લઈને શોપીંગ કરવા જવું જોઈએ તેવું સરદારધામનાં અધ્યક્ષ ગગજી સુતરિયાએ નિવેદન આપ્યું છે. ત્યારે દીકરીઓની સુરક્ષાને લઈ આટલો વિવાદ કેમ?

દીકરીઓની સુરક્ષાની ચર્ચાના મુદ્દે આપણે એવું કહી શકીએ કે આ મુદ્દો દર બીજા દિવસે ચર્ચામાં આવતો હોય છે. પણ એક પાટીદાર અગ્રણીએ દીકરીઓની સુરક્ષા માટેની વાત જાણે કે બે ડગલા આગળ આવીને કરી છે. સરદારધામના પ્રમુખ ગગજી સુતરિયાએ શબ્દો ચોર્યા વિના કહ્યું કે આત્મરક્ષા માટે દીકરીઓએ પોતાની પાસે રિવોલ્વર રાખવી જોઈએ. સ્વભાવિક છે કે આ નિવેદન બાદ સવાલો પણ ઉઠે જેની સામે ગગજી સુતરિયાએ વધુ ચર્ચાને અંતે એવું કહ્યું કે તેમણે આત્મરક્ષાનો આ સંદર્ભ ઈઝરાયેલ પાસેથી અને તેની રાજધાની તેલ અવિવમાં જાતે કરેલા અનુભવના આધારે આપ્યો છે.

ગગજી સુતરિયાએ કેમ રિવોલ્વરની વાત કરી? 

ગગજી સુતરિયાએ કેમ રિવોલ્વરની વાત કરી? 

વરૂણ પટેલે આવા નિવેદન સામે સવાલ ઉઠાવતા એવું કહ્યું કે દીકરી રિવોલ્વર લઈને જશે અને કેસ થશે તો તેના જામીન કોણ થશે. કદાચ આવા ટેકનિકલ સવાલોને બાજુ પણ મુકી દઈએ તો પણ દીકરીઓની સુરક્ષાના મુદ્દે કોઈ વિવાદને સ્થાન ન હોવું જોઈએ તે હકીકત છે. ગુજરાતની સાથે સાથે દેશની તમામ દીકરીઓ આત્મરક્ષા બાબતે સજાગ થાય તો પછી તેમા વાંધો કોને હોવો જોઈએ. મોડી રાત્રે ઘરે જતી દીકરીને કોઈ એકલદોકલ મુફલીસ વ્યક્તિ હેરાન કરે તો આવા સમયે આત્મરક્ષા માટે તેની પાસે કોઈ હથિયાર હશે તો શું ખોટુ છે. દીકરીઓ આત્મરક્ષા માટે રિવોલ્વર રાખે તો એમા રક્ષકોની નિષ્ફળતાની કોઈ વાત આવતી નથી એ પણ એટલી જ દીવા જેવી હકીકત છે. સૌથી મહત્વની વાત એ છે કે દીકરીઓ માટે અસુરક્ષીત માહોલ બનતો આપણે બધા કેમ અટકાવી શકીએ.

દીકરીઓની સુરક્ષાનો મુદ્દો ફરી ઉઠ્યો છે.  દીકરીઓની સુરક્ષાની વાત ફરી ચર્ચામાં આવી છે.  આણંદમાં સરદારધામના ઉપક્રમે પાટીદાર સમાજનો કાર્યક્રમ હતો. સરદારધામના અધ્યક્ષ ગગજી સુતરિયાએ દીકરીઓની સુરક્ષાના મુદ્દે વાત કરી છે. દીકરીઓએ પોતાની સુરક્ષા માટે રિવોલ્વર રાખવા સુધીની વાત કરી છે.  ગગજી સુતરિયાના નિવેદન બાદ ચર્ચાઓનો દોર શરૂ થયો છે.   સવાલ એ છે કે દીકરીઓની સુરક્ષાના મુદ્દે વિવાદ કેમ?

ગગજી સુતરિયાએ શું કહ્યું હતુ?
યહૂદીઓ પાસેથી પાટીદારોએ જ નહીં સમગ્ર દેશે શીખવાનું છે. આપણી દીકરીઓ શોપિંગમાં જતી હોય તો બાજુમાં રિવોલ્વર લટકવી જોઈએ. સરદારધામની અંદર લાઠીદાવ અને તલવારબાજી દીકરીઓને શીખડાવવાનું શરૂ કર્યું છે. સ્વરક્ષણ દીકરીઓનો અધિકાર છે.

નિવેદન બાદ ગગજી સુતરિયાએ શું કહ્યું?
ગુજરાતમાં દીકરીઓની સલામતીનો કોઈ પ્રશ્ન નથી. દીકરીઓની કમરે રિવોલ્વર સ્વરક્ષણ માટે લટકતી હોય એવું મારુ સહજ વિધાન હતું. દીકરીઓ રિવોલ્વર રાખે તેનો અર્થ એવો નથી કે તેઓ અસલામત છે. પરવાનો મેળવીને દીકરીઓ રિવોલ્વર રાખે તો આનંદની વાત છે.  કાર્યક્રમ પાટીદાર સમાજનો હતો પણ મેં દેશની દીકરીઓની વાત કરી છે. ગન કલ્ચરને પ્રોત્સાહન નહીં, સ્વરક્ષણને પ્રોત્સાહન. એકલ-દોકલ અસામાજિક તત્વો દીકરી સામે આંખ ન ઉઠાવવા જોઈએ. સુખી સંપન્ન લોકો, નેતાઓ આત્મરક્ષા માટે હથિયાર રાખે છે. દીકરીઓ હથિયાર માટે પરવાનો માંગશે તો હું સરકારને રજૂઆત કરીશ.

આ વિચારના મૂળ ક્યાં?
ગગજી સુતરિયા 2003માં તેલ અવીવની એક હોટલમાં રોકાયા હતા. ગગજી સુતરિયાને ડાયમંડ એક્ઝિબિશન માટે લાસ વેગાસ જવાનું હતું. તેલ અવીવમાં રોકાણ દરમિયાન બહાર ફરવા નિકળ્યા. તમામ જાહેર સ્થળે દીકરીઓ પાસે રિવોલ્વર જોવા મળી હતી.  પૃચ્છા કરતા જાણવા મળ્યું કે અહીં સ્વરક્ષણની તાલિમ ફરજિયાત છે. સ્વરક્ષણ માટે ઈઝરાયેલમાં રિવોલ્વર રાખી શકાય છે. રિવોલ્વર કોઈ છાશવારે ફાયરિંગ માટે ઉપયોગમાં લેતું નથી. રિવોલ્વર તમારી પાસે હોય તો આત્મરક્ષા મક્કમતાથી થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

કેન્દ્રીય મંત્રીએ મનોરંજનને લઈ મોટી જાહેરાત કરી

Vivek Radadiya

માત્ર એક કલાકમાં ફક્ત 50 રૂપિયાના ખર્ચ સાથે ખેતી કરતો ખેડૂત ..

Abhayam

જાણો જલ્દી:-આ એક સફળ આયુર્વેદિક ઉપાયથી વેન્ટીલેટર પર રહેલા દર્દીઓ પણ સાજા થઇ રહ્યા છે..

Abhayam