Abhayam News
AbhayamGujaratNews

બજારમાં આડેધડ વેચાઈ રહી છે નકલી બદામ

બજારમાં આડેધડ વેચાઈ રહી છે નકલી બદામ દિવાળીનો તહેવાર આવી રહી છે. આ દરમિયાન બજારમાં અનેક પ્રકારની નકલી વસ્તુઓ જોવા મળી રહી છે. જેમાં નકલી બદામ પણ વેચાઈ રહી છે, ત્યારે જાણો અસલી અને નકલી બદામને ઓળખવાની ટિપ્સ

બજારમાં આડેધડ વેચાઈ રહી છે નકલી બદામ

આજકાલ બજારમાં તમામ પ્રકારનો ભેળસેળવાળો સામાન આડેધડ વેચાય છે. વધુ નફો મેળવવા માટે લોકો આવી ભેળસેળ અને બ્લેક માર્કેટિંગ કરે છે. ઉલ્લેખનીય છે કે, ભેળસેળયુક્ત ખોરાક ખાવાથી તમારા સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ શકે છે. જેના કારણે અનેક ગંભીર બીમારીઓનો ખતરો રહે છે. એટલું જ નહીં, ડાયાબિટીસ, કેન્સર અને પેટ સંબંધિત જીવલેણ રોગો પણ મોટાભાગે ભેળસેળયુક્ત વસ્તુઓના સેવનથી થાય છે.

હાલ તહેવારોની સિઝન ચાલી રહી છે અને આ દરમિયાન ડ્રાયફ્રૂટ્સ અને બદામમાં ઘણી ભેળસેળ કરવામાં આવે છે. ઘણી વખત તંત્ર દ્વારા પણ બજારમાં નકલી બદામ, કાજુ વગેરેનો મોટા પ્રમાણમાં જથ્થો પકડે છે. આ વસ્તુઓમાં એવી રીતે ભેળસેળ કરવામાં આવે છે કે, તેને સરળતાથી ઓળખવી મુશ્કેલ બને છે. ત્યારે આજે તમને જણાવીશું કે કેવી રીતે આ વસ્તુઓની ઓળખ કરો અને અસલી અને નકલી વસ્તુઓને કેવી રીતે ઓળખી શકશો

નકલી બદામ કેવી રીતે ઓળખવી?

બજારમાંથી બદામ ખરીદતી વખતે, સામાન્ય લોકો એ તફાવત કરી શકતા નથી કે, તેઓ જે વસ્તુ ખરીદે છે અને ઘરે લઈ જાય છે, તે અસલી છે કે નકલી! આ વસ્તુઓમાં ભેળસેળ એ રીતે કરવામાં આવે છે કે, તે બિલકુલ અસલ જેવી જ દેખાય છે, પરંતુ કેટલીક ટિપ્સ અપનાવીને તમે અસલી અને નકલી બદામ વચ્ચેનો તફાવત કરી શકો છો. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) પણ અસલી અને નકલી ખાદ્ય ઉત્પાદનોને ઓળખવા માટે સમયાંતરે કેટલીક ટીપ્સ આપતા હોય છે.

અસલી અને નકલી ઓળખવા રાખો આ ધ્યાન

  • અસલી અને નકલી બદામને ઓળખવા માટે તેને તમારી હથેળી પર ઘસો. જો બદામને ઘસવામાં આવે ત્યારે તેનો રંગ ઉતરી જતો હોય તો સમજવું કે તે નકલી અને ભેળસેળયુક્ત છે. બદામ બનાવવા માટે, ઉપરથી પાવડર છંટકાવ કરીને રંગ વધારવામાં આવે છે.
  • તમે તેને બદામના રંગથી પણ ઓળખી શકો છો. વાસ્તવિક બદામનો રંગ આછો ભૂરો હોય છે, જ્યારે નકલી બદામનો રંગ ઘાટો દેખાય છે.
  • અસલી અને નકલી બદામને ઓળખવા માટે તેને કાગળ પર થોડીવાર દબાવી રાખો. જો આમ કરવાથી, કાગળ પર તેલના નિશાન દેખાય છે, તો બદામ અસલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

સુરતના 6 નર્સિંગના વિદ્યાર્થીઓનું એઈમ્સમાં સિલેક્શન…..

Abhayam

SMC એ ફાયર સેફ્ટીના અભાવે આટલી હોસ્પિટલ અને દુકાન સીલ કરી..

Abhayam

અદાણી ગ્રુપનો મોટો બિઝનેસ ITC ખરીદી શકે છે

Vivek Radadiya